લોક ડાયરા કલાકાર દેવાયત ખવડના જામીન રદ, આટલા દિવસમાં આત્મસમર્પણ કરવું પડશે!
અમદાવાદ ગ્રામ્ય કોર્ટે સતત વિવાદમાં રહેતા પ્રખ્યાત ડાયરા કલાકાર દેવાયત ખવડના જામીન રદ કર્યા છે. તેમણે 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ મથકમાં આત્મસમર્પણ કરવું છે. ફરિયાદી ધ્રુવરાજ ચૌહાણ દ્વારા જામીન રદ કરવાની અરજી કરાઈ હતી. દેવાયત ખવડ દ્વારા જામીનની શરતોનો ભંગ કરી સાક્ષીઓને ડરાવવા ધમકાવતા હોવાથી જામીન રદ કરવા રજૂઆત કરાઈ હતી. જે અરજી પર કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા છે.
આ કેસમાં ફરિયાદી ધ્રુવરાજ ચૌહાણે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અલગથી અરજી કરી હતી, જેમાં જાણ કરવામાં આવી કે જામીન પર મુક્ત થયા પછી ખવડે સાક્ષીઓને ધમકાવીને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. આ આરોપોને કારણે કોર્ટે જામીનની શરતોના ભંગને ગંભીરતાથી લઈને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. કોર્ટે 30 દિવસની મહત્તમ સમયમર્યાદા આપી છે, જેમાં ખવડે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરવું પડશે. આદેશનું પાલન ન થાય તો વધુ કડક પગલાં લેવાશે. મળી રહેલી માહિતી અનુસાર, ખવડના વકીલો હવે હાઈકોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છે.
17 ઓગસ્ટ, 2025ના રોજ તાલાલા તાલુકાના ચિત્રોડ ગામની સીમમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ખવડ અને તેમના 6 સાગરિતોએ હુમલો કર્યો હતો. આ ઘટના બની હતી, જેમાં હત્યાનો પ્રયાસ (IPC 307), રાયોટિંગ, આર્મ્સ એક્ટ અને લૂંટ જેવા ગંભીર આરોપો નોંધાયા હતા.
દેવાયત ખવડ ગુજરાતી લોકસાહિત્યમાં પ્રખ્યાત છે, જેમણે ઇશરદાન ગઢવી જેવા કલાકારોના પ્રેરણાથી કારકિર્દી શરૂ કરી અને વિદેશોમાં પણ પ્રદર્શનો કર્યા છે, પરંતુ તેમની વિરુદ્ધ અગાઉ પણ ગંભીર કેસો નોંધાયા છે, જેમ કે 2022માં રાજકોટમાં મયુરસિંહ રાણા પર હુમલાનો કેસ જેમાં હાઈકોર્ટે કન્ડિશનલ જામીન આપ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp