CSKએ એવી જાહેરાત કરી કે જેનાથી ધોનીના ચાહકોને લાગશે મોટો ઝાટકો!!

CSKએ એવી જાહેરાત કરી કે જેનાથી ધોનીના ચાહકોને લાગશે મોટો ઝાટકો!!

11/02/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

CSKએ એવી જાહેરાત કરી કે જેનાથી ધોનીના ચાહકોને લાગશે મોટો ઝાટકો!!

એમએસ ધોનીના(MS Dhoni) ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ધોની વિશેના આ સમાચાર સાંભળીને તેના ચાહકો ચોંકી જશે. ખરેખર, IPL 2022ની મેગા ઓક્શન(Mega auction) પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન શ્રીનિવાસને મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) વિશે એક મોટું અપડેટ આપ્યું છે. તમને જણાવી દઈએ કે આઈપીએલમાં બે નવી ટીમો અમદાવાદ અને લખનૌના આગમન બાદ 2022ની આઈપીએલ સીઝન માટે મેગા ઓક્શન થવાની છે, જેના પર તમામની નજર ટકેલી છે. મેગા ઓક્શનમાં અમુક પસંદગીના ખેલાડીઓ સિવાય મોટાભાગના ખેલાડીઓ હરાજીમાં ભાગ લેશે.


CSKએ આ અપડેટ જાહેર કરીને સનસનાટી મચાવી છે :

CSKએ આ અપડેટ જાહેર કરીને સનસનાટી મચાવી છે :

શ્રીનિવાસને મહેન્દ્ર સિંહ ધોની વિશે મોટું અપડેટ આપ્યું છે તેમનું કહેવું છે કે મહેન્દ્ર સિંહ ધોની નથી ઈચ્છતો કે CSK ટીમ તેને ફરી એક વખત રિટેન કરે. ધોનીનું માનવું છે કે CSKએ તેના પર વધારે પૈસા ન વેડફવા જોઈએ. આ વાતનો ખુલાસો ખુદ ચેન્નાઈ સુપર કિંગ્સના(Chennai Super Kings) માલિક એન શ્રીનિવાસને કર્યો છે.

ધોનીના ફેન્સને મોટો ઝટકો લાગશે :

તમને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈએ આઈપીએલ 2021નો ખિતાબ જીત્યો છે. ધોનીની કપ્તાનીમાં CSK ટીમે અત્યાર સુધી તમામ ચાર ખિતાબ જીત્યા છે. 40 વર્ષીય ધોની માટે આવતા વર્ષે આઈપીએલમાં રમવું મુશ્કેલ છે. ધોનીએ ફાઈનલ મેચ બાદ સ્પષ્ટ કર્યું હતું કે તે આવતા વર્ષે પણ આઈપીએલની ઝગમગાટમાં રમતા જોવા મળશે. જોકે, હવે ધોની નથી ઈચ્છતો કે CSK તેને IPL 2022 પહેલા મેગા ઓક્શનમાં તેના પર ઘણા પૈસા ખર્ચીને જાળવી રાખે. IPLની આ સિઝનમાં ધોનીનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું. તેણે 16 મેચમાં 16ની એવરેજથી 114 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ માત્ર 107 હતો. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર પણ 18 રન હતો.


CSKના માલિક એન શ્રીનિવાસને મોટું નિવેદન આપ્યું છે

CSKના માલિક એન શ્રીનિવાસને મોટું નિવેદન આપ્યું છે

ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન શ્રીનિવાસને 'એડિટરજી' સાથે વાત કરતા કહ્યું, 'ધોની એક ઈમાનદાર અને ન્યાયી વ્યક્તિ છે અને તે નથી ઈચ્છતો કે ટીમ તેના પર વધુ પૈસા ખર્ચે. હું ઈચ્છું છું કે ધોની આવતા વર્ષે પણ અમારો કેપ્ટન બને અને અમારા માટે રમે. અગાઉ શ્રીનિવાસને કહ્યું હતું કે ધોની CSK, ચેન્નાઈ અને તમિલનાડુનો મહત્વનો ભાગ છે. ધોની વિના કોઈ CSK નથી અને CSK વિના કોઈ ધોની નથી.

બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ શ્રીનિવાસને કહ્યું હતું કે ચેન્નાઈ સુપર કિંગ્સ વિના ધોનીની કલ્પના કરી શકાતી નથી, જે દિગ્ગજ ક્રિકેટર અને આ ફ્રેન્ચાઈઝી ટીમ વચ્ચેના ગાઢ સંબંધને દર્શાવે છે. તમને જણાવી દઈએ કે ધોની વર્ષ 2008થી આઈપીએલની શરૂઆતથી આ ટીમનો ભાગ છે અને તેના નેતૃત્વમાં ટીમ વર્ષ 2010, 2011, 2018 અને આ વર્ષે ચેમ્પિયન બનવામાં સફળ રહી છે. તાજેતરમાં, CSK મેનેજમેન્ટે મેગા ઓક્શનમાં ધોનીને જાળવી રાખવાની પુષ્ટિ કરી હતી.


આગામી કેપ્ટન તરીકે ધોનીનું સ્થાન કોણ લેશે?

આગામી કેપ્ટન તરીકે ધોનીનું સ્થાન કોણ લેશે?

મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ IPLની સફળ ટીમોની યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સ પછી બીજા ક્રમે આવે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે 4 આઈપીએલ ટ્રોફી જીતવાનો રેકોર્ડ છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે 5 વખત આઈપીએલ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. IPL 2021 માં, ચેન્નાઈ સુપર કિંગ્સે ફાઇનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને તેનું ચોથું ટાઈટલ જીત્યું. આવી સ્થિતિમાં, આશા છે કે મહેન્દ્ર સિંહ ધોની ટૂંક સમયમાં IPLમાંથી પણ નિવૃત્તિ લેશે. ધોનીના નિવૃત્તિ બાદ 2 એવા ખેલાડી છે જે ચેન્નાઈ સુપર કિંગ્સના આગામી કેપ્ટન બની શકે છે. આ બે ખેલાડીઓમાં ઋતુરાજ ગાયકવાડ અને રવિન્દ્ર જાડેજા સિલેક્ટ કરાયા છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top