BJP સાંસ્કૃતિક સેલ દ્વારા યોજાયું ‘સંવાદ પર્વ’ : ‘મોદીજીને કારણે સેંકડો આદિજાતિ-આદિવાસી કળાકારો

BJP સાંસ્કૃતિક સેલ દ્વારા યોજાયું ‘સંવાદ પર્વ’ : ‘મોદીજીને કારણે સેંકડો આદિજાતિ-આદિવાસી કળાકારોએ પ્રથમ વખત રંગમંચ જોયો!

11/19/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

BJP સાંસ્કૃતિક સેલ દ્વારા યોજાયું ‘સંવાદ પર્વ’ : ‘મોદીજીને કારણે સેંકડો આદિજાતિ-આદિવાસી કળાકારો

સુરત, ગુરુવાર : ચારે તરફ ચૂંટણીની ધમાધમ છે, એ વચ્ચે પણ ભારતીય જનતા પક્ષના નેતાઓ-પદાધિકારીઓએ પોતાના અત્યંત વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને કળાકારો સાથે અડાજણ, સુરતના સંસ્કારભારતી વિદ્યાલય ખાતે સંવાદનો સેતુ રચ્યો હતો.


ભારતીય જનતા પક્ષના સાંસ્કૃતિક સેલ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક સેલ ગુજરાત અધ્યક્ષ શ્રી બિહારી હેમુ ગઢવી, ઉપાધ્યક્ષ જનક ઠક્કર, ‘ભાઈ ભાઈ’ સોંગ ફેમ અરવિંદભાઈ વેગડા, મહર્ષિ  દેસાઈ વગેરેની સાથે સુરતના માનનીય સાંસદ અને રેલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાળા, ગુજરાત સરકારમાં મંત્રી અને સુરત પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી ઉપસ્થિત હતા. સાથે જ વરિષ્ઠ નાટ્યકાર પદ્મશ્રી યઝદીભાઈ કરંજિયા, દિગ્ગજ નાટ્યકાર શ્રી કપિલદેવ શુક્લ, સાહિત્યકાર પ્રજ્ઞાબેન વશી, સંગીતકાર શ્રી શૌનક પંડ્યા સહિતના કળા-સાહિત્ય ક્ષેત્રના મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સાચા અર્થમાં દીપાવ્યો હતો.


કલાકારોના ઉત્થાન માટે ચર્ચા થઇ

કલાકારોના ઉત્થાન માટે ચર્ચા થઇ

આ કાર્યક્રમમાં કલાકારોને પડતી તકલીફોના નિવારણ માટે અને કલાકારોના ઉત્થાન માટે ભવિષ્યમાં કઈ રીતે આયોજન કરી શકાય એ અંગે ચર્ચાઓ થઇ હતી. સાંસદ અને રેલ મંત્રી દર્શનાબેન જરદોશે કલાકારોના સંવર્ધન માટે સરકાર તરફથી શું મદદ થઇ શકે, એ માટે ઉદાહરણ સહિત વાત કરી હતી. શ્રી પૂર્ણેશભાઈ મોદીએ પણ કળાકારો માટે ભવિષ્યમાં સુંદર આયામો સર્જવાની વાત કહી હતી. મેયર હેમાલીબેન બોઘાવાલાએ કળાકારોને કળાના ઈશ્વરીય આકાર તરીકે ઓળખાવ્યા હતા.


વરિષ્ઠ કળાકારોએ પોતાની લાગણીઓ પ્રકટ કરી

વરિષ્ઠ કળાકારોએ પોતાની લાગણીઓ પ્રકટ કરી

વરિષ્ઠ નાટ્યકાર પદ્મશ્રી યઝદી કરંજિયાએ કલાકારોને ઈશ્વર અને મનુષ્યને જોડતી કડી સમાન ગણાવ્યા હતા. તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દિગ્ગજ નાટ્યકાર કપિલદેવ શુક્લએ પણ કળા અને કળાકારોના ઉત્થાન અંગે અને ભવિષ્યના ઉચ્ચ આયામો અંગે વાત કરી હતી. કપિલદેવે આ સાથે ઉમેર્યું હતું કે કળા અને કળાકાર માટે જેને અંગત લાગણી અને જાગૃતિ બેઉ જેનામાં છે, એવા મોદીજી જેવા રાજકારણી મેં બીજા કોઈ જોયા નથી! આજ સુધીમાં વાઈબ્રન્ટના જે કાર્યક્રમો થયા, એ જુઓ તો એમાં મોટા ભાગના કળાકારો આદિવાસી-આદિજાતિમાંથી આવતા હતા. આ એવા કળાકારો હતા, જેમણે વાઈબ્રન્ટ ઉત્સવોને કારણે જીવનમાં પ્રથમ વાર રંગમંચ જોયો! અને આ કળાકારોને મંચ આપવાનો આગ્રહ સ્વયં મોદીજીનો રહેતો.


વૈભવ દેસાઈએ કળાકારોને ઈશ્વર અને સામાન્ય જનો વચ્ચેના ‘રામસેતુ’ તરીકે ઓળખાવ્યા હતા. સાંસ્કૃતિક સેલ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માનનીય શ્રી બિહારી હેમુ ગઢવીએ પોતાના પિતા હેમુ ગઢવીને યાદ કરતા કહ્યું કે એમની ‘મન મોર બની થનગાટ કરે...’ રચના હજી પણ લોક જીભે રમતી રહે છે, એ કળાકારની ખરી તાકાત છે. તેમણે કહ્યું હતું કે સાંસ્કૃતિક સેલ કળા અને કળાકારોના હિત માટે સતત કામ કરતો રહેશે.


પ્રદેશ સભ્ય અને જાણીતા ગાયક અરવિંદ વેગળાએ ‘ભાઈ ભાઈ...’ ગીતથી શરૂઆત કરીને લોકોના મન અને હૃદય ઉપર કળાની કેવી અસર પડે છે, એની વાત કરી હતી. કાર્યક્રમમાં હાજર રહેલા કળાપ્રેમી સુરતીઓએ આખો કાર્યક્રમ મન ભરીને માણ્યો હતો.


સુરતના કલાકારો વિજય સેવક, ભરત ભટ્ટ, વિશાલ જરીવાળા, દિલીપ ઘાસવાળા સહિતનાઓએ રચનાત્મક સૂચનો કર્યા અને હોદેદારો એ ઉકેલ માટે ખાતરી આપી હતી. દક્ષિણ ગુજરાત સાંસ્કૃતિક સેલના સંયોજક અને જાણીતા નાટ્યકાર એવા શ્રી વૈભવ દેસાઈએ કલાકારો સાથે સંકલન સાધીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન અભિનેત્રી ધ્વનિ ત્રિવેદીએ કર્યું હતું. કાર્યક્રમને અંતે શ્રી વિપુલ ભટ્ટે આભારવિધિ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે નાટ્ય જગત સાથે સંકળાયેલા મેહુલ શર્મા, અલકા ભટ્ટ, તેજસ ટેલર, કૃણાલ પારેખ, જય ભટ્ટ, મેધા સીયારામ, સ્તવન જરીવાળા અને ભારતીય જનતા પક્ષના કાર્યકરોનો મજબૂત ફાળો રહ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top