સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવાનો નિર્ણય પાછો ખેંચાયો : 28 થી 31 ઓક્ટોબર દરમિયાન પણ ખુલ્લું રહેશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવાનો નિર્ણય પાછો ખેંચાયો : 28 થી 31 ઓક્ટોબર દરમિયાન પણ ખુલ્લું રહેશે

10/18/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવાનો નિર્ણય પાછો ખેંચાયો : 28 થી 31 ઓક્ટોબર દરમિયાન પણ ખુલ્લું રહેશે

કેવડીયા:  31 ઓક્ટોબરના રોજ એકતા દિવસની ઉજવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવવાના હોઈ 28 થી 31 ઓક્ટોબર દરમિયાન સ્ટેચ્યુ પરિસર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને રદ કરીને આ દિવસો દરમિયાન પણ પ્રવાસીઓ માટે પ્રવેશ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી તા. 31 મી ઓકટોબરના રોજ સરદાર પટેલ જન્મ દિવસ-રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. જેને અનુલક્ષીને અગાઉ તા. 28 ઓકટોબર થી ત્રણ દિવસ સ્ટેચ્યુ પરિસર પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પરંતુ આ નિર્ણય રદ કરતા સરકારે કહ્યું છે કે, હાલમાં પ્રવાસનની મોસમ છે. જેથી લોક લાગણીને માન આપીને તા. 28 થી 31 મી ઓક્ટોબર દરમિયાન ઉપરોક્ત દિવસ માટેના પૂરતા સુરક્ષા બંદોબસ્ત સહિત સ્ટેચ્યુ પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવાના નિર્ણયની જાહેરાત SOUADGTA ના મુખ્ય કારોબારી અધિકારી દ્વારા કરવામાં આવી છે. જેથી હવે આ દિવસો દરમિયાન પણ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top