મહેસાણા : લોન કૌભાંડ મામલે વિમલ ઓઈલ કંપની ઉપર CBIના દરોડા, 678 કરોડની છેતરપીંડીનો આરોપ

મહેસાણા : લોન કૌભાંડ મામલે વિમલ ઓઈલ કંપની ઉપર CBIના દરોડા, 678 કરોડની છેતરપીંડીનો આરોપ

06/02/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

મહેસાણા : લોન કૌભાંડ મામલે વિમલ ઓઈલ કંપની ઉપર CBIના દરોડા, 678 કરોડની છેતરપીંડીનો આરોપ

અમદાવાદ : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)એ મહેસાણા અને અમદાવાદમાં કેટલાક ઠેકાણે દરોડા પાડ્યાના સમાચાર સામે આવ્યા છે. મંગળવારે સીબીઆઈએ જાણીતી તેલ કંપની વિમલ ઓઈલના ઠેકાણાઓ ઉપર દરોડા પાડ્યા હતા. વિમલ ઓઈલ કંપની ઉપર બેન્ક ઓફ ઇન્ડિયા સહિતની 9 બેન્કો પાસેથી 678.93 કરોડ રૂપિયાની લોન લઈને છેતરપીંડી આચરી હોવાનો આરોપ છે.

સીબીઆઈએ વિમલ ઓઈલ કંપની અને તેના ડીરેક્ટર્સ વિરુદ્ધ એફઆઈઆર નોંધ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરી હતી. સીબીઆઈની ટીમે અમદાવાદ અને મહેસાણાની ફેક્ટરી અને ઓફીસ સહિતના 6 ઠેકાણાઓ ઉપર દરોડા પાડ્યા હતા. સીબીઆઈ સાથે સંકળાયેલા સૂત્રએ જણાવ્યું હતું કે, અમદાવાદ અને મહેસાણામાં છ ઠેકાણે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કંપની પરિસર અને તેના ડીરેક્ટર્સના નિવાસસ્થાનનો પણ સમાવેશ થતો હતો.

સીબીઆઈએ દાખલ કરેલી એફઆઈઆરમાં વિમલ ઓઈલ કંપની ઉપરાંત તેના ડીરેક્ટર્સ જયેશ ચંદુભાઈ પટેલ, મુકેશ નારણભાઈ પટેલ, દિતીન નારણભાઈ પટેલ અને મોના જીગ્નેશભાઈ આચાર્ય સહિત કેટલાક સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

સીબીઆઈ પ્રવક્તાએ કહ્યું હતું કે, આરોપીઓએ બેન્ક ઓફ ઇન્ડિયાની અધ્યક્ષતાવાળી 8 બેન્કોના સમૂહ પાસેથી લગભગ 810 કરોડ રૂપિયાની જુદી જુદી લોન લીધી હતી. કંપનીના ડીરેક્ટર્સ ઉપર આરોપ છે કે તેમણે 2014 થી 2017 સુધીમાં ગેરકાયદેસર માધ્યમો દ્વારા લોનના નાણાંને બીજી જગ્યાઓએ સ્થાનાંતરિત કરી દીધા હતા. આ ઉપરાંત પણ અન્ય કેટલીક ગેરકાનૂની ગતિવિધિઓ કરી હોવાનો આરોપ ડીરેક્ટર્સ ઉપર મૂકવામાં આવ્યો છે.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top