નીરજ હુઆ મધ્ધમ! : ચાહકો નીરજ ચોપરાના અભિનયના દીવાના છે

નીરજ હુઆ મધ્ધમ! : ચાહકો નીરજ ચોપરાના અભિનયના દીવાના છે

09/21/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

નીરજ હુઆ મધ્ધમ! : ચાહકો નીરજ ચોપરાના અભિનયના દીવાના છે

અત્યાર સુધી, ભારતમાં માત્ર ફિલ્મ સ્ટાર્સ અને ટોચના ક્રિકેટરો કમર્શિયલ એડ ફિલ્મમાં જોવા મળતા હતા, પરંતુ સાયના નેહવાલ, પીવી સિંધુ જેવા સ્ટાર રમતવીરોની એન્ટ્રી બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. બરછી ફેંકનાર નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦મ દેશ માટે પ્રથમ વખત એથ્લેટિક્સ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો ત્યારથી નીરજને સમગ્ર ભારત તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે. એટલું જ નહિ તાજેતરમાં નીરજ ચોપરાની એક્ટિંગનો જાદુ એક એડ ફિલ્મમાં જોવા મળ્યો હતો. નીરજની એક્ટિંગ જોઈ તેના ચાહકોમાં આનંદની લાગણી જોવા મળી.

Olympic Gold Medalist નીરજ ચોપરા સતત સમાચારોમાં છવાયેલા રહે છે. તે માત્ર એક સક્ષમ બરછી ફેંકનાર ખેલાડી જ નથી પણ એક કુશળ અભિનેતા પણ છે. તાજેતરમાં જ તેની એક્ટિંગનો જાદુ એક એડ ફિલ્મ દરમિયાન જોવા મળ્યો હતો. ભારતના સૌથી નવા સ્પોર્ટિંગ મેગ્નેટ એક પછી એક ઇવેન્ટમાં હાજરી આપી રહ્યા છે અને એક પછી એક ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે, અને દરેક દેખાવ પછી હીરો તરીકે ઉભરી રહ્યા છે, જાહેરાત જગતને નીરજ ચોપરા (neeraj chopra)માં પણ એક નવો સ્ટાર મળ્યો છે. કમર્શિયલમાં, ચોપરા એક રિપોર્ટર, ફિલ્મ પ્રોડ્યુસર, માર્કેટિંગ પંડિત જેવા અલગ અલગ અવતારમાં જોવા મળે છે. નીરજ પોતાની એક્ટિંગથી દરેકનું ધ્યાન ખેંચી રહ્યા છે.


સોશિયલ મીડિયા પર ચાહકોની પ્રતિક્રિયાઓનું પૂર

સોશિયલ મીડિયા પર ચાહકોની પ્રતિક્રિયાઓનું પૂર

ક્રેડિટ કાર્ડ પેમેન્ટ એપ CRED કે જેણે રાહુલ દ્રવિડના પહેલા ક્યારેય ન જોયેલા અવતારને દુનિયા સમક્ષ રજૂ કર્યો હતો, જેણે 'ઈન્દિરાનગર કા ગુંડા' તરીકે બધાને ચોંકાવી દીધા હતા. CRED હવે એક નવી જાહેરાત લઈને આવ્યા છે જેમાં દેશના નવા હાર્ટથ્રોબ, નીરજ ચોપરા, એક નહીં પણ ઘણા અવતારમાં જોવા મળે છે. આ કમર્શિયલ એડ ફિલ્મમાં, નીરજ ચોપરા પત્રકાર, માર્કેટિંગ ગુરુ, બેંક કેશિયર તેમજ ફિલ્મ નિર્દેશક બન્યા છે. કમર્શિયલમાં આવા ઘણા દ્રશ્યો છે જે પ્રેક્ષક તરીકે તમને ગલીપચી કરી તમને હસવા પર મજબુર કરશે. નીરજે આ કમર્શિયલ એડ ફિલ્મ તેના ચાહકો વચ્ચે શેર કરી. નીરજના ચાહકો તેની અભિનય કુશળતા જોઈને પોતાને રોકી ન શક્યા, તેઓ નીરજ ચોપરાના અભિનયના દિવાના બની ગયા. સોશિયલ મીડિયા નીરજના ચાહકોની પ્રતિક્રિયાઓથી ઉભરાઇ ગયું.


માત્ર કમર્શિયલ એડ ફિલ્મમાં જ નહીં પણ તે પહેલા નીરજ ચોપરાએ ક્વિઝ ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ'માં પણ ભાગ લીધો છે. જ્યાં તે હરિયાણવીમાં અમિતાભ બચ્ચનની ફિલ્મોના સંવાદ બોલતા જોવા મળ્યા હતા. નીરજની આ કુશળતાથી અમિતાભ બચ્ચન ખૂબ પ્રભાવિત થયા હતા.

જ્યાં સુધી નીરજની એથ્લેટિક કારકિર્દીનો સવાલ છે, ટોક્યો ઓલિમ્પિક્સ પછી, તે આ વર્ષે અન્ય કોઇ ટુર્નામેન્ટમાં ભાગ લેશે નહીં અને આગામી વર્ષે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (World Athletics Championships) અને એશિયન ગેમ્સની (Asian Games) તૈયારીઓ શરૂ કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top