IPL માટે ઐતિહાસિક દિવસ : લખનૌ સુપર જાયન્ટ્સે KKRના બોલરોની ભરપૂર પીદૂડી કાઢી, આખી ઇનિંગમાં એક પ

IPL માટે ઐતિહાસિક દિવસ : લખનૌ સુપર જાયન્ટ્સે KKRના બોલરોની ભરપૂર પીદૂડી કાઢી, આખી ઇનિંગમાં એક પણ વિકેટ નહિ!

05/19/2022 Sports

SidhiKhabar

SidhiKhabar

IPL માટે ઐતિહાસિક દિવસ : લખનૌ સુપર જાયન્ટ્સે KKRના બોલરોની ભરપૂર પીદૂડી કાઢી, આખી ઇનિંગમાં એક પ

સ્પોર્ટ્સ ડેસ્ક : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 66મી મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સે KKR સામે સંપૂર્ણ 20 ઓવર રમી અને એકપણ વિકેટ ગુમાવ્યા વિના 210 રન બનાવ્યા. IPLના 15 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે કોઈ ટીમે આખી 20 ઓવર રમી હોય અને એક પણ વિકેટ ન ગુમાવી હોય. આ સાથે રાહુલ અને ડી કોકે 210 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને સૌથી વધુ ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.


અણનમ 210 રનની ભાગીદારી કરી

અણનમ 210 રનની ભાગીદારી કરી

આ મેચમાં લખનૌના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાહુલ અને ડી કોકે કેકેઆરના બોલરોને ઈનિંગની શરૂઆતથી લઈને ઈનિંગના અંત સુધી એક જ વિકેટ માટે તડપાવ્યા હતા. બંનેએ અણનમ 210 રનની ભાગીદારી કરી હતી. ડી કોકે 70 બોલમાં અણનમ 140 રન અને રાહુલે 51 બોલમાં 68 રનની ઇનિંગ રમી હતી. તે IPLમાં કોઈપણ વિકેટ માટે ત્રીજી સૌથી મોટી ભાગીદારી પણ હતી.


IPLની સૌથી મોટી ભાગીદારી

229- વિરાટ કોહલી-એબી ડી વિલિયર્સ (RCB) વિ ગુજરાત લાયન્સ, 2016

215 અણનમ - વિરાટ કોહલી - એબી ડી વિલિયર્સ (આરસીબી) વિ મુંબઈ ઈન્ડિયન્સ, 2015

210 અણનમ - કેએલ રાહુલ-ક્વિન્ટન ડી કોક (એલએસજી) વિ કેકેઆર, 2022

KKR સામે સૌથી મોટી ભાગીદારી

210 અણનમ - કેએલ રાહુલ-ડી કોક (પહેલી વિકેટ), 2022

167 અણનમ - રોહિત શર્મા-હર્શેલ ગિબ્સ (બીજી વિકેટ), 2012

139- ડેવિડ વોર્નર-શિખર ધવન (પહેલી વિકેટ), 2017


રાહુલના 500+ રન સતત 5મી વખત

રાહુલના 500+ રન સતત 5મી વખત

કેએલ રાહુલે આ સિઝનમાં અત્યાર સુધી 14 મેચની 14 ઇનિંગ્સમાં 537 રન બનાવ્યા છે. તે ઓરેન્જ કેપ ધારક જોસ બટલર (627) પછી બીજા ક્રમે છે. તેણે સતત પાંચમી વખત IPL સિઝન મુજબ 500 કે તેથી વધુ રન બનાવ્યા છે. તેણે આ સિઝનમાં બે સદી પણ ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 103 રન છે. આ મેચમાં પણ તેણે તેની IPL કરિયરની 30મી ફિફ્ટી ફટકારી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top