'લટકે ઝટકે દિખાકે ચલી જાતી હૈ' કોંગ્રેસના નેતાએ સ્મૃતિ ઇરાની વિશે કરી અભદ્ર ટિપ્પણી, સ્મૃતિએ પણ

'લટકે ઝટકે દિખાકે ચલી જાતી હૈ' કોંગ્રેસના નેતાએ સ્મૃતિ ઇરાની વિશે કરી અભદ્ર ટિપ્પણી, સ્મૃતિએ પણ આપ્યો જવાબ

12/20/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

'લટકે ઝટકે દિખાકે ચલી જાતી હૈ' કોંગ્રેસના નેતાએ સ્મૃતિ ઇરાની વિશે કરી અભદ્ર ટિપ્પણી, સ્મૃતિએ પણ

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર અભદ્ર ટિપ્પણી કરનાર કોંગ્રેસ નેતા અજય રાય પોતાની વાત પર મક્કમ છે. મંગળવારે, તેમણે કહ્યું કે તે તેના નિવેદન માટે માફી માંગશે નહીં કારણ કે તેણે જે પણ કહ્યું તે તેની બોલચાલની ભાષા છે. જો તેમાં કંઈ ખોટું નથી કહ્યું તો શા માટે માફી માંગવી જોઇએ. રાયે સ્મૃતિ ઈરાની વિશે કહ્યું હતું કે તે પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં આવે છે અને 'લટકે-ઝટકે' બતાવીને જતી રહે છે. ઈરાનીએ પણ આનો વળતો પ્રહાર કર્યો અને અજય રાયનું નામ લીધા વિના તેમને મહિલા વિરોધી ગણાવ્યા.


કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અજય રાયે ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે તેઓ તેમના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં આવે છે અને લટકા ઝટકા દેખાડીને જતી રહે છે. તેમના કાર્યકાળમાં અમેઠીની જનતાને કંઈ મળ્યું નથી. એમ કહીને રાયે દાવો કર્યો કે ગાંધી પરિવારના ઘણા સભ્યોએ અમેઠીની સેવા કરી છે અને પરિવાર ત્યાંથી ખસે નહીં. રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે અને જીતશે.


અજય રાયના નિવેદનને લઈને વિવાદ ઉભો થયો હતો. ભાજપના નેતાઓએ અજય રાય સામે મોરચો ખોલ્યો હતો. સ્મૃતિ ઈરાનીએ પણ તેમના પર થયેલા હુમલાને લઈને રાયની ઝાટકણી કાઢી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું, સાંભળ્યું કે રાહુલ ગાંધીજી, તમે 2024માં અમેઠીથી તમારા એક પ્રાંતીય નેતા પાસેથી અભદ્ર રીતે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તો શું હું ખાતરીપૂર્વક કહી શકું કે તમે અમેઠીમાંથી ચૂંટણી લડશો? શું તમે બીજી સીટ પર ભાગશો તો નહીં? તમને ડર તો નહીં લાગે ને? તેમણે આગળ લખ્યું કે તમારે અને મમ્મીજીને તમારા મહિલા વિરોધી ગુંડાઓ માટે નવા સ્પીચ રાઈટરની જરૂર છે.


આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ નોંધ લીધી છે અને અજય રાયને હાજર થવા અને પોતાનો પક્ષ રાખવા માટે સમન્સ પાઠવ્યું છે. અજય રાય વિરૂદ્ધ કેસ પણ દાખલ કરાયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top