ઇટલીથી આવેલી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં 179 માંથી 125 મુસાફરો પોઝીટિવ આવતા હડકંપ

ઇટલીથી આવેલી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં 179 માંથી 125 મુસાફરો પોઝીટિવ આવતા હડકંપ

01/06/2022 National

SidhiKhabar

SidhiKhabar

ઇટલીથી આવેલી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં 179 માંથી 125 મુસાફરો પોઝીટિવ આવતા હડકંપ

વિશ્વના અનેક દેશોમાં કોરોનાની સ્થિતિ વિકટ બની રહી છે, બીજી તરફ ભારતમાં પણ કેસમાં જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે.વિશ્વભરમાં કોરોનાના કુલ 29 કરોડ 84 લાખ 9 હજાર 625 કેસ નોંધાયા છે તો મૃત્યુઆંક 54 લાખ 84 હજાર 275 ઉપર પહોંચ્યો છે. અમેરિકા, ફ્રાંસ, બ્રિટન અને ઇટલી જેવા દેશોમાં કોરોનાએ ફરીથી કહેર વર્તાવવાનો શરૂ કરી દીધો છે. ત્યારે આજે ઇટલીથી અમૃતસર આવેલી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં એકસાથે 125 મુસાફરો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.


વિમાનમાં કુલ 179 મુસાફરો હાજર હતા, જેમાંથી સવા સો લોકો કોરોના પોઝીટિવ હોવાનું જાણવા મળ્યું હતું. હાલ તમામને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે,ચાર્ટર પ્લેન UU-661 માં કુલ 179 મુસાફરો સવાર હતા.જે બુધવારે લગભગ 1.30 વાગ્યે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇટાલી જોખમ ધરાવતા ટોપ ટેન દેશોમાંનો એક હોવાથીકોરોના પ્રોટોકોલ હેઠળ 160 મુસાફરોનું કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 125 કોરોના સંક્રમિત હોવાનું જણાયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાકીના મુસાફરોમાં 19 બાળકો હતા, જેમને નિયમો અનુસાર કોરોના ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવી હતી.


વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો

વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો

માહિતી અનુસાર, ગુરુવારે જ્યારે આ મુસાફરોનો RT-PCRરિપોર્ટ કરાવવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે, 179 મુસાફરોમાંથી 125 મુસાફરો કોરોનાથી સંક્રમિત છે. આટલી મોટી સંખ્યામાં કોરોના સંક્રમિતોની સંખ્યાને કારણે વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. એરપોર્ટ ડાયરેક્ટર વીકે સેઠે જણાવ્યું કે, વહીવટીતંત્રના નિર્દેશો પર તમામ કોરોના સંક્રમિત મુસાફરોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ઉપરાંત, ઓમિક્રોન (Omicron) વેરિઅન્ટના પરીક્ષણ માટે તમામ મુસાફરોના સેમ્પલ મોકલવામાં આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top