ચીને ગ્લોબલ ટાઇમ્સમા ભારતનો ઉડાવ્યો મજાક!! લખ્યું કે.. જો ભારત યુદ્ધ શરૂ કરશે તો ચોક્કસ હારશે!!

ચીને ગ્લોબલ ટાઇમ્સમા ભારતનો ઉડાવ્યો મજાક!! લખ્યું કે.. જો ભારત યુદ્ધ શરૂ કરશે તો ચોક્કસ હારશે!!

10/12/2021 World

SidhiKhabar

SidhiKhabar

ચીને ગ્લોબલ ટાઇમ્સમા ભારતનો ઉડાવ્યો મજાક!! લખ્યું કે.. જો ભારત યુદ્ધ શરૂ કરશે તો ચોક્કસ હારશે!!

ભારતના(India) ચીન(China) સાથે સરહદી વિવાદ 13 રાઉન્ડની વાતચીત બાદ પણ વિવાદ ઉકેલાયો નથી. તેના કારણે બંને દેશો વચ્ચે તણાવ હજુ પણ યથાવત છે. આ દરમિયાન, ચીનનું સત્તાવાર સમાચાર પત્રક ગ્લોબલ ટાઇમ્સે ભારતનો મજાક ઉડાવે તે દર્શાવતી વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે. તેના એક લેખમાં ધમકીભર્યા અંદાજમાં ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે, નવી દિલ્હીએ એક વાત સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ કે તેમને સરહદ તે રીતે નહિ મળે જે રીતે તેઓ ઇચ્છે છે. જો ભારત યુદ્ધ શરૂ કરશે તો તે ચોક્કસ હારશે. ચીન દ્વારા કોઈપણ રાજકીય દાવપેચ અને દબાણની અવગણના કરવામાં આવશે. સમાચાર પત્રકે ચીનને ભારત સાથે ડીલ કરવા માટે બે સૂચનો આપ્યા છે. પ્રથમ, ભારત ગમે તેટલો પ્રયત્ન કરે, ચીનનો પ્રદેશ ચીનનો જ  છે અને કહ્યું આપણેન તેને ક્યારેય છોડશું નહી. બીજી વાત ધીરજ રાખવાની છે. બદલાતી પરિસ્થિતિને જોતા, ચીને કોઈપણ પ્રકારના લશ્કરી સંઘર્ષ માટે તૈયાર રહેવું જોઈએ પરંતુ શાંતિ જાળવવા માટેના પણ પોતાના શ્રેષ્ઠ પ્રયાસ કરવા જોઈએ.


ચીને કહ્યું- ભારત તકવાદી છે :

સમાચારમાં લખ્યું છે કે ભારતનું વલણ તકવાદી છે. નવી દિલ્હીને લાગે છે કે ચીનને ભારતની જરૂર છે કારણ કે બેઇજિંગ અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધો બગડ્યા છે. આવી સ્થિતિમાં બેઇજિંગ સરહદ મુદ્દે પોતાનું વલણ હળવું કરી શકે છે. પરંતુ ભારતે સમજવાની જરૂર છે કે સરહદી મુદ્દાઓ તમામ દેશોની ગરિમા સાથે સંબંધિત છે. પત્રકે કહ્યું કે સરહદ વિવાદની સાથે, ભારત ઘણીવાર અન્ય મુદ્દાઓ પર પણ ગેરવાજબી માંગણીઓ ઉઠાવે છે.


ચીને છલકાવ્યો ઘમંડ :

ચીને છલકાવ્યો ઘમંડ :

સમાચાર પત્રકમાં કહ્યું છે કે, ગલવાન ખીણમાં હિંસક સંઘર્ષ એ વાતનો પુરાવો છે કે કોઈ પણ દેશ તેની સાર્વભૌમત્વની રક્ષા કરવામાં પાછળ નહીં હટે. જો નવી દિલ્હી ચીનના દ્રઢ નિર્ણયને ઓછો ગણે છે તો તેનાથી ભારતને ઉજાગર થવાની જરૂર છે. જો ભારત લાંબા સમય સુધી સરહદ પર મડાગાંઠ જાળવી રાખે છે, તો ચીન પણ તેના માટે તૈયાર છે. ચાઇનીઝ પીપલ્સ લિબરેશન આર્મીના વેસ્ટર્ન થિયેટર કમાન્ડે એક નિવેદનમાં કહ્યું છે કે ચીને સરહદની સ્થિતિને શાંત કરવા માટે જબરદસ્ત પ્રયાસો કર્યા છે. ચીને કહ્યું છે કે ભારતે આવી ઘણી માંગણીઓ કરી છે જે વાસ્તવિક નથી. આ કારણોસર વાટાઘાટો દરમિયાન પણ મુશ્કેલીઓ સર્જાઈ હતી. પરંતુ ભારતે ઘણીવાર કહ્યું છે કે, ચીને સરહદની સ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો. ગલવાનમાં હિંસક સંઘર્ષ બાદ બંને દેશો વચ્ચે કોઈ લોહિયાળ લડાઈ થઈ નથી, પરંતુ સરહદ પર તણાવ યથાવત છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top