ચીનની શરતના લીધે પાકિસ્તાન મુશ્કેલીમાં!! ચીને પાકિસ્તાન પાસે કરી કરોડોની માંગ કહ્યું પૈસા ન મળ્

ચીનની શરતના લીધે પાકિસ્તાન મુશ્કેલીમાં!! ચીને પાકિસ્તાન પાસે કરી કરોડોની માંગ કહ્યું પૈસા ન મળ્યા તો..

10/16/2021 World

SidhiKhabar

SidhiKhabar

ચીનની શરતના લીધે પાકિસ્તાન મુશ્કેલીમાં!! ચીને પાકિસ્તાન પાસે કરી કરોડોની માંગ કહ્યું પૈસા ન મળ્

ચીને(chin) ફરી એક વખત પાકિસ્તાનની(pakistan) ઈજ્જત ઉછાળી છે. ચીને પાકિસ્તાન પાસે કેટલાય કરોડ રૂપિયાની માંગણી કરી છે કારણકે, દાસુ ડેમના(Dasu Dam) પ્રોજેક્ટમાં કામ કરી રહેલ કેટલાક એન્જિનિયરોના મૃત્યુ થયા હતા. તેમના મૃત્યુના બદલામાં ચીન પાકિસ્તાન પાસેથી વળતરની માંગણી કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે જુલાઈ 2021 માં, દાસુ ડેમના  પ્રોજેક્ટમાં કામ કરતા એન્જિનિયરો લઈને જતી બસ ખાઈમાં પડી ગઈ હતી. બસનો અકસ્માત વિસ્ફોટકોથી ભરેલી કાર સાથે થયો હતો. આ આતંકી હુમલામાં નવ ચીની ઇજનેરો, બે સ્થાનિક અને ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરીના બે કર્મચારીઓ સહિત કુલ તેર લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાન મીડિયાના અહેવાલ મુજબ, દસુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું કામ શરૂ કરતા પહેલા તેણે તેના 9 ચીની ઈજનેરોના મૃત્યુ માટે વળતરની માંગ કરી છે.


પાકિસ્તાનના મંત્રાલયો દ્વારા પ્રોજેક્ટ ફરી શરુ કરવાની કામગીરી :

પાકિસ્તાનના મંત્રાલયો દ્વારા પ્રોજેક્ટ ફરી શરુ કરવાની કામગીરી :

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જળ સંસાધન સચિવ ડો.શાહઝેબ ખાન બંગાશે જણાવ્યું છે કે ઇજનેરો પર હુમલા બાદ પ્રોજેક્ટમાં નાગરિક બાંધકામનું કામ ઠપ થઇ ગયું છે.ચીની નાગરિકોને વળતર આપવાના મુદ્દે ઉચ્ચ સ્તરે ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય, નાણાં મંત્રાલય, આંતરિક મંત્રાલય, જળ સંસાધન મંત્રાલય અને ચીની દૂતાવાસ વળતર પેકેજ સાથે પ્રોજેક્ટ પર કામ ફરી શરૂ કરવા માટેની કામગીરી કરી રહ્યા છે.


ચીન દ્વારા માંગવામાં આવેલું પેકેજ અતાર્કિક :

ચીન દ્વારા માંગવામાં આવેલું પેકેજ અતાર્કિક :

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, સંબંધિત મંત્રાલયોના સચિવોની બનેલી સંચાલન સમિતિ ચીનની સરકાર પાસેથી વળતરની રકમ અંગે વાટાઘાટ કરી રહી છે. અત્યારે વળતર બાબતે ચીન દ્વારા માંગવામાં આવેલું પેકેજ અતાર્કિક હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં, ઘણા મંત્રાલયો ચીની દૂતાવાસ સાથે વળતર પેકેજની ચર્ચા કરી રહ્યા છે. સચિવ જળ સંસાધનો અપેક્ષા રાખે છે કે વળતરનો મુદ્દો થોડા અઠવાડિયામાં ઉકેલાઈ જશે, અને ત્યારબાદ સાઇટ પર સિવિલ કામ ફરી શરૂ થશે.


ચીને કહ્યું વળતર વિના કામ શરૂ નહીં થાય :

ચીને કહ્યું વળતર વિના કામ શરૂ નહીં થાય :

ચીની કંપની ચાઇના ગેઝુબા ગ્રુપ કોર્પોરેશને આ ઘટના બાદ દાસુ પ્રોજેક્ટ પર કામ બંધ કરી દીધું હતું. પાકિસ્તાન સરકારની વિનંતી પર,  કંપનીએ કામ ફરી શરૂ કરવાની અને પાકિસ્તાની કામદારોને છૂટા નહીં કરવાની જાહેરાત કરી હતી. જોકે, કંપનીએ હજુ સુધી કામ ફરી શરૂ કર્યું નથી. કંપનીનું કહેવું છે કે ચીની નાગરિકોને વળતર પેકેજ અને વધુ સુરક્ષા ન મળે ત્યાં સુધી તે આગળ નહીં વધે.


પાકિસ્તાન અને ચીન વચ્ચે સંબંધો વધુ ખરાબ થવાની સંભાવના છે. આનું સૌથી મોટું કારણ પાકિસ્તાન આર્મીને નબળા ચીની લશ્કરી સાધનો આપવાનું છે. ખરેખર, પાકિસ્તાની સેનાએ કેટલાક આધુનિક લશ્કરી હથિયારોની ડિલિવરી ચીન પાસેથી લીધી હતી. પરંતુ તે એટલો ગરીબ નીકળ્યો કે સેના તેનો ઉપયોગ પણ કરી શકી નહીં. નબળી અને અવ્યવસ્થિત સર્વિસિંગના કારણે પાકિસ્તાની સેનાને તેની જાળવણીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


પાકિસ્તાન પાસેથી 285 કરોડ રૂપિયાના વળતરની માંગ :

પાકિસ્તાનના ઓલટાઇમ મિત્ર ચીને દાસુ ડેમ પ્રોજેક્ટમાં માર્યા ગયેલા ચીની ઇજનેરો માટે પાકિસ્તાન પાસેથી 285 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે. પાકિસ્તાની અખબાર બિઝનેસ રેકોર્ડરના અહેવાલ અનુસાર, અટકેલા પ્રોજેક્ટ પર કામ ફરી શરૂ કરતા પહેલા ચીન વળતર આપવા માંગે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top