દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓની મોટી કાર્યવાહી, માસ્ટર માઇન્ડ ઉમરના ઘરને IEDથી ઉડાવ્યુ

દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓની મોટી કાર્યવાહી, માસ્ટર માઇન્ડ ઉમરના ઘરને IEDથી ઉડાવ્યું; જુઓ વીડિયો

11/14/2025 National

SidhiKhabar

SidhiKhabar

દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓની મોટી કાર્યવાહી, માસ્ટર માઇન્ડ ઉમરના ઘરને IEDથી ઉડાવ્યુ

સોમવારે સાંજે 7:00 વાગ્યે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થયેલા વિસ્ફોટથી આખું શહેર હચમચી ગયું હતું. આ વિસ્ફોટમાં 12 લોકોના મોત થયા અને પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે જમ્મુ-કાશ્મીરનો રહેવાસી ડૉ. ઉમર આ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, તે લાંબા સમયથી આ હુમલાનું આયોજન કરી રહ્યો હતો. આ ઘટના બાદ, એજન્સીઓએ દરોડા અને કાર્યવાહી તેજ કરી દીધી છે. આ કાર્યવાહીના ભાગ રૂપે આતંકવાદી ઉમરના ઘરને પણ IEDથી ઉડાવી દેવામાં આવ્યું હતું.

લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ બાદ તપાસ એજન્સીઓએ દેશભરમાં દરોડા પાડ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે આતંકવાદી ડૉ. ઉમર આ વિસ્ફોટ પાછળ હતો. એવું પણ જાણવા મળ્યું હતું કે તેનું જૂથ છેલ્લા બે વર્ષથી આ હુમલાનું આયોજન કરી રહ્યું હતું. પોલીસે ઉમરના પરિવાર સામે પણ કાર્યવાહી કરી, તેના ભાઈ અને માતાની અટકાયત કરી છે.


તપાસ દરમિયાન ઉમરની માતાએ શું કહ્યું?

તપાસ દરમિયાન ઉમરની માતાએ શું કહ્યું?

તપાસ દરમિયાન ઉમરની માતાએ જણાવ્યું હતું કે તેને ખબર હતી કે કે તેનો પુત્ર કટ્ટરપંથી વિચારોમાં સામેલ થઈ ગયો છે અને ઘણા દિવસો સુધી સંપર્કમાં રહેતો નહોતો. વિસ્ફોટના થોડા સમય પહેલા ઉમરે તેના પરિવારને તેને ફોન ન કરવા કહ્યું હતું. જોકે, પરિવારે ઉમરની શંકાસ્પદ ગતિવિધિઓની જાણકારી પોલીસને આપી નહોતી.


ઉમર પુલવામાનો રહેવાસી હતો

ઉમર પુલવામાનો રહેવાસી હતો

દિલ્હી વિસ્ફોટની તપાસમાં પુલવામાના રહેવાસી ઉમરનું નામ સામે આવ્યું હતું. તપાસ એજન્સીઓએ પણ પુષ્ટિ કરી હતી કે ઉમર વિસ્ફોટમાં માર્યો. વ્યવસાયે ડૉક્ટર ઉમર જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલ સાથે સંકળાયેલો હતો. વિસ્ફોટ અગાઉ પોલીસે ઉમરની ગેંગના ઘણા સભ્યોની ધરપકડ કરી હતી અને તેમના કબજામાંથી 2,900 કિલો વિસ્ફોટકો જપ્ત કર્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top