BREAKING NEWS : નર્મદા નદીમાં યાત્રીઓથી ભરેલી બસ ખાબકી! અનેક યાત્રીઓ મોતને ભેટ્યા, કેટલાકની હાલ

BREAKING NEWS : નર્મદા નદીમાં યાત્રીઓથી ભરેલી બસ ખાબકી! અનેક યાત્રીઓ મોતને ભેટ્યા, કેટલાકની હાલત ગંભીર!

07/18/2022 National

SidhiKhabar

SidhiKhabar

BREAKING NEWS : નર્મદા નદીમાં યાત્રીઓથી ભરેલી બસ ખાબકી! અનેક યાત્રીઓ મોતને ભેટ્યા, કેટલાકની હાલ

Khargone Bus Accident : એક ગમખ્વાર અકસ્માતના સમાચારે અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ યાત્રીઓથી ભરેલી એક બસ પુલ પરથી સીધી નર્મદા નદીમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં અનેક લોકો મર્યાની પુષ્ટિ થઇ છે. હાલમાં યુધ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. હજી થોડા કલાકો લાગી શકે છે. આ દરમિયાન અનેક લોકો નદીના પાણીમાં લાપતા થયા હોવાનું જાણવા મળ્યું છે.


ખરગોન નજીક થયો અકસ્માત

ખરગોન નજીક થયો અકસ્માત

આજે વહેલી સવારે મધ્યપ્રદેશના ખરગાંવ નજીક આ ગમખ્વાર થયો હતો. મહારાષ્ટ્ર રોડવેઝની એક બસ આજે વહેલી સવાર ખરગોન પાસેના એક સાંકડા પુલ ઉપરથી પસાર થઇ રહી હતી, એ દરમિયાન કોઈક અગમ્ય કારણોસર આ બસ પુલની રેલિંગ તોડીને સીધી નર્મદા નદીમાં ખાબકી હતી! પ્રારંભિક માહિતી મુજબ આ બસમાં 50 થી 55 જેટલા યાત્રીઓ સામેલ હતા. આ પૈકી હજી સુધી 13 વ્યક્તિઓની લાશ મળી શકી છે. બીજા 15 જેટલા વ્યક્તિઓને જીવિત બચાવી લેવામાં આવ્યા છે. જીવિત બચેલા લોકોમાં ઘણા ગંભીરરૂપે ઘાયલ હોવાનું જણાવાઈ રહ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે હજી સુધી બસમાં બેઠેલા યાત્રીઓ પૈકીના 20 થી 25 જેટલા યાત્રીઓ લાપતા છે. આ કમનસીબ યાત્રીઓ નદીના વહેણમાં તણાઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સતત ઇન્દોર જીલ્લા પ્રશાસન સાથે સંપર્કમાં છે. મુખ્યમંત્રીએ ખરગોનના કલેકટર સાથે વાત કરીને અકસ્માત અને એ પછીના બચાવકાર્ય વિષે રજેરજની માહિતી મેળવી હતી.


કારણ ખબર નથી પડી

કારણ ખબર નથી પડી

આટલો ગંભીર અકસ્માત થયો હોવા છતાં હજી સુધી આ અકસ્માત માટે જવાબદાર કારણ વિષે ચોક્કસપણે કોઈ માહિતી પ્રાપ્ત નથી થઇ રહી. આ બનાવ વહેલી સવારે બન્યો હોવાને કારણે કોઈ પ્રત્યક્ષદર્શી પણ હજી સુધી સામે આવ્યા નથી. કેટલાક લોકોનું માનવું છે કે ખરગોનના સાંકડા પુલ ઉપર સામેથી આવી રહેલા વાહનને બચાવવાના પ્રયત્નોમાં ડ્રાઈવરે સ્ટીઅરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેણે પરિણામે બસ ઊંચા પુલ પરથી સીધી નર્મદા નદીમાં ખાબકી હતી!

બીજા કેટલાકનો તર્ક એવો છે કે પુલ સાંકડો હોવાને કારણે ડ્રાઈવરે બસ પાર્ટી કાબૂ ગુમાવી દીધો હોય એમ બની શકે. હજી સુધી અકસ્માતના કારણો અંગે કોઈ ચોક્કસ કારણને જવાબદાર ગણવામાં આવ્યું નથી. એવું કહેવાય છે કે બસ ઊંચા પુલ પરથી સીધી પુલના ફાઉન્ડેશન ઉપર પછડાઈ હતી, જેણે પરિણામે જાનહાની વધુ પ્રમાણમાં થઇ છે. વળી બસ જ્યાં ખાબકી, એ વિસ્તારમાં નર્મદાના પટમાં મોટી સંખ્યામાં પથ્થરો પથરાયેલા છે.

હાલમાં તંત્ર પ્રયાસ કરી રહ્યું છે કે બને એટલી ઝડપથી વધુમાં વધુ ઇજાગ્રસ્તોને બચાવીએ સારવાર આપવામાં આવે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top