કાર ખરીદવી થશે મોંઘી! :જાણો કઈ કઈ કંપનીએ ભાવવધારાની જાહેરાત કરી

કાર ખરીદવી થશે મોંઘી! :જાણો કઈ કઈ કંપનીએ ભાવવધારાની જાહેરાત કરી

12/03/2021 Business

SidhiKhabar

SidhiKhabar

કાર ખરીદવી થશે મોંઘી! :જાણો કઈ કઈ કંપનીએ ભાવવધારાની જાહેરાત કરી

નવી દિલ્હી : જો તમે વર્ષ 2022માં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે વધુ કિંમત ચૂકવવી પડશે. કારણ કે દેશની મોટી કાર નિર્માતા કંપનીઓ મારુતિ સુઝુકી (Maruti Suzuki), મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયા (Mercedes-Benz India) અને ઓડી (Audi) સહિતના લક્ઝરી કાર ઉત્પાદકો આવતા વર્ષથી તેમના વાહનોની કિંમતોમાં વધારો કરવા જઈ રહ્યા છે. આ ભાવ વધારાનું મુખ્ય કારણ કાચા માલની કિંમતમાં થયેલો વધારો છે.

મારુતિ સુઝુકી ઇન્ડિયાએ (Maruti Suzuki India) ગુરુવારે આ જાણકારી આપી. કંપનીએ કહ્યું કે, વિવિધ મોડેલ માટે ભાવવધારો અલગ અલગ હશે. બીજી તરફ, મર્સિડીઝ-બેન્ઝે તેના વાહનોના ભાવમાં 2 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે, જ્યારે ઓડી તેના તમામ વાહનોની કિંમતમાં 3 ટકા સુધીનો વધારો કરશે.


કાચા માલના ખર્ચમાં વધારો

સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં MSIએ કહ્યું કે, 'છેલ્લા એક વર્ષમાં કાચા માલના ખર્ચમાં વધારાને કારણે કંપનીના વાહનોની કિંમત પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. આથી કંપનીને ભાવ વધારા દ્વારા વધારાના ખર્ચાઓનો ભાર ગ્રાહકો પર નાખવું યોગ્ય લાગ્યું છે.'


મર્સિડીઝ બેન્ઝના વાહનો 2 ટકા સુધી મોંઘા થશે

મર્સિડીઝ બેન્ઝના વાહનો 2 ટકા સુધી મોંઘા થશે

મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે કાચા માલના ખર્ચમાં વધારાને કારણે ખર્ચને સરભર કરવા માટે 1 જાન્યુઆરી, 2021થી માત્ર પસંદગીના મોડલની એક્સ-શોરૂમ કિંમતમાં 2 ટકાનો વધારો કરવામાં આવશે.


ઓડીના ભાવમાં 3 ટકા સુધીનો વધારો

ઓડીના ભાવમાં 3 ટકા સુધીનો વધારો

ઓડી ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, વધતા કાચા માલ અને ઓપરેટિંગ ખર્ચની ભરપાઈ કરવા માટે ભાવ સુધારણાની જરૂર છે. કંપની તેના તમામ મોડલની કિંમતમાં 3 ટકા સુધીનો વધારો કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top