Gujarat Election 2022 : આ BJP નેતાએ દારૂબંધીના ઉડાડ્યા ધજાગરા; કહ્યું-' જો હું જીતીશ તો ખોળામાં

Gujarat Election 2022 : આ BJP નેતાએ દારૂબંધીના ઉડાડ્યા ધજાગરા; કહ્યું-' જો હું જીતીશ તો ખોળામાં નહીં ટોપલામાં દારૂ વેચાવડાવીશ'

11/27/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat Election 2022 : આ BJP નેતાએ દારૂબંધીના ઉડાડ્યા ધજાગરા; કહ્યું-' જો હું જીતીશ તો ખોળામાં

ગુજરાત ડેસ્ક : ગુજરાત ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને દરેક પાર્ટીઓએ જોરશોરમાં પ્રચાર શરૂ કરી દીધો છે. આ દરમિયાન ભાજપના ઉમેદવારનો વિડીયો વાયરલ થયો છે, આ વિડીયો વાયરલ થયા બાદ હડકંપ મચ્યો છે. જાણો એવું તો શું કહ્યું આ ભાજપના ઉમેદવારે....


ઉમેદવારનો વીડિયો વાયરલ થયો

ઉમેદવારનો વીડિયો વાયરલ થયો

બનાસકાંઠાની દાંતા બેઠકના ભાજપ ઉમેદવારનો વીડિયો વાયરલ થયો છે. મતદારોને સંબોધતી વખતે લાતુભાઈ પારઘી દારૂ પર બોલ્યા હતા. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, કેટલાક લોકો ઈંગ્લિશ દારૂ ખુલ્લામાં વેચે છે. જો હું જીતીશ તો ખોળામાં નહીં ટોપલામાં દારૂ વેચાવડાવીશ. આ વીડિયો વાયરલ થતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.


દારૂબંધીના ધજાગરા ઉડાડ્યા

દાંતા વિધાનસભા બેઠક ભાજપના ઉમેદવારે દારૂબંધીના ધજાગરા ઉડાડ્યા હોવાનું સામે આવી રહ્યું છે. દારૂબંધીના લીરેલીરા ઉડાડતા ભાજપના ઉમેદવાર લાતુભાઈ પારઘીનો વીડિયો વાયરલ થયો છે. દાંતા 10 વિધાનસભા એસટી બેઠકના ભાજપના ઉમેદવાર લાધુ પારઘીનો વીડિયો સામે આવતાં રાજકીય ચર્ચા જાગી છે. વીડિયોમાં મતદારોને સંબોધતી વખતે તેઓ દારૂ પર બોલી રહ્યા છે કે, કેટલાક લોકો અંગ્રેજી દારૂ ખુલ્લામાં વેચે છે અને અમારી કેટલીક બહેનો સંતાડીને દેશી દારૂ વેચે છે. ચિંતા ના કરો, હું જીતી જઈશ તો ટોપલામાં દારૂ વેચાવડાવીશ. આ વિડીયો સામે આવતા હડકંપ મચ્યો છે.

બેઠકની સ્થિતિ

દાંતા વિધાનસભા બેઠક હેઠળ દાંતા તાલુકા અને અમીરગઢ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠક પર કુલ 2.10 લાખથી વધુ મતદારો છે. જેમાં 1, 04,418 પુરુષ મતદાર છે. જયારે 98000 જેટલી મહિલા મતદાર છે. આ વિધાનસભામાં કુલ 265 બુથ આવેલા છે.


દાંતા બેઠક પર જ્ઞાતિ જાતિને સમીકરણો

દાંતા બેઠક પર જ્ઞાતિ જાતિને સમીકરણો

દાંતા વિધાનસભાના જ્ઞાતિ જાતિના સમીકરણની વાત કરીએ તો આ બેઠક પર આદિવાસી સમાજનું પ્રભુત્વ છે. તેમની સંખ્યા 83 હજારથી વધુ છે. બીજી તરફ ઠાકોર 23230, રાજપૂત 12582, મુસ્લિમ 11626, રબારી 7643, પ્રજાપતિ 6094, દલિત 6405, ચૌધરી પટેલ 3429 અને અન્ય 18067 છે. એકંદરે જોઈએ તો કુલ મતદારોના 42 ટકા જેટલા મતદારો આદિવાસી છે. આ ઉપરાંત આ બેઠક પણ આદિવાસી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવતી હોય છે. જેના પગલે રાજકીય પક્ષો માટે ઉમેદવાર પસંદગીની તકો ઓછી રહે છે. પરિણામે પક્ષ પલટો વધુ જોવા મળે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top