પ્લેનના પૈંડા પાસે બેસીને જીવલેણ સફર પૂરી કરી : લેન્ડિંગ બાદ કર્યો હોસ્પિટલમાં દાખલ

પ્લેનના પૈંડા પાસે બેસીને જીવલેણ સફર પૂરી કરી : લેન્ડિંગ બાદ કર્યો હોસ્પિટલમાં દાખલ

11/29/2021 World

SidhiKhabar

SidhiKhabar

પ્લેનના પૈંડા પાસે બેસીને જીવલેણ સફર પૂરી કરી : લેન્ડિંગ બાદ કર્યો હોસ્પિટલમાં દાખલ

દુનિયાના દરેક વ્યક્તિનું સપનું હોય છે કે એક દિવસ હવાઈ મુસાફરી કરે. પરંતુ કેટલાક લોકો એવી મુસાફરી કરે છે, જેમાં તેમનું જીવ જોખમમાં હોય છે. હાલમાં જ એક વ્યક્તિએ આવી યાત્રા કરી છે. વાસ્તવમાં એક અમેરિકન વ્યક્તિએ પ્લેનના લેન્ડિંગ ગિયર પાસે બેસીને મુસાફરી કરી હતી. પ્લેન લેન્ડ થતાંની સાથે જ એરપોર્ટ સ્ટાફને લેન્ડિંગ ગિયર (Landing Gear) પર બેઠેલા વ્યક્તિને જોઈને આશ્ચર્ય થયું.


વાસ્તવમાં આ ઘટના અમેરિકન એરલાઈન્સ તરફથી સામે આવી છે. 'ન્યૂયોર્ક ટાઈમ્સ'માં છપાયેલા અહેવાલ મુજબ ગ્વાટેમાલા (Guatemalan)થી મિયામી (Miami) જતી ફ્લાઈટમાં આ વ્યક્તિ પ્લેનની અંદર નહીં પણ પ્લેનના લેન્ડિંગ ગિયરમાં બેઠો હતો. જ્યારે તે બેઠો ત્યારે લોકો તેને જોઈ શક્યા નહિ. એટલું જ નહીં, પ્લેન લગભગ બે કલાક અને 30 મિનિટ સુધી હવામાં રહ્યું અને તે ત્યાં જ બેસી રહ્યો.

આશ્ચર્યની વાત એ છે કે તે વ્યક્તિ ત્યાંથી હટ્યો નહીં. મિયામીમાં પ્લેન લેન્ડ થતાની સાથે જ લોકો નીચે ઉતરવા લાગ્યા અને એરપોર્ટ સ્ટાફ કામે લાગી ગયો. ત્યારે અચાનક એક કર્મચારીની નજર તે વ્યક્તિ પર પડી. આ માણસ લેન્ડિંગ ગિયર પર સંકોચાઈને બેઠો હતો. બે કર્મચારીઓએ તેને ત્યાંથી બચાવ્યો અને હોસ્પિટલ લઈ ગયા, તેની હાલત સારી હોવાનું કહેવાય છે.


ગ્વાટેમાલાથી મિયામી સુધીની સફર પૂરી કરવામાં પ્લેનને લગભગ બે કલાક અને 30 મિનિટનો સમય લાગ્યો હતો. ત્યાં સુધી આ વ્યક્તિ લેન્ડિંગ ગિયર પાસે હવામાં બેઠો હતો. મોટાભાગના લોકોને આશ્ચર્ય થાય છે કે આ વ્યક્તિ કેવી રીતે બચી ગયો. વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "મિયામી એરપોર્ટ પર એક 26 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જે ગ્વાટેમાલાથી આવતા વિમાનના લેન્ડિંગ ગિયર બોક્સમાં હાજર હતો."

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એરપોર્ટના કર્મચારીઓ પ્લેન લેન્ડ થયા બાદ વ્યક્તિને લેન્ડિંગ ગિયરમાંથી હટાવતા જોઈ શકાય છે. આવી યાત્રામાં કોઈ વ્યક્તિ વાતાવરણના દબાણને કારણે પોતાનો જીવ ગુમાવે છે અને જો કોઈ બચી જાય તો પણ લેન્ડિંગ સમયે તેનો જીવ જોખમમાં રહે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગ્વાટેમાલાથી મિયામી પહોંચવામાં પ્લેનને લગભગ બે કલાક અને 30 મિનિટનો સમય લાગ્યો હતો. ત્યાં સુધી આ વ્યક્તિ 33,000 ફૂટની ઉંચાઈ પર લેન્ડિંગ ગિયર પાસે બેઠો હતો. આ વ્યક્તિની તસવીરો સામે આવતા જ લોકો ચોંકી ગયા કે તે કેવી રીતે બચી ગયો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top