દેશમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો : એક્ટિવ કેસ પણ ઘટ્યા, રિકવરી રેટ વધ્યો

દેશમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો : એક્ટિવ કેસ પણ ઘટ્યા, રિકવરી રેટ વધ્યો

01/25/2022 National

SidhiKhabar

SidhiKhabar

દેશમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો : એક્ટિવ કેસ પણ ઘટ્યા, રિકવરી રેટ વધ્યો

નેશનલ ડેસ્ક: ત્રીજી લહેરમાં કોરોનાનું જોર હવે ઘટી રહ્યું છે. દેશમાં ગઈકાલ કરતા લગભગ 50 હજાર જેટલા ઓછા કેસ નોંધાયા છે. જોકે, ચિંતાની વાત એ છે કે મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. સોમવારે દેશમાં 3 લાખ 6 હજાર નવા કેસ નોંધાયા હતા, જે રવિવારની સરખામણીએ 27 હજાર ઓછા હતા. હવે મંગળવારે આંકડામાં 50 હજારનો ઘટાડો જોવા મળ્યો છે.


એક્ટિવ કેસમાં પણ ઘટાડો નોંધાયો

મંગળવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 2.55 લાખ નવા કેસ નોંધાયા છે. ઘણા દિવસો પછી નવા કેસની સંખ્યા 3 લાખથી ઓછી નોંધાઈ છે. તેમજ સાજા થનારા લોકોની સંખ્યા નવા કેસ કરતાં વધુ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2,55,874 નવા કેસ નોંધાયા છે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન 614 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. તો બીજી તરફ, 2,67,753 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. જેના કારણે કોરોનાના કુલ એક્ટિવ કેસમાં પણ ઘટાડો થયો છે. એક્ટિવ કેસમાં વધારો થવાને બદલે કેસ ઘટ્યા હોય તેવી ઘટના એક મહિના બાદ બની છે.


હાલ દેશભરમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 22,36,842 છે. કોરોનાનો રિકવરી રેટ હાલમાં 93.15% પર યથાવત છે. પોઝીટિવીટી રેટ 15.52% અને સાપ્તાહિક પોઝીટિવીટી રેટ 17.17% છે. દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરો સહિત દેશના તમામ વિસ્તારોમાં નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં નિષ્ણાતોના મત અનુસાર દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો પિક આવી ગયો છે.


રસીકરણની ગતિ પણ વધી

રસીકરણની ગતિ પણ વધી

દેશમાં કેસ ઘટી રહ્યા છે જ્યારે રસીકરણમાં ઝડપ જોવા મળી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં 162.92 કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. કોરોનાનો દૈનિક દર 15 ટકાની નજીક પહોંચવો એ મોટી રાહતનો સંકેત છે. જો કે, મૃત્યુઆંક થોડી ચિંતા વધારી રહ્યો છે. સોમવારના આંકડામાં 439 મૃત્યુ થયા હતા. જ્યારે મંગળવારના આંકડામાં 614 મૃત્યુ થયા છે.


ગુજરાતમાં કોરોનાના 13 હજારથી વધુ કેસ

ગુજરાતમાં કોરોનાના 13 હજારથી વધુ કેસ

સોમવારે ગુજરાતમાં કોરોના વાયરસના 13,805 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં ગઈકાલે 25 લોકોના મોત થયા છે. તેમજ 13,469 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. પાંચ દિવસમાં 43 ટકા જેટલા કેસ ઘટી ગયા છે. જેથી રાજ્યમાં પણ કોરોનાનો પિક આવી ગયો હોવાનું માનવામાં આવે છે અને આવનારા દિવસોમાં કેસમાં વધુ ઘટાડો જોવા મળશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top