‘લૂંટેરી દુલ્હન’ પોલીસના ફંદામાં ફસાશે? રાજકોટના લગ્ન વાંચ્છુક યુવાને પોલીસ ફરિયાદ કરી

‘લૂંટેરી દુલ્હન’ પોલીસના ફંદામાં ફસાશે? રાજકોટના લગ્ન વાંચ્છુક યુવાને પોલીસ ફરિયાદ કરી

07/03/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

‘લૂંટેરી દુલ્હન’ પોલીસના ફંદામાં ફસાશે? રાજકોટના લગ્ન વાંચ્છુક યુવાને પોલીસ ફરિયાદ કરી

રાજકોટ: પરપ્રાંતિય યુવતિઓ સાથે લગ્ન કરાવી આપવાના બહાને રૂપિયા પડાવતી ટોળકીના મુખ્ય ભેજાબાજ સુરતના દિનેશ વાળા અને ગીતા સોની તેમજ ભાગી જનાર યુવતી અને તેની માસી સામે ગુનો નોંધવા માટે ફરિયાદ ઉઠી છે. જેમાં મોરબી રોડ પર જમના પાર્કમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા જતિન અરવિંદભાઇ ધોળકીયા (ઉ.વ.31)એ પોલીસ કમિશ્નર સમક્ષ રજૂઆત કરી છે.

ફરિયાદી તરફથી જણાવવામાં આવ્યું હતું કે તેમની ઉમર મોટી થતા જ્ઞાતિમાં કયાંય લગ્ન ન થતા હોવાથી સગા-વ્હાલામાં વાતચીત  કરતા એક સંબંધીએ સુરતની વર્ષા સોસાયટીમાં રહેતા દિનેશ બાબુભાઇ વાળા અને ગીતા સુરેશ સોનીનો સંપર્ક કરાવી આપ્યો હતો. આ લોકો છોકરીઓની દલાલી કરતાં હતા અને તેમણે તેમને કહ્યું હતું કે મહારાષ્ટ્રના ગામડાઓમાં રહેતી ગરીબ પરિવારની દિકરીઓ તમારી સાથે લગ્ન કરી શકે છે. પરંતુ તેમના પરિવારને દોઢ લાખ રૂપિયા આપવાના થશે.

ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે અમને યુવતીઓના ફોટા વોટ્સએપ ઉપર મોકલ્યા હતા. જેમાંથી એક યુવતીનો ફોટો તેમને પસંદ પડતા વાતચીત કરતા જેથી દિનેશ અને ગીતાએ કહ્યું હતું કે સુરત રહેતા યુવતીના માસી મીના પવાર સાથે વાત કરી આગળનું આયોજન ગોઠવી દઈશું જેથી આ યુવતી અને તેના માસી રાજકોટ ખાતે આવી મળ્યા હતા. ત્યારબાદ યુવતીએ પણ લગ્ન માટે સંમતિ આપતા ગત આઠમી ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે લગ્ન કરાર કર્યા હતા અને આરોપીઓને રૂા. 1.50 લાખ આપ્યા હતા. ફરીયાદીએ આ રૂપિયા તેઓ જ્યાં કામ કરતા હતા ત્યાંથી ઉછીના લાવીને આપ્યા હોવાનું જણાવ્યું છે.

તા.9-2-2021ના રોજ યુવતીએ ‘અમે પહેરલ કપડે આવ્યા છીએ’ એમ કહેતા કપડા લેવા બજારમાં ખરીદી કરવા ગયા ત્યારે આ યુવતી નજર ચુકવી ગુમ થઇ ગઇ હતી. જેની જાણ અમે દિનેશ, ગીતા અને મીનાબેનને કરતા તેમણે યુવતી આવી નથી તેમ જણાવ્યું હતું. ત્યારબાદ એક બે દિવસ બાદ આ લોકોએ કહ્યું હતું કે, યુવતી અમારી પાસે આવી ગઇ છે અમે તેને રાજકોટ લાવવા સમજાવી રહ્યા છીએ પરંતુ થોડા દિવસો બાદ પણ પરત નહીં આવતા દિનેશભાઇને ફોન કરતા તેમણે કહી દીધું હતું કે ‘હવે રૂપિયા પણ પરત નહીં મળે અને યુવતી પણ પાછી રાજકોટ નહીં આવે’. આ ટોળકીએ લગ્નવાંચ્છુક ચારેય યુવનોને શિકાર બનાવ્યાનું જાણવા મળે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top