whatsApp પર ચેટિંગ કરવું થઈ જશે વધુ સરળ, નવા ફિચર્સ બાબતે લોકો આતુરતાથી જોઈ રહ્યા હતા રાહ

whatsApp પર ચેટિંગ કરવું થઈ જશે વધુ સરળ, નવા ફિચર્સ બાબતે લોકો આતુરતાથી જોઈ રહ્યા હતા રાહ

05/13/2022 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

whatsApp પર ચેટિંગ કરવું થઈ જશે વધુ સરળ, નવા ફિચર્સ બાબતે લોકો આતુરતાથી જોઈ રહ્યા હતા રાહ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ WhatsApp સતત નવા ફીચર્સ લાવીને યુઝર્સની જરૂરિયાતોને પૂરી કરે છે. તાજેતરમાં જ WhatsApp પર રિએક્શન ફીચર આવ્યું છે. આ ફીચર ઈમોજી (Emoji) દ્વારા લોકોની કોમેન્ટ પર પ્રતિક્રિયા આપવાની તક આપે છે. હવે વોટ્સએપ પર વધુ એક ફીચર આવવાનું છે, જેને જાણીને યુઝર્સ ઉત્સાહિત થઈ ગયા છે. આ ફીચરનું નામ ચેટ ફિલ્ટર છે. ટૂંક સમયમાં યુઝર્સને ચેટ ફિલ્ટર ફીચર મળવા જઈ રહ્યું છે.

WhatsApp તમામ યુઝર્સ માટે ચેટ ફિલ્ટર્સનું પરીક્ષણ કરી રહ્યું છે. હાલમાં માત્ર બિઝનેસ એકાઉન્ટ્સ યુઝર્સ માટે જ આ ઉપલબ્ધ છે, ચેટ ફિલ્ટરિંગ ચોક્કસ ચેટ્સ શોધવા માટે એક સરળ અને ઝડપી રીત પ્રદાન કરે છે. આ ફીચર યુઝર્સને જુદી જુદી કેટેગરીમાં ચેટ્સને ફિલ્ટર કરવાની તક આપે છે. જે રીતે આપણે Gmail અને અન્ય ઈમેલ સર્વિસમાં મળે છે તેવું જ વોટ્સએપ પર મળશે. પરંતુ તે બધા કરતાં થોડું અલગ હશે.

કેવી રીતે કરશે કામ :

રિપોર્ટ અનુસાર આ સુવિધા iOS, Android અને ડેસ્કટોપ યુઝર્સ માટે ભવિષ્યમાં અપડેટ આવી રહી છે. આગામી એડવાન્સ સર્ચ ફિલ્ટરમાં કોન્ટેક્ટ, નોન કોન્ટેક્ટ, ગ્રૂપ્સ અને અનરીડ મેસેજ દ્વારા શોધવું શામેલ છે. આ ફિલ્ટર્સ છેલ્લા વર્ષે વોટ્સએપ બિઝનેસમાં અપડેટ આપવામાં આવ્યું હતું.

જેમ કે તમે આ સ્ક્રીનશૉટમાં જોઈ શકો છો, જ્યારે તમે ડેસ્કટોપ પર સર્ચ બારને ટેપ કરવા પર ફિલ્ટર બટન બિઝનેસ એકાઉન્ટ દેખાય છે. સ્ટાન્ડર્ડ વોટ્સએપ એકાઉન્ટ્સ પણ એપના ભવિષ્યના અપડેટ્સમાં સમાન સુવિધાનો ઉપયોગ કરી શકશે. જણાવી દઈએ કે ફિલ્ટર બટન હંમેશા ત્યારે દેખાશે જ્યારે તમે ચેટ અને મેસજ સર્ચ કરતા નહીં હોય.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top