CAIT દ્વારા AMAZONને સસ્પેન્ડ કરવાની માંગ! ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલને લખ્યો પત્ર!

CAIT દ્વારા AMAZONને સસ્પેન્ડ કરવાની માંગ! ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલને લખ્યો પત્ર!

09/22/2021 Business

SidhiKhabar

SidhiKhabar

CAIT દ્વારા AMAZONને સસ્પેન્ડ કરવાની માંગ! ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલને લખ્યો પત્ર!

આજના આધુનિક યુગમાં લોકોનો ઝુકાવ ઓનલાઈન ખરીદી તરફ વધુ છે. નાનામાં નાની વસ્તુ પણ આજે ઓનલાઈન ઓર્ડર કરી શકાય છે. આ ઉપરાંત ફૂડની પણ ઓનલાઈન ડીલીવરી થાય છે. પરંતુ ઓનલાઈન ખરીદીના પગલે નાના પાયાના ઉદ્યોગોને ઘણું નુકસાન થાય છે. વળી મોટી કોર્પોરેટ જાયન્ટ્સ કંપનીઓ સરકારી અધિકારીઓને લાંચ આપીને આસાનીથી પોતાની તરફેણમાં કરી શકે છે. મલ્ટીનેશનલ જાયન્ટ એમેઝોન કંપની વિષે આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. ભ્રષ્ટાચારને લગતી આ ઘટના સંદર્ભે નાના વેપારીઓના સંગઠન CAIT દ્વારા કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલને પત્ર લખાયો છે. જેમાં ઈ-કોમર્સ વેબસાઈટ AMAZON ને સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ છે.


CAITએ આરોપ લગાવ્યો છે કે, ભારતમાં એમેઝોન કંપનીના કેટલાક કર્મચારીઓ સરકારી અફસરોને લાંચ આપે છે. આ આરોપના પગલે એમેઝોનને સસ્પેન્ડ કરવાની માંગ થઇ રહી છે. CAITનું કહેવું છે કે, સરકારી વિભાગના અફસરોને લાંચ આપીને એમેઝોન કંપની પોતાની તરફેણમાં નિર્ણયો લેવડાવી રહી છે. એમેઝોન કંપનીના એક વકીલે સરકારી અધિકારીને લાંચ આપી હોવાના અહેવાલ છે. CAITએ કહ્યું હતું કે કોર્પોરેટ લાંચ પ્રકરણના પ્રતાપે પીએમ મોદી(pm modi)ના ભ્રષ્ટાચાર સામેના અભિયાનને પણ ફટકો પડશે, અને જો કોર્પોરેટ કંપનીની લગામ કસવામાં નહિ આવે, તો પ્રધાનમંત્રીની છબિને પણ નુકસાન પહોંચશે.

સીબીઆઈ દ્વારા તમામ આક્ષેપોની તપાસ થવી જોઈએ.


AMAZON ગમે તે રીતે ભારતનું રિટેલ માર્કેટ કબજે કરવા માંગે છે!

AMAZON ગમે તે રીતે ભારતનું રિટેલ માર્કેટ કબજે કરવા માંગે છે!

વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલને CAIT(કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ)દ્વારા પત્ર લખાયો છે. જેમાં આરોપ લગાવ્યો છે કે, 'એમેઝોનના પ્રતિનિધિત્વ કરતા વકીલોએ સરકારી અધિકારીઓને લાંચ આપી હતી.' આ મામલે CBI પાસે તપાસની માંગ કરી છે. CAITને એવું લાગે છે કે, મોદી સરકાર એમેઝોનના ગેરકાયદેસરના બિઝનેસને પ્રોત્સાહન આપે છે. જેથી તેઓ નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસની માંગણી કરી રહ્યા છે.

ભારતના પરંપરાગત રિટેલ માર્કેટ પર કબજો મેળવવા માટે તમામ પ્રકારની અનૈતિક વ્યાપાર પ્રથાઓ ચાલી રહી છે. જેના પગલે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર વેપારીઓનું સંગઠન લાગી રહ્યું છે. CAIT ના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા દેશની સરકારમાં ચાલી રહેલ તમામ ભ્રષ્ટાચારને દૂર કરવા માટેના પ્રયાસો કરે છે. પરંતુ જો એમેઝોન કંપનીના અધિકારીઓ દ્વારા સરકારી અધિકારીઓને અપાતી લાંચની વાત સાચી છે, તો પછી માનનીય પીએમ મોદીની પ્રતિષ્ઠાને કલંક લાગશે કે, તેઓ સરકારની પીઠ પાછળ અધિકારીઓને આપવામાં આવતી લાંચને અવગણીને એમેઝોનને તેના ખોટા કાર્યો બદલ બચાવ કરી રહ્યા છે.”


એમેઝોનના સલાહકારને અપાતી કાનૂની ફી સરકારી અધિકારીઓને લાંચ માટે ખર્ચાતી હતી :

CAITએ આરોપ લગાવ્યો હતો કે, દિલ્હી સ્થિત એમેઝોનના સલાહકારને ચૂકવવામાં આવતી કાનૂની ફી સરકારી અધિકારીઓને લાંચ આપવા માટે ખર્ચવામાં આવી હતી. ઇન-હાઉસ કાઉન્સિલ પર બાહ્ય સલાહકારની મિલીભગત હોવાનો પણ આરોપ છે. અન્ય વકીલ કે જેમણે નોઇડામાં એક અગ્રણી કોર્પોરેટ લો ફર્મ સાથે કામ કર્યું હતું તેમણે અહેવાલમાં જણાવાયું છે કે, એમેઝોન ઉપર તપાસ શરૂ થયા બાદ કંપનીએ તેમને રાજીનામું આપવા કહ્યું હતું. તપાસ ચાલુ હોવાથી વકીલોના નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે. એમેઝોને ઈ -મેલ દ્વારા જવાબ આપતા કહ્યું કે, કંપની પાસે ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સ છે.

CAITના એક પ્રવક્તાએ જણાવ્યું કે, અમે ગેરકાદેસર કાર્યોના આરોપોને ગંભીરતાથી લઈ તેમની સંપૂર્ણ તપાસ કરીને યોગ્ય પગલાં લઈશું. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top