વિશ્વમાં 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ : અમેરિકા,ફ્રાંસ, યુકેમાં 15 લાખ કેસ નોંધાયા, 700

વિશ્વમાં 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ : અમેરિકા,ફ્રાંસ, યુકેમાં 15 લાખ કેસ નોંધાયા, 7000 મોત

12/30/2021 World

SidhiKhabar

SidhiKhabar

વિશ્વમાં 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ : અમેરિકા,ફ્રાંસ, યુકેમાં 15 લાખ કેસ નોંધાયા, 700

વર્લ્ડ ડેસ્ક: કોરોના ફરી એકવખત ગાંડોતૂર બની ગયો છે. નવા વેરિયન્ટ ઓમિક્રોનના કારણે દુનિયાભરમાં ફરીથી કેસમાં ભારે ઉછાળો આવ્યો છે. દુનિયાભરમાં 24 કલાકમાં 15 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે અને 7 હજારથી વધુ લોકોના મોત થયા છે. દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) પણ ચેતવણી આપી હતી કે ઓમિક્રોનનું વધુ સંક્રામક હોવું સુનામી લાવી રહ્યું છે. 


WHO ચીફ ટેડ્રોસ ગેબ્રેયસસે (Tedros Gabrias) કહ્યું કે, ગયા સપ્તાહની સરખામણીમાં આ અઠવાડિયે નવા કેસોમાં 11 ટકાનો ઉછાળો આવ્યો છે. તેમણે જણાવ્યું કે, 20 થી 26 ડિસેમ્બરની વચ્ચે નાતાલના તહેવાર દરમિયાન લગભગ 50 લાખ નવા કેસ નોંધાયા છે. જેમાંથી અડધાથી વધુ કેસ યુરોપમાં હતા.

worldometers.infoના અહેવાલ અનુસાર, વિશ્વભરમાં છેલ્લા 24 કલાકમાં 16.13 લાખ નવા કેસ નોંધાયા છે અને 7,391 લોકોના મોત થયા છે. જ્યારથી કોરોના શરૂ થયો છે ત્યારથી આ પ્રથમ વખત છે જ્યારે એક દિવસમાં આટલા કેસ નોંધાયા છે.


અમેરિકા-ફ્રાન્સ-યુકેના તમામ રેકોર્ડ તૂટી ગયા

અમેરિકા-ફ્રાન્સ-યુકેના તમામ રેકોર્ડ તૂટી ગયા

અમેરિકા
જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર, બુધવારે યુએસમાં 2.65 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. અગાઉ 11 ડિસેમ્બરે 2.52 લાખ કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના કારણે યુએસમાં ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જ્યારે અમેરિકાના નિષ્ણાત ડૉ. એન્થોની ફૌસીએ (Dr. Anthony Fauci) જણાવ્યું હતું કે જેમણે રસી લગાવી હોય કે બુસ્ટર ડોઝ લીધા હોય તેઓ ઘરે પાર્ટી કરી શકે છે. 

બ્રિટન
યુકેના (UK )ડેટા અનુસાર, બુધવારે અહીં 1.83 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. જ્યારે 57 દર્દીઓના મૃત્યુ થયા. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને લોકોને નવા વર્ષની ઉજવણી સાવચેતીપૂર્વક કરવાની અપીલ કરી છે. તેમણે લોકોને ચેતવ્યા કે, હજુ પણ હોસ્પિટલોમાં ઘણા એવા ડોકટરો છે જેમને બૂસ્ટર ડોઝ મળ્યો નથી.


ફ્રાન્સ
અહીં પણ કોરોના કેસની સુનામી જોવા મળી રહી છે. બુધવારે અહીં રેકોર્ડ 2.08 લાખ કેસ નોંધાયા હતા. મંગળવારે 1.80 લાખ કેસ આવ્યા હતા, જે યુરોપના કોઈપણ દેશમાં કોરોના કેસનો રેકોર્ડ હતો. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરાને ચિંતા સાથે જણાવ્યું કે, દેશમાં દર સેકન્ડે 2 લોકો પોઝિટિવ આવી રહ્યા છે. દેશે ક્યારેય આવી સ્થિતિનો સામનો કર્યો નથી.

યુરોપ
માત્ર બ્રિટન અને ફ્રાન્સ જ નહીં, યુરોપના અન્ય ઘણા દેશોમાં દરરોજ કોરોનાના નવા કેસના રેકોર્ડ તૂટી રહ્યા છે. બુધવારે આર્જેન્ટિનામાં 42,032 નવા કેસ નોંધાયા હતા, જે મે પછી એક દિવસમાં નોંધાયેલ સૌથી વધુ કેસ છે. ઇટાલીમાં પણ બુધવારે 98,030 નવા કેસ નોંધાયા હતા, જ્યારે એક દિવસ અગાઉ 78,313 કેસ નોંધાયા હતા.


શું 2022માં વિશ્વ કોરોનામુક્ત થશે?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા ટ્રેડોસ ગેબ્રેયસસે કહ્યું કે, ડેલ્ટા અને ઓમિક્રોન સાથે મળીને કોરોનાની સુનામી લાવી શકે છે, પરંતુ એવી અપેક્ષા છે કે 2022માં વિશ્વ કોરોનામાંથી બહાર આવી શકશે. તેમણે એમ પણ કહ્યું કે, ઓમિક્રોન રોગ ગંભીર છે કે નહીં તે કહેવું કઠિન છે. ટેડ્રોસે એમ પણ કહ્યું કે, દરેક જણ સ્વસ્થ રહે તો જ રોગચાળો સમાપ્ત થશે. તેમણે સાથે જણાવ્યું કે, આ વર્ષના અંત સુધીમાં 40% ટકા વસ્તીએ રસી લીધી નથી- એ માત્ર શરમજનક બાબત નથી, પરંતુ બેદરકારીના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top