પાર્ટીના પ્રદર્શનથી વરિષ્ઠ નેતા નારાજ? કોંગ્રેસ નેતાએ કહ્યું, ‘મને નથી લાગતું કે પાર્ટી 300 બેઠ

પાર્ટીના પ્રદર્શનથી વરિષ્ઠ નેતા નારાજ? કોંગ્રેસ નેતાએ કહ્યું, ‘મને નથી લાગતું કે પાર્ટી 300 બેઠકો જીતશે’

12/02/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

પાર્ટીના પ્રદર્શનથી વરિષ્ઠ નેતા નારાજ? કોંગ્રેસ નેતાએ કહ્યું, ‘મને નથી લાગતું કે પાર્ટી 300 બેઠ

નવી દિલ્હી: એક તરફ જ્યાં કોંગ્રેસ પાર્ટી વર્ષ 2024 ની લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓમાં લાગેલી છે ત્યારે પાર્ટીના જ એક વરિષ્ઠ નેતાએ પાર્ટીના પ્રદર્શનને લઈને નિરાશાજનક વાત કહી છે. તેમણે કહ્યું કે, જો આવી જ સ્થિતિ રહી તો મને નથી લાગતું કે 2024 ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 300 બેઠકો પણ જીતી શકશે. 

આ શબ્દો વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદના છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાં આ નિવેદન આપ્યું હતું. આઝાદે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં માત્ર સુપ્રીમ કોર્ટ અથવા કેન્દ્ર સરકાર જ કલમ 370ને પુનઃસ્થાપિત કરી શકે છે. હાલ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. ભાજપ શાસિત કેન્દ્ર સરકારે કલમ 370 નાબૂદ કરી છે, તેથી તે તેને પુનઃસ્થાપિત કરશે નહીં. તેઓ પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી વિસ્તારમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા.


તેમણે કહ્યું, ‘હું લોકોને ખુશ કરવા માટે વાત નહીં કરું. તે આપણા હાથમાં નથી. હું તમને ખોટા વચનો આપું, કલમ 370ની વાત કરું, તે યોગ્ય નથી. કલમ 370 માત્ર લોકસભામાં બહુમતી ધરાવતી સરકાર જ પુનઃસ્થાપિત કરી શકે છે. સરકાર બનાવવા માટે 300 સાંસદોની જરૂર છે. સરકાર બનાવવા માટે અમારી પાસે 300 સાંસદો ક્યારે હશે? તેથી, હું કલમ 370 પુનઃસ્થાપિત કરવાનું વચન આપી શકતો નથી કે જો 2024માં અમારી પાસે 300 સાંસદો હશે, તો અમે કલમ નાબૂદ કરીશું. અલ્લાહ કરે કે 300 બેઠકો આવે, પણ હમણાં મને તે શક્ય લાગતું નથી. તેથી હું કોઈ ખોટા વચનો નહીં આપું કે કલમ 370 વિશે વાત નહીં કરું.’

જમ્મુ અને કાશ્મીરના પુંછ અને રાજૌરીની મુલાકાત દરમિયાન ગુલામ નબી આઝાદે હાલમાં જ કહ્યું હતું કે કલમ 370 વિશે વાત કરવી અપ્રસ્તુત છે. તેમણે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળે અને વહેલી વિધાનસભાની ચૂંટણીઓ થાય તેવી માગ ઉઠાવી હતી. 


આઝાદની ગણતરી G-23 સમૂહમાં થાય છે

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદની ગણતરી G-23 નેતાઓમાં થાય છે. આ એ નેતાઓનો સમૂહ છે જેમણે ગયા વર્ષે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાં ધરમૂળથી ફેરફાર લાવવાની વાત કહી હતી. આ ઉપરાંત તેમણે કાશ્મીરમાં એક રેલીનું આયોજન કર્યું હતું જેમાં કહ્યું હતું કે તેઓ એ જ કરશે જે રાજ્યના લોકો ચાહે છે, ત્યારબાદ તેમને કોંગ્રેસની અનુશાસનાત્મક કાર્યવાહી સમિતિમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top