લગ્ન બાદ એક યુગલે પોતાના મિત્રોને એવી નોટીસ મોકલી કે મિત્રોના પગ નીચેથી જમીન ખસકી ગઈ!

લગ્ન બાદ એક યુગલે પોતાના મિત્રોને એવી નોટીસ મોકલી કે મિત્રોના પગ નીચેથી જમીન ખસકી ગઈ!

09/01/2021 World

SidhiKhabar

SidhiKhabar

લગ્ન બાદ એક યુગલે પોતાના મિત્રોને એવી નોટીસ મોકલી કે મિત્રોના પગ નીચેથી જમીન ખસકી ગઈ!

લગ્ન (marriage) ઉકેલવા બેસો એટલે જાતજાતની સમસ્યા આવે જ, એવો આપણા સહુનો સર્વસામાન્ય અનુભવ છે. એમાં પણ સૌથી મોટી મુશ્કેલી હોય છે સગા-વ્હાલાના (relative) રિસાઈ જવાની! દરેક લગ્નમાં અમુક વ્યક્તિઓ તો એવી જડી જ આવે, જે મોઢું ફુલાવીને ખૂણામાં બેઠી હોય. જો કે અહીં જે કિસ્સાની વાત કરવાની છે, એમાં રિસાઈ જનાર વ્યક્તિ કોઈ બીજું નહી પણ ખુદ વરરાજા (groom) અને વહુરાણી (bride) હતા! વળી જોવાની ખૂબી એ છે કે તેઓ કોઈ સગાવ્હાલા સામે નહી, પરંતુ પોતાના જ મિત્રોથી રિસાઈ ગયા હતા. વળી વાત આટલેથી ન અટકતા એમણે રીતસરનું 'બિલ' (bill) મોકલીને પોતાની રીસ જગજાહેર કરી હતી.


વાત છે, અમેરિકાના શિકાગો શહેરની...

દુનિયા અજબ ગજબ લોકોથી ભરેલી છે. ક્યાં સમયે, કઈ વ્યક્તિ શું બોલે, શું કરી નાખે તે કહી શકાય નહિ. અમેરિકાના શિકાગો શહેરનો એક ગજબ કહી શકાય એવો કિસ્સો બહાર આવ્યો.

અહીં એક યુગલે પોતાના લગ્ન બાદ પોતાના જ કેટલાક મિત્રો પર દંડ (fine) ફટકાર્યો. અને આ દંડ એટલે લગાવામાં આવ્યો કારણકે આ યુગલે એ લોકોને પોતાના લગ્નની કંકોત્રી મોકલી હતી, તેમ છતાં એ લોકોએ લગ્ન માં હાજરી આપી નહિ! આથી નવપરિણીત યુગલે (couple) લગ્ન સમારંભમાં ગુલ્લી મારનાર પોતાના જ મિત્રો પર ૧૭,૦૦૦નો દંડ ફટકારી દીધો છે!


શા માટે યુગલ થયું નારાજ?

શા માટે યુગલ થયું નારાજ?

'ન્યુયોર્ક પોસ્ટ'નાં એક રિપોર્ટ પ્રમાણે, આ યુગલે પોતાના લગ્નમાં પરિવારનાં કેટલાક સભ્યો અને પોતાના કેટલાક મિત્રોને બોલાવ્યા હતા. લગ્નનાં દિવસે પરિવારનાં બધા સભ્યો તો હાજર રહ્યાં પરંતુ અમુક મિત્રો કોઈ કારણસર હાજર ન રહ્યા. મિત્રોના ન આવવાથી યુગલ નારાજ થઈ ગયું અને મિત્રોને પાઠ ભણાવાનું નક્કી કર્યું.

યુગલનું નામ ડગ સિમંસ અને ડેડ્રા છે. બંનેએ લગ્નમાં ના આવેલા મિત્રો પર દંડ ફટકારી દીધો. રિપોર્ટ પ્રમાણે, બંનેએ કાયદાકીય રીતે એ લોકોને ઇન્વોઇસ મોકલ્યા જેમણે એમનાં લગ્નમાં હાજરી ન આપી. બંનેએ ગેરહાજર રહેલા મહેમાનોને ૨૪૦ ડોલર આશરે ૧૭,૬૩૯ રુપિયાનાં ઇન્વોઇસ મોકલ્યા. એમણે કહ્યું કે આ દંડ એટલે વસુલ કરીએ છીએ કારણકે અમે પ્રતિ વ્યક્તિ આટલો ખર્ચો કર્યો હતો, જે મિત્રોના ન આવવાને કારણે માથે પડ્યો!


ક્રોધિત યુગલે સોશિયલ મીડિયા દ્વારા મોકલ્યું બિલ

ક્રોધિત યુગલે સોશિયલ મીડિયા દ્વારા મોકલ્યું બિલ

યુગલે જમણવારનો ખર્ચ એમની પાસેથી વસુલવાનું વિચાર્યું. એટલું જ નહિ બંનેએ ઇન્વોઇસનો ફોટો પણ પોતાના સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. એમણે પોસ્ટમાં લખ્યું કે, "વ્હાલા મિત્રો ગુસ્સો કરશો નહી, આ ઇન્વોઇસ કંઈક આવું દેખાશે, જે હું તમારા ઈ-મેઈલ પર મોકલીશ. તમે ઈ-મેઈલ જોવાનું ભૂલતા નહી."

આ ઈમેઈલ પાછળનું રહસ્ય એ ટિકિટ્સ છે, જે નવપરિણીત દંપત્તિએ પોતાના લગ્નમાં પધારનાર મહેમાનો માટે બુક કરાવી હતી. યુગલે દરેક મહેમાન માટે જે ટિકિટ બુક કરાવેલી, એ ખુબ મોંઘા ભાવની હતી. પરંતુ કેટલાક મહેમાનો કોઈક કારણસર લગ્નમાં હાજર રહી શક્યા નહોતા. આથી પેલા યુગલને ટિકિટનો ખર્ચ માથે પડ્યો હતો. આ બનાવથી ધૂંધવાયેલા યુગલે નક્કી કર્યું કે જે ટિકિટનો ખર્ચ માથે પડ્યો હોય, એ જે-તે મહેમાન પાસેથી જ વસૂલ કરવો!

યુગલે પોતાના મિત્રોને જે ઈમેઈલ મોકલ્યો, એમાં આ વાતની ચોખવટ કરવામાં આવી છે. ઈમેઈલમાં લખ્યું છે કે, "અમે આ ઇન્વોઇસ તમને મોકલીએ છીએ, કારણ કે તમારી કન્ફર્મ ટિકિટ હતી. દરેક સીટની રકમ અમે ચૂકવી દીધી હતી. તેમ છતાં તમે લગ્નમાં ન આવ્યા (અને ટિકિટ પાછળ ખર્ચાયેલા અમારા નાણા વ્યર્થ ગયા)! તમે લગ્નમાં નહિ આવી શકો, એ વિષેની જાણ પણ અમને કરી નહોતી. એ બદલ અમે તમારી પાસેથી આ દંડ વસૂલવા માંગીએ છીએ! તમે વહેલામાં વહેલી તકે દંડની રકમ અમને મોકલી આપશો.".

હાલમાં તો આવી વિચિત્ર પ્રકારની નોટીસ (notice) મળવાથી આ યુગલના મિત્રોનાં પગ નીચેથી જમીન ખસકી ગઈ છે!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top