કોરોનાના કુલ કેસમાંથી અડધાથી વધુ કેસ એક જ રાજ્યમાં : રાજ્ય સરકારે 2 દિવસ લોકડાઉન લાગુ કર્

કોરોનાના કુલ કેસમાંથી અડધાથી વધુ કેસ એક જ રાજ્યમાં : રાજ્ય સરકારે 2 દિવસ લોકડાઉન લાગુ કર્યું

07/29/2021 National

SidhiKhabar

SidhiKhabar

કોરોનાના કુલ કેસમાંથી અડધાથી વધુ કેસ એક જ રાજ્યમાં : રાજ્ય સરકારે 2 દિવસ લોકડાઉન લાગુ કર્

કેરળ: દેશમાં હાલ દરરોજ જેટલા કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે જેમાંથી 50 ટકાથી વધુ કેસ માત્ર કેરળ (Kerala) રાજ્યમાંથી જ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 22,129 કેસ સામે આવ્યા હતા. જે 29 મે બાદ એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.

વધતા કોરોના કેસને લઈને કેરળ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવા માટેનો નિર્ણય લીધો છે. આ પહેલા રાજ્યમાં 24 અને 25 જુલાઈએ સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 43,509 નવા કોરોના કેસ નોંધાયા છે. જેમાંથી કેરળમાં સૌથી વધુ 22,056 નવા કેસ નોંધાયા છે, જે સમગ્ર દેશમાં નોંધાયેલા કુલ કેસોનો 50 ટકા છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારની ચિંતા વધવા માંડી છે. કોરોનાની ત્રીજી લહેરને લઈને પણ સરકાર ઉપર દબાણ વધવાનું શરૂ થયું છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર સતત રાજ્ય સરકારના સંપર્કમાં છે.

ગતરોજ બુધવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ, 80 % ટકા કેસ કેરળ, મહારાષ્ટ્ર અને ઉત્તર-પૂર્વ રાજ્યોમાં નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, વધતા સંક્રમણ પાછળ કેરળની 66 % વસ્તીનું અતિસંવેદનશીલ હોવું, કંટેન્મેન્ટ સ્ટ્રેટેજીમાં ઘટાડો, સંક્રમણ વધવાને લઈને કેરળમાં રિપ્રોડક્શન રેટ 1.2 ટકા હોવો વગેરે જેવા કારણો જવાબદાર છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે 22 જિલ્લાઓ એવા છે જ્યાં છેલ્લા 4 અઠવાડિયાથી કોરોનાના કેસ વધી રહ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તાજેતરમાં જ કેરળમાં જોવા મળેલી ‘સુપર સ્પ્રેડર ઇવેન્ટ્સ’ પર કેરળ સરકારને જણાવ્યું હતું કે કોરોના માર્ગદર્શિકાઓનું યોગ્ય રીતે પાલન કરવાની જરૂર છે. રાજ્યમાં સામૂહિક અને સામાજિક મેળાવડાની માર્ગદર્શિકાને કડક અમલ કરવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે ઈદના તહેવાર ઉપર કેરળ સરકારે પ્રતિબંધોમાં છૂટછાટો આપવાની ઘોષણા કરી હતી. જેને લઈને વિવાદ પણ થયો હતો. આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો પરંતુ કેસની સુનાવણી થાય ત્યાં સુધીમાં તહેવાર પૂરો પણ થઇ ગયો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે સરકારને ફટકાર લગાવતા આવી છૂટછાટો ન આપવા કહ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top