ઝુનઝુનવાલાની હિસ્સેદારી ધરાવતી આ કંપનીએ એક વર્ષમાં રોકાણકારોના રૂપિયા ડબલ કરી આપ્યા!

ઝુનઝુનવાલાની હિસ્સેદારી ધરાવતી આ કંપનીએ એક વર્ષમાં રોકાણકારોના રૂપિયા ડબલ કરી આપ્યા!

09/20/2021 Business

SidhiKhabar

SidhiKhabar

ઝુનઝુનવાલાની હિસ્સેદારી ધરાવતી આ કંપનીએ એક વર્ષમાં રોકાણકારોના રૂપિયા ડબલ કરી આપ્યા!

નવી દિલ્હી : શેરબજારમાં (share market) રોકાણ કરવું એ અનિશ્ચિતતાઓમાં રોકાણ કરવા બરાબર છે. આથી શેરબજારમાં રોકાણ કરનારા લોકો હંમેશા નિશ્ચિતરૂપે પ્રગતિ કરે અને તગડું વળતર (return) આપે એવા શેરની તલાશમાં રહેતા હોય છે. કંપનીનો દેખાવ, એના ફન્ડામેન્ટ્સ, કંપની ઉપરનું દેવું, કંપની જે પ્રોડકટ્સ બનાવતી હોય એનું ભવિષ્ય, દેશનું અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું રાજકારણ, વગેરે જેવા અનેક ફેક્ટર્સ શેરબજાર ઉપર પ્રભાવ પાડતા હોય છે. સ્વાભાવિક રીતે જ સામાન્ય નિવેશકો (investors) આ બધી બાબતો વિષે પૂર્તિ માહિતી મેળવી શકવાને અસમર્થ હોય છે. આથી તેઓ એવા લોકોને ફોલો કરે છે, જે માર્કેટની ચાલને બરાબર સમજતા હોય. આવા જ બે નામ છે રાકેશ ઝુનઝુનવાલા (rakesh Jhunjhunwala) અને રાધાકિશન દામાણી (RK Damani).


બન્ને ધુરંધરોએ આ કંપનીના શેરમાં કર્યું છે રોકાણ

બન્ને ધુરંધરોએ આ કંપનીના શેરમાં કર્યું છે રોકાણ

આ બન્ને જણને શેરબજારના ધુરંધર ખેલાડી માનવામાં આવે છે. રાકેહ્સ ઝુનઝુનવાલાને તો ભારતના ‘વોરેન બફેટ’ તરીકે ઓળખવામાં આવે છે. અને ઝુનઝુનવાલા પોતે આર. કે. દામાણીને પોતાના ગુરુ માને છે. આ બન્ને મહારથીઓ કઈ કંપનીના શેર્સમાં ઇન્વેસ્ટ કરે છે, એ જાણવા માટે સામાન્ય નિવેશકો હંમેશા આતુર રહે છે. એક શેર એવો છે, જે આ બન્ને દિગ્ગજોની પસંદગીનો ગણાય છે. આ શેર એટલે ડેલ્ટા કોર્પ લિમિટેડ (Delta Corp Ltd). ગેમિંગ અને હોસ્પીટાલીટી સેક્ટરમાં બિઝનેસ કરતી આ કંપનીમાં બન્ને ધુરંધર ખેલાડીઓએ રોકાણ કર્યું છે. વીત્યું એક વર્ષ કોરોના મહામારીને પ્રતાપે આવેલા લોકડાઉનને કારણે માર્કેટ માટે બહુ કઠિન નીવડ્યું. પરંતુ આવા કઠિન સમયમાં પણ ડેલ્ટા કોર્પ કંપનીનું પ્રદર્શન જોરદાર રહ્યું છે.


માત્ર એક જ વર્ષમાં ‘એક કા ડબલ’!

માત્ર એક જ વર્ષમાં ‘એક કા ડબલ’!

ગયા વર્ષે જ્યારે મોટા ભાગના શેર્સ ડચકા ખાઈ ગયા, ત્યારે ડેલ્ટા કોર્પ લિમિટેડ દ્વારા ‘ડબલ ધમાકા’ જેવું રિટર્ન અપાયું હતું! એકાદ વર્ષ પહેલા જ્યારે શેરનો ભાવ ૧૦૭ રૂપિયા જેટલો હતો, ત્યાં આજે આ લખાય છે ત્યારે શેરનો ભાવ ૨૩૫ રૂપિયાની આસપાસ રમી રહ્યો છે. આ હિસાબે જોઈએ તો નિવેશકોના રૂપિયા એક જ વર્ષમાં ડબલ કરતા પણ વધારે થઇ ગયા છે! કોરોનાની બીજી લહેર પછી કંપનીનો બિઝનેસ લગભગ બંધ રહ્યો, તેમ છતાં શેરમાં રોકાણ કરનારાઓને પોઝિટીવ રિટર્ન મળ્યું છે. ૨૦૦૭માં લિસ્ટેડ થયેલ આ શેર દ્વારા સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં ૪૫૦% જેટલું રિટર્ન આપવામાં આવ્યું છે.

 

રાકેશ ઝુનઝુનવાલા અને આર. કે. દામાણી પાસે કેટલા શેર્સ છે?

જૂન ક્વાર્ટરના આંકડાઓ મુજબ રાકેશ ઝુનઝુનવાલા પાસે ડેલ્ટા કોર્પ લિમિટેડના 20,000,000 શેર્સ છે. તેઓ કંપનીમાં ૭.૫ ટકા જેટલી ભાગીદારી ધરાવે છે. ઝુનઝુનવાલા જેમને ગુરુ માને છે એવા રાધાકિશન દામાણી પણ આ કંપનીમાં ૧.૨૬ ટકાની ભાગીદારી ધરાવે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ અને વિદેશી રોકાણકારો માટે પણ ડેલ્ટા કોર્પ ફેવરિટ છે. ઓનલાઈન ગેમિંગ, હોસ્પીટાલીટી સહિત આ કંપની રિયલ એસ્ટેટ અને કેસિનો બિઝનેસમાં છે. કેસિનો બિઝનેસમાં હોય એવી આ એકમાત્ર લિસ્ટેડ કંપની છે. કંપની પાસે ગોવામાં ત્રણ કેસિનો છે, જ્યારે સિક્કિમમાં પણ એક કેસિનો શરુ કરાયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top