પંજાબમાં કોંગ્રેસે ઉમેદવારોનું પહેલું લિસ્ટ બહાર પાડ્યું : સિદ્ધુ-ચન્ની આ બેઠકો પરથી લડશે

પંજાબમાં કોંગ્રેસે ઉમેદવારોનું પહેલું લિસ્ટ બહાર પાડ્યું : સિદ્ધુ-ચન્ની આ બેઠકો પરથી લડશે

01/15/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

પંજાબમાં કોંગ્રેસે ઉમેદવારોનું પહેલું લિસ્ટ બહાર પાડ્યું : સિદ્ધુ-ચન્ની આ બેઠકો પરથી લડશે

પોલિટીકસ ડેસ્ક: જેમ જેમ દિવસો વીતી રહ્યા છે તેમ દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીનો માહોલ વધુ જામી રહ્યો છે. ખાસ કરીને બે મોટા રાજ્યો પંજાબ અને ઉત્તર પ્રદેશ ઉપર આખા દેશની નજર છે. ઉત્તર પ્રદેશમાં આજે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી, જેમાં સીએમ યોગી આદિત્યનાથ ગોરખપુર બેઠક પરથી લડશે તે નક્કી થઇ ગયું છે. 

બીજી તરફ, પંજાબમાં કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. બે દિવસ પહેલા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી, જેમાં ઉમેદવારોના નામ નક્કી થયા હતા. આજે કુલ 117 બેઠકો પૈકી 86 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી ચરણજીત સિંઘ ચન્ની તેમજ નવજોત સિંઘ સિદ્ધુના નામ પણ સામેલ છે. 


ચરણજીત સિંઘ ચન્ની પોતાની જ બેઠક પરથી લડશે

જાણવા મળ્યા અનુસાર, ચરણજીત સિંઘ ચન્ની ચમકૌર સાહિબથી ચૂંટણી લડશે તો નવજોત સિંઘ સિદ્ધુ અમૃતસર બેઠક પરથી ઉમેદવારી કરશે. ચમકૌર સાહિબ ચન્નીની પરંપરાગત બેઠક રહી છે. વર્ષ 2007 થી તેઓ આ બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે. જયારે સિદ્ધુ પણ અમૃતસર બેઠક પરથી હાલ ધારાસભ્ય છે. 


સિદ્ધુ અમૃતસર બેઠક પરથી લડશે, આ જ બેઠક પરથી લડવા તેમણે ભાજપ છોડી હતી

નવજોત સિંઘ સિદ્ધુ વર્ષ 2004 માં અમૃતસર લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી લડીને ચૂંટાયા હતા. જોકે, ત્યારબાદ વર્ષ 2006 માં તેમણે રાજીનામુ ધરી દીધું હતું. ત્યારબાદ વર્ષ 2007 માં પેટાચૂંટણી અને 2009 માં લોકસભા ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 2014 માં યોજાયેલી લોકસભા બેઠકમાં તેમને પાર્ટીએ ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો અને તેમને સ્થાને સ્વ. અરૂણ જેટલીને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારબાદ તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા પરંતુ વરસ 2016 માં પાર્ટી છોડીને 2017 માં કોંગ્રેસમાં જોડાયા હતા.

નવજોત સિંઘ સિદ્ધુએ અમૃતસર બેઠક પરથી લડવા માટે ભારતીય જનતા પાર્ટી છોડી હતી, અને વર્ષ 2017 માં કોંગ્રેસમાં જોડાયા બાદ તેઓ અમૃતસર બેઠક પરથી જ લડીને જીત્યા હતા અને કેપ્ટન અમરિંદર સિંઘ સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા હતા. જોકે, 2019 માં તેમણે રાજીનામુ ધરી દીધું હતું. 


બે દિવસ પહેલા પાર્ટીની બેઠક યોજાઈ હતી

આ પહેલા પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પંજાબ કોંગ્રેસના નેતાઓ તેમજ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. સૂત્રો અનુસાર, આ બેઠકમાં પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા થઇ હતી તો મુખ્યમંત્રીના નામ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જોકે, પાર્ટીએ હજુ સુધી સીએમ પદના ઉમેદવારની જાહેરાત કરી હતી. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top