પાકિસ્તાન : કરાંચીમાં જોરદાર બ્લાસ્ટ, 12 લોકોના મોત, 12 ઈજાગ્રસ્ત; ઈમારતને ભારે નુકસાન

પાકિસ્તાન : કરાંચીમાં જોરદાર બ્લાસ્ટ, 12 લોકોના મોત, 12 ઈજાગ્રસ્ત; ઈમારતને ભારે નુકસાન

12/18/2021 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાન : કરાંચીમાં જોરદાર બ્લાસ્ટ, 12 લોકોના મોત, 12 ઈજાગ્રસ્ત; ઈમારતને ભારે નુકસાન

વર્લ્ડ ડેસ્ક: પાકિસ્તાનના કરાંચીમાં વધુ એક બ્લાસ્ટ થયો છે. શનિવારે શહેરના શેરશાહ પારાચા ચોક વિસ્તારમાં એક તીવ્ર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 12 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે 12 ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી ચાર લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 


રિપોર્ટ્સ અનુસાર, આ બ્લાસ્ટ એક ગટરમાં થયો હતો. ગેસ લીક થવાના કારણે આ બ્લાસ્ટ થયો હોવાનું શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે. બ્લાસ્ટના કારણે નજીકની એક ખાનગી બેંકની ઈમારતને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતા જ રેસ્ક્યુ ટીમે પહોંચીને ઘાયલોને હોસ્પિટલમાં લઇ જવાની વ્યવસ્થા કરી હતી. 

સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ એક ખાનગી બેંકની નીચે આવેલી ગટરમાં થયો હતો. બેંકને જગ્યા ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી જેથી કરીને ગટરની સફાઈ થઈ શકે. વિસ્ફોટમાં બેંકની ઇમારત અને નજીકના પેટ્રોલ પંપને નુકસાન થયું હોવાનું કહેવાયું છે. અધિકારીએ કહ્યું કે એવી આશંકા છે કે આ વિસ્ફોટ બિલ્ડિંગની નીચેની ગટરમાં ગેસના લિકેજ થવાના કારણે થયો હતો. 


કેટલાક વાહનોને પણ નુકસાન

કેટલાક વાહનોને પણ નુકસાન

વિસ્ફોટના સ્થળેથી સામે આવેલા ફૂટેજમાં ક્ષતિગ્રસ્ત ઈમારત તેમજ તેનો કાટમાળ આસપાસ પડેલો જોઈ શકાય છે. ઉપરાંત આસપાસ કેટલાક વાહનોને પણ નુકસાન થયું છે. કાટમાળ નીચે લોકો દબાયેલા હોવાની આશંકા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 

બ્લાસ્ટ બાદ સાવચેતીના ભાગરૂપે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ જાણ કરવામાં આવી હતી. સ્કવોડ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યા બાદ બ્લાસ્ટ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે તેમ કહેવામાં આવ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top