Gujarat Election 2022 : અપક્ષ ઉમેદવારી કરનાર સામે પાટીલની લાલ આંખ; કહ્યું-'ઉમેદવારી પાછી નહીં ખ

Gujarat Election 2022 : અપક્ષ ઉમેદવારી કરનાર સામે પાટીલની લાલ આંખ; કહ્યું-'ઉમેદવારી પાછી નહીં ખેંચે તો..'

11/17/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

Gujarat Election 2022 : અપક્ષ ઉમેદવારી કરનાર સામે પાટીલની લાલ આંખ; કહ્યું-'ઉમેદવારી પાછી નહીં ખ

ગુજરાત ડેસ્ક : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેની નામાંકન પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે આજે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. જેમાં સી. આર. પાટીલે ભાજપના જે નેતાઓએ અપક્ષ ઉમેદવારી કરી છે તે પાછી નહી ખેંચે તો સસ્પેંડ થશે તેવી ખુલ્લી ચેતવણી આપી હતી.  વધુમાં તેમણે કહ્યું હતું કે PM નરેન્દ્ર મોદી જ્યારે CM હતા ત્યારથી ભાજપ એક સાથે કાર્યક્રમનું આયોજન કરે છે. જેને લઇને આવતીકાલથી અમારા ચૂંટણીપ્રચારનો પ્રારંભ થશે.


અપક્ષ ઉમેદવારી કરનાર સામે પાટીલની લાલ આંખ

અપક્ષ ઉમેદવારી કરનાર સામે પાટીલની લાલ આંખ

આ દરમિયાન  સી. આર. પાટીલે ભાજપ નેતાઓની અપક્ષ ઉમેદવારી મામલે લાલ આંખ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપમાંથી 4100 લોકોએ ટિકિટ માંગી હતી.  ચૂંટણી લડવાનો સૌને અધિકારી છે. તેમ જણાવી મધુ શ્રીવાસ્તવ મામલે નિવેદન આપી કહ્યું કે ભાજપના જે નેતાઓએ અપક્ષ ઉમેદવારી કરી છે તે પાછી નહી ખેંચે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.  એટલુ જ નહિ પહેલા સમજાવશું અને પછી સસ્પેંડ કરવા સહીતના પગલાં પણ લેવામાં આવશે. તેમ કહ્યું હતું.


અમે ભાજપના કાર્યકર્તાના બળ પર ચૂંટણી લડીએ છીએ :સી. આર. પાટીલ

અમે ભાજપના કાર્યકર્તાના બળ પર ચૂંટણી લડીએ છીએ :સી. આર. પાટીલ

ગુજરાત ચૂંટણીને પગલે સી. આર. પાટીલે કહ્યું હતુ  અમે ભાજપના કાર્યકર્તાના બળ પર ચૂંટણી લડીએ છીએ. ત્યારે વિધાનસભાની ચુંટણીને લઇને લઇને 46 કેન્દ્રમાં મંત્રી અને નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરવા આવશે. અલગ અલગ સમય પર સભાઓ યોજાશે અને અમે દરેક લોકો વચ્ચે દરેક વિસ્તારમાં જઈશુ. તેમ પાટીલે કહ્યું હતું. આ ઉપરાંત મોરબી દુર્ઘટનાનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં સૌથી પહેલા ભાજપના કાર્યકરો પહોચ્યા હતા.જો તાત્કાલિક PM ઘટનાસ્થળે પહોચ્યા હોત તો વ્યવસ્થામાં મુશ્કેલીઓ થઈ શકે એમ હતી. જેને લઇને તાત્કાલિક મુલાકાત મૌકુફ રાખી હતી.


46 કેન્દ્રમાં મંત્રી અને નેતાઓ આવશે ગુજરાતમાં પ્રચાર કરવા

46 કેન્દ્રમાં મંત્રી અને નેતાઓ આવશે ગુજરાતમાં પ્રચાર કરવા

ચુંટણીના પ્રથમ ચરણમાં ૮૯ બેઠકો ૮૨ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રિય મંત્રીનરેન્દ્ર તોમર, અનુરાગ ઠાકુર, જનરલ વી. કે. સિંહ, કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આસામના મુખ્યમંત્રી હેમંત શર્મા, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ, પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સુર્યા, તેમજ લદાખ લોકસભા ક્ષેત્રના સાંસદ જમ્યાંગ નામગ્યાલ આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહીતના પ્રચાર પ્રસારમાં જોડાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top