વડોદરાના સાવલીમાં ગરબા બાદ સાંપ્રદાયિત તણાવ સર્જાયો, પોલીસે 40 લોકોની ધરપકડ કરી

વડોદરાના સાવલીમાં ગરબા બાદ સાંપ્રદાયિત તણાવ સર્જાયો, પોલીસે 40 લોકોની ધરપકડ કરી

10/04/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

વડોદરાના સાવલીમાં ગરબા બાદ સાંપ્રદાયિત તણાવ સર્જાયો, પોલીસે 40 લોકોની ધરપકડ કરી

ગુજરાતના વડોદરામાં ગરબા બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જે બાદ તંગદિલીનો માહોલ સર્જાયો છે. ઘટના સાવલીની છે જ્યાં બે જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો, જેની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને 40 લોકોની ધરપકડ કરી હતી. સાથે જ આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


જણાવવામાં આવી રહ્યું છે કે

જણાવવામાં આવી રહ્યું છે કે

જણાવવામાં આવી રહ્યું છે કે નવરાત્રી પર્વ દરમિયાન ગરબા રમવા ગયેલા એક સમુદાયના 150 થી 200 લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો જે બાદ બંને જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો જેમાં અનેક વાહનોને નુકસાન થયું હતું.  આ સમગ્ર મામલામાં પોલીસે અત્યાર સુધીમાં 40 લોકોની ધરપકડ કરી છે. સાથે જ આ મામલે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.

 


 વડોદરા ગ્રામ્ય પોલીસ અધિકારી પી.આર.પટેલના જણાવ્યા અનુસાર, મુસ્લિમોનો તહેવાર આવવાનો છે, જેને લઈને કેટલાક સ્થાનિક લોકોએ મંદિરની નજીક આવેલા પોલ પર ધાર્મિક ઝંડા બાંધ્યા હતા. હિન્દુ સમાજના લોકોએ તેની સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top