કોંગ્રેસ એમએલએ ગેનીબેન ઠાકોર 'પોલીસગીરી'માં; રાત્રે ત્રણ વાગ્યે જાહેરમાં રેડ પાડી બુટલેગરને ઝડપ

કોંગ્રેસ એમએલએ ગેનીબેન ઠાકોર 'પોલીસગીરી'માં; રાત્રે ત્રણ વાગ્યે જાહેરમાં રેડ પાડી બુટલેગરને ઝડપી લીધો

03/19/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

કોંગ્રેસ એમએલએ ગેનીબેન ઠાકોર 'પોલીસગીરી'માં; રાત્રે ત્રણ વાગ્યે જાહેરમાં રેડ પાડી બુટલેગરને ઝડપ

ગુજરાત:  ગુજરાત રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ છે હોવા છતાં દરરોજ મોટી માત્રામાં દારૂ ઝડપાઈ રહ્યો છે. વિપક્ષ સહિત લોકોનો દાવો છે કે પ્રતિબંધ હોવા છતાં તેનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દારૂબંધીના મુદ્દે કઠોર વલણમાં જોવા મળી રહ્યા છે. ગેનીબેન ઠાકોરે કોતરવાડા કેનાલ પાસે રાત્રે 3 વાગ્યે જાહેરમાં રેડ પાડી દારૂના જથ્થા સાથે ભાભરના બુટલેગરને પણ ઝડપી લીધો હતો.


15મી માર્ચે વિધાનસભામાં બુટલેગરોના નામની જાહેરાત બાદ હવે ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતે જ  બુટલેગરોને ખુલ્લા પાડવાનું શરૂ કર્યું છે. તેમણે રાત્રે ત્રણ વાગ્યે ભાભરથી કોતરવાડા કેનાલ રોડ પર  પીકઅપમાં થઇ રહેલી મોટા જથ્થામાં દારૂની હેરાફેરીને પકડી પાડી હતી. આ જનતા રેડમાં ગેનીબેન ઠાકોર સાથે તે વિસ્તારના સ્થાનિક લોકો પણ જોડાયા હતા.


આ જનતા રેડનો વિડીયો વાઈરલ કર્યા બાદ ધારાસભ્ય ગેલીબેન ઠાકોરે જણાવ્યું હતું કે આજ પછી કોઈએ પણ બનાસકાંઠા જીલ્લાના યુવાનોને નશાકારક પદાર્થ દ્વારા બરબાદ કરવાનું વિચારશે તો તેમને પણ આ જ રીતે પાઠ ભણાવવામાં આવશે. ત્યારબાદ સરકાર તેમજ પોલીસતંત્ર પર આક્ષેપ લગાવતા તેમને જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી તેમજ જીલ્લા પોલીસ પણ હાથ પર હાથ ધરી બેથી છે તેમજ પોલીસ પર પણ બુટલેગરો સાથે મળેલી હોવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ તેમને કહ્યું હતું કે રાજસ્થાનની સરહદમાંથી બનાસકાંઠામાં બુટલેગરોદ્વારા મોટાપાયે દારૂની હેરાફેરી થઇ રહી છે.


ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં દારૂની હેરાફેરી અંગેની ફરિયાદ રજૂ કરી હતી અને ગુજરાતના ગૃહમંત્રીએ આશ્વાસન આપ્યું કે તેઓ આ વિષય પર પગલા લેશે છતાં રાજ્યમાં દારૂની હેરાફેરી વધી રહી છે. તેમણે પોલીસ તેમજ સરકાર પણ પ્રહાર કરતા કહ્યું હતું કે કોણ બચાવી રહ્યું છે બુટલેગરોને? જીલ્લાના પોલીસ અધિકારીઓ અથવા રાજ્યનાં મોટાં માથાંના નેતાઓ. વિધાનસભામાં ચર્ચા થયા બાદ પણ બુટલેગરોનો ત્રાસ વધતો જ જાય છે. રાજ્યના ગૃહમંત્રીણે વિનંતી કરતા જણાવે છે કે રાજ્યમાં બેફામ બુટલેગરો છે અને તેમને પોલીસ તરફથી રહેમ પણ મળી રહી છે તેથી આ અંગે જરૂરી પગલા લેવા જોઈએ.


વિધાનસભામાં નામોનો ઉલ્લેખ કરતા ગેનીબેને ભાભરના સભ્ય ધવલસિંહ રાઠોડ, વિનુ સિંધી તેમજ સંજુભા રાઠોડ પર દારૂની હેરાફેરી કરવાનો આરોપ મુકતા જણાવ્યું હતું કે ભાભર અને તેની આસપાસના વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થઇ છે જેમાં ભાજપના સભ્યો પણ સામેલ છે અને તેથી જ પોલીસ પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરી શકતી નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top