પિતાએ જીવતી નહેરમાં ધકેલી દીધેલી દીકરી ૬૮ દિવસે જીવતી મળી આવી, કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ, જાણો સમગ્ર હકીકત
પંજાબના ફિરોઝપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. થોડા દિવસો પહેલા જ એક પિતાએ તેની દીકરીના હાથ બાંધીને મારવાના ઈરાદે રાત્રે નહેરમાં ફેંકી દીધી હતી અને તેનો વિડિયો પણ બનાવી સોશિયલ મીડિયા પર મુક્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવતાં પોલીસે કડક કાર્યવાહી કરી પિતાની ધરપકડ કરી હતી અને નહેરમાં દીકરીની શોધખોળ ચાલુ કરી હતી જેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. હવે એ દીકરી 68 દિવસ બાદ અચાનક જીવતી સામે આવતાં લોકો ચોંકી ગયા છે. ઉપરાંત ખરો વળાંક તો ત્યારે આવ્યો જ્યારે આ કેસમાં દીકરીએ ચોંકાવનારી હકીકત સામે લાવી હતી.
છોકરીએ આરોપ લગાવ્યો છે કે, તેને ધક્કો મારવામાં તેના પિતાનો નહીં પરંતુ માતાનો હાથ વધુ હતો. પિતાનો ડોક્ટર પાસે ઇલાજ ચાલી રહ્યો હતો. પિતાએ દારૂ પીધો હતો અને દવા પણ પીધી હતી. આથી તેઓ નશામાં હતા. તેવા સમયે તેની માતાએ પિતાને મારા વિરુદ્ધ ઉશ્કેર્યા હતા જેથી પિતાએ ગુસ્સામાં આવીને મને ધક્કો મારી દીધો હતો. જ્યારે મેં વાઇરલ વીડિયો જોયો તો ખબર પડી કે, ત્યાં મારી માતા મારા માટે રડી રહી છે, પરંતુ એ સાચું નથી.
છોકરીએ જણાવ્યું હતું કે, જેવો તેના પિતાએ તેને નહેરમાં ધક્કો માર્યો તો તે ડૂબી ગઈ. તેણીએ બચવા માટે પગ હલાવ્યા અને હાથ ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે એક હાથ ચૂંદડીમાંથી છૂટી ગયો હતો. આ દરમિયાન તેને નહેરમાં એક સળિયો પકડી લીધો હતો. રાતનો સમય હતો. તે અડધા કલાક સુધી નહેરમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કર્યા બાદ તે નહેરમાંથી બહાર નીકળી શકી હતી. યુવતીએ જણાવ્યું હતું કે, ભીનાં કપડાંમાં તે નહેરના કિનારે-કિનારે ચાલતી રહી અને અડધા કિલોમીટર બાદ એક સ્કૂટીવાળી મહિલા પાસેથી લિફ્ટ લીધી હતી. એ મહિલાના ફોનથી જ તેને પોતાના ઓળખીતાને ફોન કર્યા હતા.
તેણીએ વધુમાં જણાવ્યું કે, તેની બીજી 3 બહેનો પણ છે. તેઓ કેવી રીતે મોટી થશે અને કેવી રીતે ભણશે. તેમનું ભવિષ્ય જોઈને હું સામે આવી છું. યુવતીએ તેના પિતાને જેલ થઈ છે તેનું દુઃખ પણ પ્રગટ કર્યું છે. પિતાને છોડાવવા તે કોર્ટમાં જવા પણ તૈયાર છે. તેનું કહેવું છે કે, પિતા જ ઘરમાં કમાવનાર છે. ત્રણ બહેનોને કેવી રીતે મોટી થશે તે બધુ વિચારીને તેને બધાની સામે આવવાનો નિર્ણય લીધો હતો. આટલા સમય સુધી તે ક્યાં રહી, કોની પાસે રહી તે જણાવવા યુવતી તૈયાર નથી.
ઉલ્લેખનીય છે કે, તેનો પિતા તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. 30 સપ્ટેમ્બરે ફિરોઝપુરથી આ ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો, જેમાં દેખાતું હતું કે માતાની હાજરીમાં જ પિતા દીકરીના બંને હાથ બાંધીને નહેરમાં ફેંકી દીધી હતી છે. પાડોશીઓનું પણ જણાવ્યું હતું કે પિતા દીકરીઓને લઈને ખૂબ જ કડક હતો. આ અંગે સ્થાનિક પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ યુવતી અત્યારે કોઈ સંબંધી પાસે છે, તેની જુબાનીને આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp