પરિણીત યુવતીને ફોન નંબર આપવા મુદ્દે ખેલાઈ ગયું ધિંગાણા, જાણો શું છે સમગ્ર મામલો

પરિણીત યુવતીને ફોન નંબર આપવા મુદ્દે ખેલાઈ ગયું ધિંગાણા, જાણો શું છે સમગ્ર મામલો

05/20/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

પરિણીત યુવતીને ફોન નંબર આપવા મુદ્દે ખેલાઈ ગયું ધિંગાણા, જાણો શું છે સમગ્ર મામલો

સાયલા (Sayla) તાલુકાના મદારગઢ ગામમાં પરિણીત મહિલાને (To a married woman) ફોન નંબર આપવા બાબતે 2 પરિવારના સભ્યો વચ્ચે રાત્રીના સમયે છરી, ધારીયા તથા લાકડી જેવા ઘાતક હથિયારો સાથે ધિંગાણું ખેલાયું હતું. જેમાં પેટમાં છરીના ઘા ઝીંકીને મદારગઢના મહિલા સરપંચના (Women Sarpanch of Madargarh) યુવા પુત્રની હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે બંને પક્ષે ઘાયલ થયેલા 4 ઇજાગસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકના અગ્નિ સંસ્કાર કરાયા :

બનાવને પગલે ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ થઇ જતાં ચાંપતો પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સાયલા તાલુકાના મદારગઢ ગામના મહિલા સરપંચના પુત્રની હત્યા થવાના ચકચારી બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મદારગઢ ગામે કુકડિયા અને કટોસણા સાખના 2 પરિવાર રહે છે. જેમાં કુકડિયા પરિવારના મહિલા સરપંચ હોદ્દા પર છે.

પેટમાં છરીના ઘા ઝીકીને હત્યા કરાઈ હતી :

બુધવારની રાતે દીકરીના પાકીટમાંથી મળી આવેલા ફોન નંબર બાબતે ચર્ચા કરવા માટે બંને પરિવરના લોકો ભેગા થયા હતા.જેમાં ચર્ચા ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા બંને પક્ષના આરોપીઓએ એક બીજા ઉપર છરી અને ધારિયાના ઘા ઝીંકવાની શરૂઆત કરી હતી. આથી દેકારો બોલી ગયો હતો. જેમાં જયેશભાઇ પરશોતમભાઇ કુકડિયાને પકડીને પેટમાં છરીના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી હતી.

હુમલામાં એકની હત્યા અને બંને પક્ષે કુલ 4 ઘાયલ :

જ્યારે તેમના કૌંટુંબીકભાઇને પણ છરીને ઘા ઝીકી દેતા સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. જ્યારે કુકડિયા પરિવારના સભ્યોએ કરેલા હુમલામાં કટોસણા પરિવારના સભ્યોને પણ ઇજા થઇ હતી. 2 પરિવાર વચ્ચેના હુમલામાં એક યુવાનની હત્યા અને બંને પક્ષે કુલ 4 શખસ ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

પોલીસે આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી :

​​​​​​​આ ધિંગાણાના બનાવ અંગે એક પક્ષે 6 શખસ વિરુદ્ધ જયારે બીજા પક્ષે 8 આરોપી સામે ફરિયાદ નોંધાવાઈ છે. જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મદારગઢમાં બનેલી હત્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઇ ગઇ છે. સામાન્ય બોલાચાલીએ વણસેલી વાતમાં બંને પરિવારના સભ્યોને નુકસાની વેઠવાના દિવસો આવ્યા છે.

પરિણીતાના પતિએ સાસરીમાં વાત કરતા મામલો બહાર આવ્યો :

મરણ જનાર જયેશભાઇના કાકાની દીકરીના લગ્ન કરી દીધા હતા. દીકરી સાસરે હતી ત્યારે તેના પાકીટમાંથી અજય હરસુખ કોટોસણાનો ફોન નંબર મળી આવ્યો હતો. આથી તેના પતિએ સાસરીમાં વાત કરી હતી.

અજયભાઇએ આ શખસો સામે ફરિયાદ નોંધાવી :

ભરતભાઇ ગોરધનભાઇ કુકડયા, મેરાભાઇ ઘુઘાભાઇ, પરસોત્તમભાઇ વશરામભાઇ, વિજયભાઇ પરસોત્તમભાઇ, જયેશભાઇ પરસોત્તમભાઇ, નિલેશભાઇ રણછોડભાઇ, સોમાભાઇ પરસોત્તમભાઇ, કાળુભાઇ ગોરધનભાઇ.

કેસા રણછોડભાઇએ નોંધાવેલી ફરિયાદના આરોપીઓ :

​​​​​​​મનિષાબેન શંકરભાઇ કટોસણા, લાભુબેન નાગરભાઇ, શંકરભાઇ બાલજીભાઇ, વનજરાજભાઇ વહાભાઇ, અજયભાઇ હરસુખભાઇ, વિજયભાઇ હરસુખભાઇ

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top