Gujarat : સુરતના આ સ્ટેશન પર ચાલતી બસમાં લાગી ભીષણ આગ, માંડ માંડ બચ્યો ડ્રાઈવરનો જીવ

Gujarat : સુરતના આ સ્ટેશન પર ચાલતી બસમાં લાગી ભીષણ આગ, માંડ માંડ બચ્યો ડ્રાઈવરનો જીવ

11/26/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat : સુરતના આ સ્ટેશન પર ચાલતી બસમાં લાગી ભીષણ આગ, માંડ માંડ બચ્યો ડ્રાઈવરનો જીવ

ગુજરાત ડેસ્ક : સુરતમાં (Surat) સીટી બસમાં (City Bus) આગ (Fire) લાગી જવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. સુરતમાં સીટી બસમાં આગ લાગતા બસ ભડભડ સળગી ઉઠી હતી. બસ સ્ટોપ પર જ બસમાં આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.


આગ લાગી હોવાની ઘટના

આગ લાગી હોવાની ઘટના

કોસાડ ગામમાં સીટી બસ સ્ટોપ પર સવારે 11 વાગ્યાની આસપાસ એક GJ/05/bx8563 બસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવે હતી. આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. બસના ડ્રાઈવર શૈલેશ ભોજાનીના જણાવ્યા અનુસાર બસ નંબર 112 કોસાડથી સ્ટેશનના ફેરા માટે જ્યારે 11:02 વાગ્યે બસમાં સેલ માર્યો ત્યારે બસ ચાલુ ન થઈ હતી, ત્યાર બાદ બીજી ટ્રાય કરતા બસમાંથી ધૂમાડો નીકળવા લાગ્યો હતો. શૈલેશભાઈએ સીટી બસના મેકેનીકને કોલ કરતા તેમણે જણાવ્યું કે 5 મિનિટમાં પહોંચું છું, મેકેનીક બસમાં શું ખામી છે તે જોવા આવે તે પહેલા જ બસના બોનેટમાં આગ લાગી ગઈ હતી.


આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું

જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ડ્ર્રાઈવર શૈલેશભાઈએ સેફ્ટી વોટર ટેન્કનો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ આસપાના સ્થાનિક દુકાનદારોએ પણ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.


20 મિનિટની જહેમત બાદ આગ કાબૂમાં આવી

20 મિનિટની જહેમત બાદ આગ કાબૂમાં આવી

આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. 20 મિનિટની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે સેલ મારતાની સાથે જ બસનું સ્ટાર્ટ બળી ગયું અને બોનેટમાં શોર્ટ સર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી. ડ્રાઇવર કંઈ સમજે તે પહેલા જ આગે પ્રસરી ગઈ હતી. જો કે જ્યારે બસમાં આગ લાગી ત્યારે કોઈ પેસેન્જર હાજર ન હતું તેમજ બસની આસપાસ અન્ય કોઈ વાહન પણ ન હતું. આ ઘટનાના જાનહાનીના સમાચાર હાલ સામે આવ્યા નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top