Gujarat Election 2022 : BJPની અનોખી રણનીતિ! આ બે કિંગમેકર સમાજના વોટ બેન્કને જીતવા બનાવી અલગ કમ

Gujarat Election 2022 : BJPની અનોખી રણનીતિ! આ બે કિંગમેકર સમાજના વોટ બેન્કને જીતવા બનાવી અલગ કમિટી

11/27/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

Gujarat Election 2022 : BJPની અનોખી રણનીતિ! આ બે કિંગમેકર સમાજના વોટ બેન્કને જીતવા બનાવી અલગ કમ

ગુજરાતમાં પોતાની પકડ જાળવી રાખવા આ વખતે ભાજપે અનોખો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ વખતે ભાજપે ગુજરાતમાં UP (ઉત્તરપ્રદેશ) ની પેટર્ન અપનાવી છે. UPની જેમ રાજ્યમાં પણ બ્રાહ્મણોની એક કમિટી બનાવવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના 5 આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ભાજપે રાજકોટમાં બ્રહ્મસમાજના સૌરાષ્ટ્ર ઝોનની કમિટી બનાવી છે. આ બ્રહ્મસમાજની કમિટી ભાજપનો પ્રચાર કરશે.


ઉમેદવારોની યાદીમાં ભાજપે જ્ઞાતિગણિતને સાચવી લીધું

ઉમેદવારોની યાદીમાં ભાજપે જ્ઞાતિગણિતને સાચવી લીધું

ગુજરાત ચૂંટણી જીતવા ભાજપે આ વખતે જોરદાર સ્ટ્રેટેજી ખેલી છે. ભાજપે આ વખતે ઉમેદવારોની યાદીમાં જ્ઞાતિગણિતને સાચવી લીધું છે. કારણ કે ભાજપે પ્રથમ યાદીમાં કુલ 13 બ્રહ્મ સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. તો વળી રાજપૂત સમાજના 18 આગેવાનોને પણ ભાજપે ટિકિટ આપી છે. ભાજપે પ્રથમ યાદીમાં સૌથી વધારે 49 OBC સમાજના ઉમેદવારને ટિકિટ આપી, 40 પાટીદાર, 24 ST અને SC 13 ઉમેદવારોને ટિકિટ આપી છે. આથી એક અનુમાન મુજબ એમ કહી શકાય કે ભાજપે રાજપૂત સમાજના 18 આગેવાનોને ટિકિટ આપતા તાજેતરમાં જ કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવત સહિત 500થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસો અગાઉ જ કરણી સેનાના રાજ શેખાવતે ખુદ ફેસબુક ઉપર પોસ્ટ કરી 500થી વધારે કાર્યકર્તાઓની ભાજપમાં જોડાવાની પુષ્ટિ કરી હતી.


સૌરાષ્ટ્ર ઝોનની કમિટી બની: રામ મોકરીયા

સૌરાષ્ટ્ર ઝોનની કમિટી બની: રામ મોકરીયા

રાજકોટમાં બ્રહ્મસમાજની મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, 'UPની ચૂંટણીમાં બ્રાહ્મણોના મત માટે કમિટી બનાવવામાં આવી હતી. તેમાં સફળતા મળી હતી. જેથી ગુજરાતની ચૂંટણીમાં પણ બ્રહ્મસમાજની કમિટીની રચના કરવામાં આવી છે. રાજકોટમાં બ્રહ્મસમાજમાં સૌરાષ્ટ્ર ઝોનની કમિટી બનાવવામાં આવી  છે.'

ભાજપે આ વખતે 13 ટિકિટ બ્રહ્મસમાજને આપી: મોકરીયા

રામ મોકરીયાએ જણાવ્યું હતું કે,'ભાજપ સમર્પિત બ્રહ્મસમાજની કમિટી પ્રચારકાર્ય કરશે. ગુજરાતમાં બ્રહ્મસમાજને ગતટર્મમાં 9 ટિકિટ આપી હતી, આ વખતે 14 ટિકિટ બ્રહ્મ સમાજને આપવામાં આવી છે.'


અગાઉ પણ ગુજરાતમાં બ્રાહ્મણોની કમિટી બનાવાઇ હતી

અગાઉ પણ ગુજરાતમાં બ્રાહ્મણોની કમિટી બનાવાઇ હતી

ગુજરાતની રાજનીતિમાં હાલમાં ભાજપનું પલડું ભારે છે અને ભાજપ એવું દર્શાવી રહી છે કે આગામી ચૂંટણીમાં જીત આસાન છે. હકીકતમાં આ વખતે ભાજપને શહેરી વિસ્તારમાં ડર વધારે છે અને એટલે જ અન્ય રાજ્યોમાં જેમ પ્રચાર કરવામાં આવે છે. એ રીતે આ વખતે ગુજરાતમાં પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ ભાજપે ગુજરાતમાં બ્રાહ્મણોની કમિટી બનાવી હતી. જેમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાની અધ્યક્ષતામાં 6 બ્રહ્મઅગ્રણીઓની કમિટી બનાવાઈ છે. જેમાં બરોડાના સાંસદ રંજનબેન ભટ્ટ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, ગુજરાત ભાજપ મીડિયા યજ્ઞેશ દવે અને જ્હાનવી વ્યાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top