ઝઘડિયા GIDCના નાઇટ્રેક્સ પ્લાન્ટમાં વહેલી સવારે બ્લાસ્ટ, એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું

ઝઘડિયા GIDCના નાઇટ્રેક્સ પ્લાન્ટમાં વહેલી સવારે બ્લાસ્ટ, એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

12/09/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ઝઘડિયા GIDCના નાઇટ્રેક્સ પ્લાન્ટમાં વહેલી સવારે બ્લાસ્ટ, એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું

ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી નાઈટ્રેક્સ પલાન્ટની કંપનીમાં આજે વહેલી સવારે એક જોરદાર બ્લાસ્ટ થતા ફરાતફરી મચી જવા પામી હતી. આ ગંભીર વિસ્ફોટમાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

આ બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાયો હતો, અને પ્લાન્ટમાંથી ધૂમાડાના ગોટેગોટા આકાશમાં દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર GIDC વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. કંપનીના અન્ય કર્મચારીઓ અને નજીકના પ્લાન્ટના શ્રમિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.


ઇજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાર્યો

ઇજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાર્યો

મળતી માહિતી અનુસાર, કંપનીના પ્લાન્ટમાં કેમિકલ રિએક્શનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે બોલ ડાઈઝેસ્ટરમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો. વિસ્ફોટની નજીક 2 શ્રમિકો કામ કરી રહ્યા હતા, તેમાથી એકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થઇ ગયું હતું. જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.


ઝઘડિયા GIDC પોલીસ ઘટનાસ્થળે દોડી આવી

ઝઘડિયા GIDC પોલીસ ઘટનાસ્થળે દોડી આવી

ઘટના બાદ ઝઘડિયા GIDC પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને શ્રમિકના મૃતદેહને કબજામાં લઈને  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે. ઝઘડિયા GIDCમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીમાં અગાઉ પણ દુર્ઘટનાઓ બની ચૂકી છે


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top