ભાજપ મહિલા નેતા વિવાદમાં : પોર્નોગ્રાફિક સામગ્રી પોસ્ટ કરવા મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ

ભાજપ મહિલા નેતા વિવાદમાં : પોર્નોગ્રાફિક સામગ્રી પોસ્ટ કરવા મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ

03/05/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ભાજપ મહિલા નેતા વિવાદમાં : પોર્નોગ્રાફિક સામગ્રી પોસ્ટ કરવા મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ

રાજનેતાઓ કે પાર્ટીના કાર્યકરો પાર્ટીના કામ માટે બનાવવામાં આવતા વોટ્સએપ ગ્રૂપમાં કે સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ ઉપર અશ્લીલ સામગ્રી પોસ્ટ કરી દેતા હોવાના બનાવો અગાઉ પણ બની ચૂક્યા છે. અનેક વખત જુદી-જુદી પાર્ટીના કાર્યકરો તો ક્યારેક તો મોટા નેતાઓ પણ આવા કાંડ કરી ચૂક્યા છે. ત્યારે હવે ભાજપના મહિલા નેતા પોર્નોગ્રાફી સબંધિત તસવીરો પોસ્ટ કરવા મામલે વિવાદમાં ફસાયા છે અને તેમની વિરુદ્ધ ગયા શનિવારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


પ્રાંતિજ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ

સાબરકાંઠાના પ્રાંતિજમાં એક ભાજપના મહિલા નેતા વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. ભાજપના મહિલા કાર્યકરે ચાઈલ્ડ પોર્નોગ્રાફી સબંધિત કોન્ટેન્ટ અપલોડ કરવાના આરોપસર કાયદેસરની ફરિયાદ કરવામાં આવી છે અને તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

Preview image

સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે રહેતા જીનલ પટેલ ઉત્તર ગુજરાત ભાજપમાં કો-ઓર્ડીનેટર હોવાનું સામે આવ્યું છે. તેમની વિરુદ્ધ બાળમાનસ ઉપર વિપરીત અસર થઇ શકે તેવું ચાઈલ્ડ પોર્નોગ્રાફી સબંધિત અશ્લીલ ફોટો સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ) ઉપર શેર કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો શેર કર્યો હતો

વધુમાં વિગતો એવી છે કે, ભાજપ મહિલા નેતાએ ભળતાં જ નામે બનાવેલા પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી અન્ય એક યુઝરને ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લાગતો ફોટો શેર કર્યો હતો. જે માનસિક વિકૃતિ પેદા કરી શકે અને બાળમાનસ પર વિપરીત અસર કરી શકે તેવો હોય ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.


ભાજપ કોઈ કાર્યવાહી કરશે?

હાલ સાયબર ક્રાઈમ વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ મામલે હજુ સુધી ભાજપના કોઈ નેતાની પ્રતિક્રિયા સામે આવી નથી. પરંતુ પાર્ટી મહિલા નેતા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે તરફ સૌની નજર મંડાયેલી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top