લાખ કોશિષો છતાં નવજોતસિંહ સિધ્ધુનું પત્તું કપાયું! ચરણજીતસિંહ ચન્ની હશે પંજાબના નવા મુખ્યમંત્રી

લાખ કોશિષો છતાં નવજોતસિંહ સિધ્ધુનું પત્તું કપાયું! ચરણજીતસિંહ ચન્ની હશે પંજાબના નવા મુખ્યમંત્રી!

09/19/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

લાખ કોશિષો છતાં નવજોતસિંહ સિધ્ધુનું પત્તું કપાયું! ચરણજીતસિંહ ચન્ની હશે પંજાબના નવા મુખ્યમંત્રી

ચંદીગઢ : મુખ્યમંત્રી અમરિન્દર સિંહના (Punjab CM) રાજીનામાં બાદ પંજાબમાં ઉભી થયેલી રાજકીય કટોકટીનો (Punjab Crisis) આજે નવા મુખ્યમંત્રીની જાહેરાત સાથે અંત આવ્યો છે. જો કે કેપ્ટન અમરિન્દર સિંહ સહિતના જે સિનીયર નેતાઓ નારાજ છે, તેઓ આગામી સમયમાં કંઈક નવાજૂની કરશે તો પાંચ મહિના પછી આવનારી ચૂંટણી પહેલા ફરી એક વાર સરકાર ડામાડોળ થઇ શકે છે.


આંતરિક સર્વેમાં સૌથી વધુ મત મેળવનાર જાખડ કપાયા!

આંતરિક સર્વેમાં સૌથી વધુ મત મેળવનાર જાખડ કપાયા!

પંજાબના મુખ્યમંત્રીની રેસમાં છેલ્લે સુધી સુનીલ જાખડ અને સુખવિંદર રંધાવાના નામ આગળ ચાલી રહ્યા હતા. એક વર્ગ નવજોત સિંહ સિધ્ધુના નામ પર મદાર રાખી રહ્યો હતો. એક સમયે અંબિકા સોનીનું નામ પણ મુખ્યપ્રધાનની રેસમાં સામેલ હતું. સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસે જે આંતરિક મતદાન કરાવ્યું, એમાં સુનીલ જાખડને (Sunil Jakhar) સૌથી વધુ મતો મળ્યા હતા. સુખવિંદર રંધાવા બીજે નંબરે અને પરનીત કૌર ત્રીજા નંબરે રહ્યા હતા. પરંતુ પાર્ટી હાઈકમાન્ડે (Congress) આ ત્રણેય નામોને પડતા મૂકીને અમરિન્દર સરકારમાં ટેક્નીકલ એજ્યુકેશન મંત્રી રહી ચૂકેલા ચરણજીતસિંહ ચન્ની પર કળશ ઢોળ્યો હતો.

આ પાંચહળનું મુખ્ય કારણ શીખ મતદારોની સંખ્યાને ગણવામાં આવે છે. પંજાબમાં ૫૮% મતદાતાઓ શીખ છે. આથી અંબિકા સોનીએ પાંચ મહિના પછી આવનારી આગામી ચૂંટણી સુધી જ મુખ્યમંત્રી બનવાનું જોખમ લેવાને બદલે કોઈ શીખને મુખ્યમંત્રી બનાવવાનું સૂચન હાઈકમાન્ડને કર્યું હતું. સુનીલ જાખડ પણ હિંદુ નેતા છે. આવનારી ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટી કોઈ મજબૂત શીખ નેતાને મુખ્યમંત્રીના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરે તો કોંગ્રેસનું ચૂંટણી ગણિત ખોટું પડી શકે, એ ડર હેઠળ કોંગ્રેસે પક્ષના આંતરિક સર્વેમાં સૌથી વધુ મત મેળવનાર સુનીલ જાખડને પડતા મુક્યા હતા. રંધાવાના (Sukhjinder Singh Randhawa) ઘરે તો ઉજવણીઓ કરવાની શરૂઆત પણ થઇ ચૂકી હતી. પરંતુ બીજું કોઈ જૂથ નારાજ ન થાય એ માટે રંધાવાને પણ પડતા મુકાયા હતા. અને જેમ્નનું નામ ક્યાંય બોલાતું નહોતું એવા દલિત સમાજમાંથી આવતા શીખ નેતા ચરણજીતસિંહ ચન્નીને (Charanjit Singh Channi) મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.


સિદ્ધુની મહેનત પાણીમાં ગઈ!

સિદ્ધુની મહેનત પાણીમાં ગઈ!

પંજાબમાં તત્કાલીન મુખ્યમંત્રી અમરિન્દરસિંહે રાજીનામું આપ્યા બાદ પરિસ્થિતિ પ્રવાહી હતી. પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિધ્ધુ (Navjotsinh Siddhu) સાથે કેપ્ટન અમરિન્દરને છત્રીસનો આંકડો હતો. પરિણામે બન્ને નેતાઓના ટેકેદારો વાચછે થોડા સમયથી ટ્વીટર યુદ્ધ ખેલાઈ રહ્યું હતું. આખરે હાઈકમાન્ડ દ્વારા પોતાની અવમાનનાથી કંટાળેલા કેપ્ટન અમરિન્દરે મુખ્યમંત્રી પદ ઉપરથી પોતાનું રાજીનામું ધરી દીધું હતું. કેપ્ટન અમરિન્દરે પંજાબ જેવા મહત્વના રાજ્યનું મુખ્યમંત્રીપદ છોડવું પડ્યું, એના માટે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોતસિંહ સિદ્ધુની મહત્વાકાંક્ષાને જવાબદાર ગણવામાં આવે છે. સિધ્ધુ વર્ષોથી પંજાબનું સુકાન સંભાળવાની લાલસા સેવી રહ્યા હતા. એક સમયે બીજેપીના સ્ટાર પ્રચારક ગણાતા અને ચૂંટણીસભાઓમાં કોંગ્રેસની ટોચની નેતાગીરી સામે આડેધડ ફટકાબાજી કરનાર સિધ્ધુ પોતાની મહત્વાકાંક્ષા નહિ સંતોષાતા ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યા હતા.

પરંતુ પંજાબ કોંગ્રેસમાં કેપ્ટન અમરિન્દર સિંહ જેવા અનુભવી અને દિગ્ગજ નેતાની હાજરીમાં નવજોતસિંહ સિધ્ધુને કોઈ કાળે મુખ્યમંત્રી પદ મળે એમ નહોતું! આથી સિદ્ધુએ અમરિન્દર સરકારના ધારાસભ્યોને એક પછી એક પોતાના પક્ષે કરવા માંડ્યા હતા. ધીમે ધીમે કોંગ્રેસ હાઈ કમાંડને પણ સિધ્ધુ પર ભરોસો બેસતા સિધ્ધુને પંજાબ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા હતા. ત્યાર બાદ પક્ષના સીએમ અને પ્રમુખ વચ્ચએનો ગજગ્રાહ સપાટીએ પહોંચ્યો હતો. પરંતુ કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા બાદ હાઈકમાન્ડે શાસનની ધુરા સિધ્ધુને બદલે ચરણજીતસિંહ ચન્નીના હાથોમાં સોંપતા સિદ્ધુની મહેનત પર હાલ પૂરતું પાણી ફરી વાળેલું જણાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top