ભાજપે યુપી ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો સીએમ યોગી ક્યાંથી ચૂંટણી લડશે

ભાજપે યુપી ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો સીએમ યોગી ક્યાંથી ચૂંટણી લડશે

01/15/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

ભાજપે યુપી ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો સીએમ યોગી ક્યાંથી ચૂંટણી લડશે

લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. ચૂંટણીના પહેલા અને બીજા તબક્કા માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભાજપના મહાસચિવ અરૂણ સિંહે શનિવારે ભાજપ કેન્દ્રીય કાર્યાલય ખાતેથી પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. 


આખરે એ પણ નક્કી થઇ ગયું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ક્યાંથી ચૂંટણી લડશે. પાર્ટીના જણાવ્યા અનુસાર, તેઓ ગોરખપુર શહેર બેઠક પરથી ઉમેદવારી કરવા જઈ રહ્યા છે. ગોરખપુર લોકસભા બેઠક પરથી તેઓ પાંચ વખત સાંસદ પદે ચૂંટાઈ આવ્યા હતા. 

ભાજપે પહેલા અને બીજા તબક્કા માટે કુલ 105 ઉમેદવારોના નામનું એલાન કર્યું છે. જેમાં પંકજ સિંહને નોઇડાથી તેમજ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને સિરાથુ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. 

ઉમેદવારોની યાદી જાહેર કરતા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ચૂંટણીમાં 300 થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં યુપીને ગુંડારાજ અને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ અપાવી છે. 

ભાજપે આજે 107 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાંથી 21 ઉમેદવારો નવા છે. તેથી 21 ટિકિટ કપાઈ છે. ચર્ચા ચાલી રહી છે કે કુલ 403 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી 100 થી વધુ ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે અને તેમના સ્થાને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top