વિડીયોમાં મુખ્યમંત્રીને ધમકી આપનાર બટુક મોરારી બરાબરના ફસાયા, હવે પોલીસે ગુનો નોંધ્યો

વિડીયોમાં મુખ્યમંત્રીને ધમકી આપનાર બટુક મોરારી બરાબરના ફસાયા, હવે પોલીસે ગુનો નોંધ્યો

11/29/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

વિડીયોમાં મુખ્યમંત્રીને ધમકી આપનાર બટુક મોરારી બરાબરના ફસાયા, હવે પોલીસે ગુનો નોંધ્યો

ડીસા: સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાઈરલ કરીને મુખ્યમંત્રીને ધમકી આપવાનું અને એક કરોડ રૂપિયાની ખંડણી માગવાનું બટુક મોરારીબાપુને ભારે પડી રહ્યું છે. પ્રથમ ધરપકડ થયા બાદ હવે તેમની વિરુદ્ધ ડીસા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બે દિવસ પહેલાં બનાસકાંઠા એલસીબીએ રાજસ્થાનથી કથાકારની ધરપકડ કરી લીધી હતી. વિડીયો વાઈરલ થયા બાદ તે ભાગી છૂટ્યો હતો, પરંતુ વિડીયોમાં તેણે પોતે જ જણાવેલા નંબરને આધારે લોકેશન ટ્રેક કરીને રાજસ્થાનમાંથી ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 


ડીસાની એક હોટેલમાં વિડીયો ઉતાર્યો હતો

પોલીસને જાણવા મળ્યું હતું કે બટુક મોરારીબાપુ ડીસામાં આવેલ એક હોટેલમાં આ વિડીયો બનાવ્યો હતો. જે ગત ૨૫ તારીખની ઘટના છે. જોકે, થોડા જ કલાકોમાં આ વિડીયો ગુજરાતભરમાં સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ જતા પોલીસના ધ્યાને પણ આ મામલો આવ્યો હતો. ત્યારબાદ એલસીબી અને પોલીસની ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી શરૂ કરી હતી. 

ડીસા દક્ષિણ પોલીસ મથકમાં મુખ્યમંત્રીને ધમકી આપવા અને ખંડણી માગવાના આરોપસર બટુક મોરારી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


મુખ્યમંત્રીને કહ્યું હતું; ‘એક કરોડ મોકલાવી દેજો નહીં તો ઉપાડીને ફેંકી દઈશ’

વાઈરલ વિડીયોમાં બટુક મોરારીબાપુ મુખ્યમંત્રીને સંબોધીને પોતાની ઓળખાણ અને નંબર જાહેર કર્યા બાદ કહે છે, ‘11 દિવસની અંદર એટલે કે 7 તારીખ સુધીમાં એક કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી  પહોંચાડી દેજો નહીં તો ક્યારેય પટેલને રાજ નહીં કરવા દઉં અને તું પણ અકસ્માતમાં માર્યો જઈશ. તમને ગાદી પર બેસાડ્યા છે તો એક કરોડ પહોંચાડી દેજો. એક કરોડ..એક પણ રૂપિયો ઓછો નહીં.’ ત્યારબાદ તે તારીખ ગણાવતા કહે છે કે, ‘આજે 25 તારીખ થઇ, 5 મી તારીખ સુધીમાં ગમે તે માણસ પાસે પૈસા મોકલાવી દેજો, તો જ ગુજરાતની ગાદી ગાદી પટેલોની રહેશે, નહીંતર દોસ્ત, ત્રણ મહિનાની અંદર ઉપાડીને ફેંકી દઈશ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top