મુખ્યમંત્રી દ્વારા રાજ્યના ૩ નગરોના ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી અપાઈ, જાણો કયા-કયા શહેરોનો સમાવેશ

મુખ્યમંત્રી દ્વારા રાજ્યના ૩ નગરોના ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી અપાઈ, જાણો કયા-કયા શહેરોનો સમાવેશ

07/18/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

મુખ્યમંત્રી દ્વારા રાજ્યના ૩ નગરોના ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી અપાઈ, જાણો કયા-કયા શહેરોનો સમાવેશ

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા એક જ દિવસમાં રાજ્યના ત્રણ નગરોના વિકાસ નકશા-ડેવલપમેન્ટ પ્લાનના (Development Plan) ફાઈનલ નોટિફિકેશનને મંજૂરી આપવામાં આવી છે.

સરકારની અખબારી યાદીના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના મહાનગરો-નગરોના વિકાસને આયોજનબદ્ધ રીતે આગળ ધપાવી સર્વગ્રાહી શહેરી વિકાસની નેમ અન્વયે એક જ દિવસમાં ત્રણ નગરોના વિકાસ નકશા- ડેવલપમેન્ટ પ્લાનના આખરી-ફાઇનલ નોટીફિકેશનને મંજુરી આપી છે.

મુખ્યમંત્રીએ જે ત્રણ નગરોના આવા ડેવલપમેન્ટ પ્લાનના ફાયનલ નોટીફીકેશનને મંજુરી આપી છે તેમાં મહેસાણા (Mahesana), બારડોલી (Bardoli) અને ધરમપુરનો (Dharampur) સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ ઉત્તર ગુજરાતના મહત્વના શહેર મહેસાણાના વિકાસ તેમજ શહેરની આગવી ઓળખ માટેના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના સૂચનોને આવરી લઈને તૈયાર થયેલા મહેસાણા ડી.પી.ને આખરી મંજૂરી આપી છે. આ ઉપરાંત તેમણે દક્ષિણ ગુજરાતના ધરમપુર નગરના ડેવલપમેન્ટ પ્લાનના ફાઇનલ નોટીફિકેશનને પણ મંજૂર કર્યું છે.

મુખ્યમંત્રીએ બારડોલી શહેરી વિકાસ સત્તા મંડળ-બુડા અંતર્ગત બારડોલી શહેર અને આસપાસના ૧૬ ગામોના વિકાસ નકશાઓને આપેલી પ્રાથમિક મંજૂરી અને તેમાં આવેલા વાંધા-સૂચનોને ગુણવત્તાના ધોરણે ધ્યાનમાં લઈને બારડોલીના વિકાસ નકશાને પણ આખરી મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ આ ત્રણેય નગરોમાં ડેવલપમેન્ટ પ્લાનના ફાઇનલ નોટીફિકેશનને મંજૂરી આપતા હવે આવનારા બે દશક-૨૦ વર્ષ માટેનો આ શહેરોનો આયોજનબદ્ધ વિકાસ માર્ગ મોકળો થયો છે. મુખ્યમંત્રીએ આ ત્રણ નગરોના ડેવલપમેન્ટ પ્લાનના આખરી જાહેરનામાં મંજૂર કરવા સાથે જ ગાંધીનગર-ગુડા વિસ્તારની અને રાજકોટની ડ્રાફ્ટ ટી.પી.ને પણ મંજૂરી આપી છે.

તદ્દનુસાર, પાટનગર ગાંધીનગરના આયોજનની પથરેખા પર જ સાબરમતી નદીના પૂર્વ વિસ્તારની અને ગિફ્ટ સિટીની ઉતરે પાલજ, બાસણ, લવારપુર, શાહપુરની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. ૨૫ ને મંજૂરી આપવામાં આવી છે. તે સાથે જ રાજકોટની રૈયા નં. ૧ (સેકન્ડ વેરીડ)ની ડ્રાફ્ટ ટીપી પણ મંજૂર થઈ છે.

પાટનગર ગાંધીનગરની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. ૨૫ ને મંજુરી મળવાથી ગાંધીનગર મહાનગરમાં અંદાજે વધું ૩૫૦ હેક્ટર્સનો વિસ્તાર આયોજનબદ્ધ રીતે વિકસીત થશે. આ સ્કિમના પરિણામે ગાંધીનગર શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ –ગુડાને રસ્તા ઉપરાંત સામાજિક આર્થિક રીતે નબળા વર્ગોના લોકો માટે ૩.૫૦ હેક્ટર્સ, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ૧૭ હેક્ટર, બાગ-બગીચા તેમજ ખુલ્લી જગ્યા માટે ૧૦ હેક્ટર જમીન સંપ્રાપ્ત થશે.

એટલુ જ નહીં, રહેણાક-વાણિજ્યિક વેચાણના હેતુ માટે ૩૮.૬૬ હેક્ટર જમીન પ્રાપ્ત થશે. ગાંધીનગરના શહેરીજનોને આના પરિણામે વધુ સુવિધાઓ ઉપલબ્ધ બનશે, મુખ્યમંત્રીએ શહેરી વિકાસ આયોજનને વધુ સુદ્રઢ અને સમયબદ્ધ બનવવા આવી ડી.પી ટી.પી ની મંજૂરીની કામગીરી વેગવંતી બનાવવા વિભાગના અધિકારીઓને સૂચનાઓ પણ આપી હોવાનું જણાવવામાં આવ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top