ગજબ ખેલાડી! આંખે પાટા બાંધીને એવો કમાલ કરી દેખાડ્યો કે સીધી ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાવે

ગજબ ખેલાડી! આંખે પાટા બાંધીને એવો કમાલ કરી દેખાડ્યો કે સીધી ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાવેદારી થાય!

07/01/2022 Sports

SidhiKhabar

SidhiKhabar

ગજબ ખેલાડી! આંખે પાટા બાંધીને એવો કમાલ કરી દેખાડ્યો કે સીધી ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાવે

સુરત : આગામી જુલાઈ માસમાં ચેન્નાઈના મહાબલિપુરમ ખાતે યોજાનાર ૪૪મા ચેસ ઓલિમ્પિયાડની સૌપ્રથમ ટોર્ચ રિલે સુરત આવી પહોંચી હતી, ત્યારે સાંસદ અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક તેમજ રમતગમત વિભાગના અધિકારીઓ, સિનીયર કોચ, ગ્રાન્ડ માસ્ટરો અને સુરતની જુદી જુદી શાળાઓના ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત હતા. આ સમયે સુરતના યુવાન જીત ત્રિવેદીએ આંખે પાટા બાંધીને ગજબ કામ કરી બતાવ્યું હતું.


આંખે પાટા બાંધીને ફટાફટ પ્યાદા ગોઠવી દીધા...

આંખે પાટા બાંધીને ફટાફટ પ્યાદા ગોઠવી દીધા...

૪૪મા ચેસ ઓલિમ્પિયાડની સૌપ્રથમ ટોર્ચ રિલે સુરત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવી એના સ્વાગત કાર્યક્રમમાં સુરતના ૨૪ વર્ષીય જીત વિપુલભાઈ ત્રિવેદીએ શતરંજના ૩૨ મહોરાઓને આંખે પાટા બાંધીને ગોઠવી બતાવ્યા હતા! નવાઈની બાબત એ હતી કે આ કામ જીતે માત્ર ૧.૦૨ મિનિટમાં જ કરી દેખાડ્યું હતું! આટલા ઓછા સમયમાં આંખે પાટા બાંધીને ચેસ બોર્ડ ગોઠવવાનું કામ લગભગ અશક્ય ગણાય. જીતે પોતાની આ સિદ્ધિ બદલ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે દાવેદારી નોંધાવી છે. ભારતમાં ‘બ્લાઈન્ડ ફોલ્ડેડ વન્ડર બોય’ તરીકે પ્રખ્યાત જીત ત્રિવેદી આંખે પાટા બાંધીને ચેસ સિવાયના વિવિધ ક્ષેત્રમાં પણ ૭ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચૂક્યો છે.


કઈ રીતે કર્યો આ પ્રયોગ?

કઈ રીતે કર્યો આ પ્રયોગ?

જીતની આંખ બંધ કરીને તેના પર રૂ, સ્ટીલ પ્લેટ અને કાળો પાટો બાંધવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે ચેસના ૧૬ સફેદ અને ૧૬ કાળા એમ કુલ ૩૨ મહોરાને માત્ર ૧.૦૨ મિનિટમાં ગોઠવીને વધુ એક વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે. સૌએ જીતની કુશળતાને બિરદાવી હતી. આ સાથે નિયત પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મળશે.

મૂળ ભાવનગરના વતની જીત ત્રિવેદી હાલ સુરતના પાલનપોર જકાતનાકા વિસ્તારમાં રહે છે. તેણે આ વર્ષે ઓટોમોબાઈલ એન્જિનિયરીંગ પૂર્ણ કર્યું છે. તે આ સિદ્ધિ વિષે જણાવે છે કે, હું આ પહેલા પણ આંખે પાટા બાંધીને વિવિધ ક્ષેત્રમાં ૭ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચૂક્યો છું. જેમાં મેં બ્લાઈન્ડ ફોલ્ડેડ સાયકલિંગ, બોલ કેચ, ફાસ્ટેસ્ટ રિડીંગ, બલુન બ્લાસ્ટમાં ૬ વિશ્વ વિક્રમ નોંધાવ્યા છે. આ ઉપરાંત ૧૮૬૮૦ ફૂટની ઉંચાઈએ આવેલા વિશ્વના સૌથી ઊંચા રોડ પર બ્લાઈન્ડ ફોલ્ડેડ સ્કુટર ડ્રાઈવિંગનો પણ રેકોર્ડ નોંધાવ્યો છે. રાજ્ય સરકારના ખેલમહાકુંભમાં ચેસ રમતમાં ત્રણ વખત જિલ્લા કક્ષાએ ત્રણ વખત પ્રથમ ક્રમે આવીને રાજ્ય કક્ષાએ ભાગ લીધો છે.


જીત સિક્સ્થ સેન્સનું મહત્વ સમજાવે છે...

જીત સિક્સ્થ સેન્સનું મહત્વ સમજાવે છે...

જીત કહે છે કે, “હાલ હું આ ક્ષેત્રમાં રસ ધરાવતા અને સિક્સ્થ સેન્સને સતેજ કરવા ઈચ્છતા કુશળ બાળકોને, માઈન્ડ પાવર ડેવલપમેન્ટ તેમજ બ્લાઈન્ડ ફોલ્ડેડ પ્રવૃત્તિઓની તાલીમ પણ આપું છું. ઉપરાંત, અંશત: કે સંપૂર્ણ અંધ વ્યક્તિઓને વિઝ્યુઅલાઈઝેશન વડે દ્રષ્ટિ વિના પણ જીવનની મહત્વની પ્રવૃત્તિઓ શીખવવા માટે મદદ કરૂ છું.”

જીત માને છે કે, માણસ પાંચ મુખ્ય ઇન્દ્રિયોમાંથી કોઈ એક ગુમાવી દે છે ત્યારે અન્ય ચાર ઇન્દ્રિયો વધુ તેજ બની જાય છે. અંધ વ્યક્તિ પાસે દ્રષ્ટિ ભલે ન હોય, પણ તે બીજા અનેક ક્ષેત્રમાં કુદરતી રીતે કુશળ હોય છે.

નોંધનીય છે કે, ફિટ ઈન્ડિયા અભિયાનના ભાગરૂપે વર્ષ ૨૦૧૯માં તેણે આંખે પાટા બાંધીને ગાંધીનગરના મહાત્મા મંદિરથી અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમ સુધીનું ૨૬ કિમીનું અંતર સફળતાપૂર્વક કાપ્યું હતું. બ્લાઈન્ડ ફોલ્ડ પેઈન્ટીંગમાં પણ કુશળ છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top