રાજકોટમાં CM-CR નો રોડ શો : શક્તિપ્રદર્શનની લ્હાયમાં હજારો લોકો ભેગા કર્યા, ઠેરઠેર કોરોનાના નિય

રાજકોટમાં CM-CR નો રોડ શો : શક્તિપ્રદર્શનની લ્હાયમાં હજારો લોકો ભેગા કર્યા, ઠેરઠેર કોરોનાના નિયમોનું ઉલ્લંઘન

12/31/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રાજકોટમાં CM-CR નો રોડ શો : શક્તિપ્રદર્શનની લ્હાયમાં હજારો લોકો ભેગા કર્યા, ઠેરઠેર કોરોનાના નિય

રાજકોટ: એક તરફ ભાજપ શાસિત સરકાર પ્રજાને કોરોનાના નિયમોનું પાલન કરવાનું અને ભીડ ન કરવાનું કહેતી રહે છે, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વારંવાર ટેલીવિઝનના માધ્યમથી લોકોને કોરોનાથી સાવધાન રહેવા માટે કહી રહ્યા છે. રાજ્ય સરકાર પણ એક તરફ કોરોનાની સંભવિત લહેર માટે સુસજ્જ હોવાની વાતો કરતી રહે છે પરંતુ બીજી તરફ સરકારનો નિયમોને નેવે મૂકીને તાયફા કરવાનો અને શક્તિપ્રદર્શન કરવાનો મોહ જતો નથી. 

કોરોનાના કેસમાં અચાનક આવેલા ઉછાળા વચ્ચે આજે રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો દોઢ કિલોમીટર લાંબો રોડ શો યોજાયો હતો. દોઢ કિમી લાંબા રોડ શોમાં 100 ગાડી અને 1000 બાઈકચાલકો જોડાયા હતા તો ઠેરઠેર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. 


મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખનું એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાંથી બેન્ડવાજા, વિન્ટેજ કાર અને ઘોડેસવાર સાથે રોડ શો થયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા, જેમાંથી મોટાભાગનાના મોઢે માસ્ક જોવા મળ્યા ન હતા કે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયાનો તો સવાલ જ ઉભો થતો નથી. 

રાજ્ય સરકારના સુશાસન સપ્તાહનો આજે અંતિમ દિવસ છે. જેના કારણે મુખ્યમંત્રી રાજકોટમાં આવ્યા છે. આ દરમિયાન સીઆર પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી વગેરે નેતાઓ પણ હાજર રહ્યા હતા. 


નિયમો માત્ર પ્રજા માટે?

બપોરે કાર્યક્રમ પૂર્ણ કરીને સીએમ ચૌધરી સ્કુલના મેદાનમાં ઉભી કરેલી પોર્ટેબલ હોસ્પિટલની મુલાકાત લેશે તેમજ રૈયા સ્માર્ટસીટીમાં લાઈટહાઉસ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી બપોરે 3 વાગ્યે મેયરના ઘરે એક બેઠક કરશે. ત્યારબાદ તેઓ ગાંધીનગર જવા માટે રવાના થશે.  

એક તરફ માસ્ક અને કોરોનાના અન્ય નિયમોને લઈને સામાન્ય માણસો પાસેથી પોલીસ તંત્ર લાખોનો દંડ ઉઘરાવી ચૂક્યું છે ત્યારે આજે ભાજપના રોડ શો મામલે પોલીસે આંખ આડા કાન કરી લીધા હોય તેમ જણાતું હતું અને પોલીસ માત્ર ચોકીદારની ભૂમિકામાં હોય તેમ લાગી રહ્યું હતું. જેના કારણે એ પ્રશ્ન પણ ફરી વાર ચર્ચાઈ રહ્યો છે કે શું નિયમો નેતાઓને લાગુ નથી પડતા કે શું રાજકોટમાં કોરોનાનું જોખમ ઓછું છે? 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top