રામને ખરાબ અને રાવણને સારો ચીતરવા સામે લોકોનો રોષ : ‘ભવાઈ’ ફિલ્મ સામે મોટો વિરોધ!

રામને ખરાબ અને રાવણને સારો ચીતરવા સામે લોકોનો રોષ : ‘ભવાઈ’ ફિલ્મ સામે મોટો વિરોધ!

09/20/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

રામને ખરાબ અને રાવણને સારો ચીતરવા સામે લોકોનો રોષ : ‘ભવાઈ’ ફિલ્મ સામે મોટો વિરોધ!

ભારતમાં ફિલ્મો અને વેબ સિરીઝના કન્ટેન્ટને કારણે વારંવાર લોકોની લાગણી દુભાવાના બનાવો બનતા રહે છે. હાલમાં ‘ભવાઈ’ નામક ફિલ્મ સામે પણ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ભવાઈના નિર્માણ સાથે અનેક ગુજરાતીઓ સંકળાયેલા છે. ફિલ્મના લેખક હાર્દિક ગજ્જર છે, જ્યારે હીરો પ્રતીક ગાંધી છે. આ ફિલ્મ ધવલ જયંતીલાલ ગડા, અક્ષય જયંતીલાલ ગડા, પાર્થ ગજ્જર, રિચા આમોદ સચન અને હાર્દિક ગજ્જર દ્વારા નિર્મિત છે. આ ફિલ્મમાં પ્રતિક ગાંધી અને ઈન્દ્રીતા રે મુખ્ય ભૂમિકા ભજવે છે. ૧ ઓક્ટોબરન ૨૦૨૧ના રોજ આ ફિલ્મ રિલીઝ થવાની છે. ભવાઈ એ પશ્ચિમ ભારતમાં - ખાસ કરીને ગુજરાતમાં લોકપ્રિય થિયેટર સ્વરૂપ છે. જેને સ્વાંગ તરીકે પણ ઓળખાય છે. આ ફિલ્મની વાર્તા ખાખર ગામના બે પ્રેમીઓની વાર્તા પર આધારિત છે. શરૂઆતમાં ફિલ્મનું નામ 'રાવણ લીલા' અપાયું હતું, પરંતુ સપ્ટેમ્બરમાં તેનું નામ બદલી 'ભવાઈ' કરવામાં આવ્યું છે.


લોકોને ફિલ્મ સામે શા માટે વાંધો પડ્યો?!

પ્રતિક ગાંધીની(pratik gandhi) નવી ફિલ્મ ભવાઈ પર હિન્દુવાદીઓએ વિરોધ ઉઠાવ્યો છે. જેથી તેમની મુશ્કેલી વધી છે. સોશિયલ મીડિયામાં તેમની આ ફિલ્મ પર બેન લગાવવા માટેની માંગણી કરાઈ રહી છે. તેના માટે બહાર આવેલ કારણ એ છે કે, આ ફિલ્મના અમુક ડાયલોગ્સમાં રામ ભગવાનનું અપમાન કરાયું અને રાવણની પ્રશંશા કરવામાં આવી છે. જેથી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી છે અને તે વિવાદનું કારણ બની છે. કેટલાક લોકો સોશિયલ મિડીયા પર ટ્વિટ અને કમેન્ટ કરીને પ્રતિક ગાંધીની ધરપકડ કરવા માટેની માગણી કરી રહ્યા છે.


પ્રતિક ગાંધીનો પરિચય :

પ્રતિક ગાંધીનો પરિચય :

પ્રતિક ગાંધીનો જન્મ ગુજરાત રાજ્યના સુરતમાં થયો હતો. તેમણે તેમનું શાળાકીય શિક્ષણ સુરતની વી.ડી.દેસાઈ વાડીવાલા (ભુલકા ભવન) હાઈસ્કૂલમાં પૂરું કર્યું. સુરત ખાતે અભ્યાસ કર્યો હતો જ્યાં તેઓ થિયેટર આર્ટ્સ સાથે સંકળાયેલા હતા. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી ઔદ્યોગિક ઇજનેરીમાં સ્નાતક થયા અને દિવસના સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં એન્જિનિયર તરીકે કામ કરવાનું અને સાંજે થિયેટર કરવાનું શરૂ કર્યું. તેમણે સતારા, પુણેમાં નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ સાથે કામ કર્યું, અને ત્યારબાદ મુંબઈમાં બહુરાષ્ટ્રીય કોર્પોરેશન માટે પણ કામ કર્યું.


વેબ સિરીઝ ‘સ્કેમ ૧૯૯૨’થી મળી મોટી સફળતા

સ્કેમ(scam) ૧૯૯૨ વેબ સિરીઝ તેની સુપરહિટમાની એક છે. જેનું પ્રીમિયર ૯ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ 'SonyLIV' પર કરવામાં આવ્યું હતું. જે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર સૌથી વધુ જોવાતી વેબ સિરીઝ બની છે. માર્ચ ૨૦૨૧માં સ્કેમ ૨ આવી હતી. વેબ સિરીઝ સ્કેમ ૧૯૯૨ માં સ્ટોક બ્રોકર હર્ષદ મહેતાની ભૂમિકા ભજવવા માટે તેમને વ્યાપક ટીકાઓ મળી હતી. ત્યારબાદ  તેમણે ગુજરાતી નાટક વેબ સિરીઝ વિઠ્ઠલ તીડીમાં(vitthal teedi) પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેના માટે તેમની પ્રશંશા થઇ હતી. સ્કેમ ૧૯૯૨ સિરીઝમાં પ્રતીક ગાંધીનું મુખ્ય પાત્ર હર્ષદ મહેતા તરીકે લેવાયું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top