PM મોદીએ 1979ની હોનારત વખતે મોરબીમાં આપી હતી સેવા: અખબારના કટિંગ સાથે ભાજપ નેતાનું ટ્વિટ

PM મોદીએ 1979ની હોનારત વખતે મોરબીમાં આપી હતી સેવા: અખબારના કટિંગ સાથે ભાજપ નેતાનું ટ્વિટ

11/02/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

PM મોદીએ 1979ની હોનારત વખતે મોરબીમાં આપી હતી સેવા: અખબારના કટિંગ સાથે ભાજપ નેતાનું ટ્વિટ

મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં અનેક પરિવારના સભ્યોએ જીવ ગુમાવ્યા છે. મોરબીની આ મોટી બીજી દુર્ઘટના છે જે અગાઉ 1979માં મોરબી દુર્ઘટના સર્જાઈ હતી. જેનાથી ખાનાખરાબી મોટી થઈ હતી જે બાદ ફરી મચ્છુ નદી પર પૂલ તૂટવાથી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં અનેક લોકો જીવ ગુમાવ્યા છે અને ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે સમગ્ર ઘટના બાદ ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેનું ટ્વીટ સામે આવ્યું છે.


યજ્ઞેશ દવેનું ટ્વીટ

ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેનું ટ્વીટ સામે આવ્યું છે. 1979ની મોરબી દુર્ઘટના અંગે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે ટ્વીટ કર્યું છે. તેમા તેમણે જણાવ્યું છે કે, 1979ની હોનારતમાં RSSના સ્વયંસેવકોએ કામગીરી કરી હતી. જેમાં નરેન્દ્ર મોદીએ કામગીરી કરી હતી તેમ તેમણે જણાવ્યું છે. RSSની કામગીરીની વાતો અખબારો કહે છે તેમ પણ લખ્યું છે. આજે પ્રધાન સેવક તરીકે પણ સૌથી વધારે PM મોદીને ચિંતા છે તેમ પણ જણાવ્યું છે.


ટ્વીટમાં લખ્યું છે

ટ્વીટમાં લખ્યું છે

"આ અમે નથી કહેતા અખબારો કહે છે ....૧૯૭૯ ની મોરબી હોનારતમાં પણ માત્ર આરએસએસના સ્વયંસેવક તરીકે પહોંચનાર અને રાહત કાર્ય કરનાર પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ હતા. આજે પ્રધાન સેવક તરીકે પણ સૌથી વધારે ચિંતા તેમને જ છે"

135 લોકોએ જળસમાધિ લીધી

મોરબીની હોનારતને 48 કલાકથી વધુ સમય વીતી ગયો છે. હજી પણ મચ્છુ નદીમાં 135 લોકોની મરણચીસો ગુંજી રહી છે. મચ્છુ નદીમાં અનેક બાળકો સહિત 135 લોકોએ જળસમાધિ લીધી હતી. ત્યારે આ પળ હચમચાવી દે તેવી હતી. જે લોકો નદીમાં પડ્યા હતા તેઓ બચાવવા તરફડિયા મારી રહ્યા હતા, જે અત્યંત દર્દનાક છે


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top