જાડેજા સહિત આ 5 ખેલાડીઓને રીલિઝ કરી શકે છે CSK, ઓક્શન અગાઉ ચેન્નાઈની ટીમમાં મોટો ફેરબદલ

જાડેજા સહિત આ 5 ખેલાડીઓને રીલિઝ કરી શકે છે CSK, ઓક્શન અગાઉ ચેન્નાઈની ટીમમાં મોટો ફેરબદલ

11/12/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

જાડેજા સહિત આ 5 ખેલાડીઓને રીલિઝ કરી શકે છે CSK, ઓક્શન અગાઉ ચેન્નાઈની ટીમમાં મોટો ફેરબદલ

IPL 2026 માટે રીટેન્શન લિસ્ટ સબમિટ કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. દરેક ટીમે 15મી નવેમ્બર સુધીમાં પોતાની રીટેન્શન લિસ્ટ સબમિટ કરવાની રહેશે. ગત વખતની સરખામણીએ આ વખતે નિયમો અલગ હશે, કારણ કે કોઈપણ એક ટીમ IPL 2026 માટે ગમે તેટલા ખેલાડીઓને રિટેન કરી શકે છે. નોસોમાં દરેકની નજર તે ખેલાડીઓ પર હશે જેમને ટીમ બહાર કરી શકે છે. તો ચાલો જાણીએ કે ચેન્નાઈ સુપર કિંગ્સ કયા ખેલાડીઓને હરાજી અગાઉ રીલિઝ કરી શકે છે.


CSK જાડેજા સહિત આ 5 ખેલાડીઓને રીલિઝ કરી શકે છે

CSK જાડેજા સહિત આ 5 ખેલાડીઓને રીલિઝ કરી શકે છે

પહેલું નામ રવિન્દ્ર જાડેજાનું છે, જે સંજુ સેમસન ટ્રેડ ડીલના ભાગરૂપે રાજસ્થાન રોયલ્સમાં જઈ શકે છે. જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સમાં 10 સીઝન વિતાવી છે, પરંતુ તાજેતરમાં અહેવાલો આવ્યા છે કે જાડેજા આગામી સીઝન માટે રાજસ્થાનની ટીમમાં જઈ શકે છે.

સંજુ સેમસન ટ્રેડ ડીલનો હિસિસો જેમાં રવિન્દ્ર જાડેજા બની શકે છે, તેમાં ઓલરાઉન્ડર સેમ કરનનું નામ પણ સામે આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંજૂ સેમસનના બદલામાં ચેન્નઈ સુપર કિંગ્સ રાજસ્થાનની ટીમ સાથે રવિન્દ્ર જાડેજા અને સેમ કરનને ટ્રેડ કરી શકે છે.

CSK દ્વારા રીલિઝ કરવામાં આવનાર ખેલાડીઓની યાદીમાં રાહુલ ત્રિપાઠી પણ સામેલ થઈ શકે છે. ગત સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 3.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્રિપાઠી સમગ્ર સીઝનમાં 5 મેચ રમ્યા બાદ માત્ર 55 રન જ બનાવી શક્યો હતો.

IPL 2025માં વિજય શંકર 11 વર્ષ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ પર પાછો ફર્યો હતો. CSK ફ્રેન્ચાઈઝીએ તેને 1.2 કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીદ્યો હતો, પરંતુ પ્રદર્શનની દૃષ્ટિએ તે સંપૂર્ણ ફ્લોપ રહ્યો. તે 6 મેચમાં માત્ર 118 રન જ બનાવી શક્યો હતો.

આ યાદીમાં સામેલ અન્ય ઓલરાઉન્ડર શ્રેયસ ગોપાલને પણ IPL 2025માં ખરાબ પ્રદર્શનનો ભોગ બનવું પડી શકે છે. તેને IPL 2025માં એક પણ મેચ રમવાની તક મળી નહોતી. ટીમમાં ઘણા સ્ટાર ખેલાડીઓ પહેલાથી જ હાજર છે, તેથી ગોપાલને આગામી સીઝનમાં પ્લેઈંગ ઈલેવનમાં ભાગ્યે જ તક મળી શકે છે.


આ વખતની હરાજી અબુધાબીમાં

આ વખતની હરાજી અબુધાબીમાં

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 અગાઉ હરાજીમાં ખેલાડીઓના ભાવિનો નિર્ણય લેવામાં આવશે. આ વખતે મિની હરાજી થવા જઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ હરાજી ક્યારે અને ક્યાં થશે તે અંગે મોટો નિર્ણય લીધો છે. IPL 2026ની હરાજી વિદેશમાં યોજાવા જઈ રહી છે. આ સતત ત્રીજી વખત હશે જ્યારે ભારતની બહાર હરાજી યોજાશે. આ અગાઉ તે વર્ષ 2023માં દુબઈમાં અને વર્ષ 2024માં સાઉદી અરેબિયાના જેદ્દામાં થયું હતું. PTIના અહેવાલ મુજબ, IPL 2026 માટેની હરાજી સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં યોજાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top