દેશમાં હજુ પણ કોરોનાના કેસ 3 લાખની આસપાસ, આ રાજ્યોમાં કેસ વધુ

દેશમાં હજુ પણ કોરોનાના કેસ 3 લાખની આસપાસ, આ રાજ્યોમાં કેસ વધુ

01/27/2022 National

SidhiKhabar

SidhiKhabar

દેશમાં હજુ પણ કોરોનાના કેસ 3 લાખની આસપાસ, આ રાજ્યોમાં કેસ વધુ

નેશનલ ડેસ્ક: ભારતમાં કોરોના રોગચાળાને લઈને સ્થિતિ હજુ પણ નિયંત્રણમાં નથી. હજુ પણ કોરોનાથી સંક્રમિત નવા કેસોની સંખ્યા 3 લાખની આસપાસ છે. રાહતની વાત એ છે કે જ્યાં થોડા દિવસો પહેલા કોરોનાના 3 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા હતા ત્યાં હવે આ આંકડા ઘટીને 3 લાખથી ઓછા થઈ ગયા છે. જોકે, કોરોનાથી મૃત્યુ પામેલ લોકોની સંખ્યા 500થી ઉપર છે.


સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,86,384 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન દેશભરમાં 573 કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,06,357 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે અત્યાર સુધીમાં સ્વસ્થ થયેલા લોકોની કુલ સંખ્યા 3,76,77,328 થઈ ગઈ છે.  

હાલમાં દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા: 22,02,472
દૈનિક પોઝિટિવિટી દર: 19.59%
કોરોનાનો રિકવરી રેટ: 93.33%


દૈનિક પોઝિટિવિટી દર વધ્યો

દૈનિક પોઝિટિવિટી દર વધ્યો

ડેટા અનુસાર, દેશમાં પોઝિટિવિટી દર 16 ટકાથી વધીને 19.5 ટકા થઈ ગયો છે. તેમજ નવા કેસ આવ્યા પછી અત્યાર સુધીમાં કુલ 4,03,71,500 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 4,91,700 લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 14 લાખ 62 હજાર 261 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. દેશમાં અત્યાર સુધી કરાયેલા કુલ કોરોના ટેસ્ટની વાત કરીએ તો 72 કરોડ 21 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે.


દેશના અન્ય રાજ્યોની સ્થિતિ

કોરોના વાયરસ દેશના ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તબાહી મચાવી રહ્યો છે. પહેલા તે દિલ્હીમાં ઝડપથી વધ્યો અને ત્યારબાદ ક્રમશ: ઘટ્યો. પરંતુ હવે કોરોના દક્ષિણના રાજ્યોમાં પ્રભુત્વ જમાવી રહ્યો છે. કેરળ અને કર્ણાટકમાં કોરોના વાયરસ રોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે. જેમાં દરરોજ લગભગ 50 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે. આ દિવસોમાં આ બંને રાજ્યોમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 35,756 નવા કેસ નોંધાયા હતા અને રોગચાળાને કારણે 79 દર્દીઓના મોત થયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top