શું તમે પણ શિયાળાની ઋતુમાં કરો છો આ પાંચ ભૂલો? : સ્વાસ્થ્ય બગડી શકે છે

શું તમે પણ શિયાળાની ઋતુમાં કરો છો આ પાંચ ભૂલો? : સ્વાસ્થ્ય બગડી શકે છે

12/08/2021 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

શું તમે પણ શિયાળાની ઋતુમાં કરો છો આ પાંચ ભૂલો? : સ્વાસ્થ્ય બગડી શકે છે

ભારતમાં શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં શરદી, ફ્લૂ અને ચેપ ફેલાવવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. શરીરને ગરમ રાખવા માટે લોકો ચા-કોફી, ઉકાળો જેવી વસ્તુઓનો આશરો લઈને શરીરને ગરમ રાખવાનો પ્રયાસ કરે છે. પરંતુ, શિયાળાની ઋતુમાં ઘણી વખત આપણે કેટલીક એવી ભૂલો કરીએ છીએ જે આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.


લાંબા સમય સુધી સ્નાન કરવું

લાંબા સમય સુધી સ્નાન કરવું

ઠંડીના દિવસોમાં મોટાભાગના લોકો ગરમ પાણીથી લાંબા સમય સુધી સ્નાન કરે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. કારણ કે, લાંબા સમય સુધી ગરમ પાણીથી ન્હાવાથી શરીરમાં હાજર કેરાટિન નામના કોષોને નુકસાન થાય છે. આ કારણે તમને ખંજવાળ, ફોલ્લીઓ અને શુષ્કતા જેવી સમસ્યાઓ થઈ શકે છે.


ગરમ કપડાં પહેરવા

જ્યારે ખૂબ ઠંડી હોય ત્યારે ઘણા લોકો વધારે પડતા ગરમ કપડાં પહેરે છે. જેના કારણે ઘણી વખત શરીર ઓવરહિટીંગનો શિકાર બને છે. જેના કારણે શરીરમાં ઉત્પન્ન થતા શ્વેત રક્તકણો (WBC) નબળા પડી જાય છે. જેથી આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જવાની શક્યતાઓ રહે છે.


ડિહાઈડ્રેશનની સમસ્યા

ડિહાઈડ્રેશનની સમસ્યા

અન્ય ઋતુઓની સરખામણીએ લોકો શિયાળાની ઋતુમાં બહુ ઓછું પાણી પીએ છે. જેના કારણે તેમને ડિહાઈડ્રેશનની સમસ્યા થાય છે. તેનાથી કિડની અને પાચનની સમસ્યા પણ થઈ શકે છે.


વધારે માત્રામાં ચા-કોફી પીવી

શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખવા માટે વધુ પ્રમાણમાં ચા કે કોફી પીએ છે. કોફીમાં મોટી માત્રામાં કેફીન હોય છે જે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ઠંડા હવામાનમાં પણ 3 કપથી વધુ કોફી પીવાનું ટાળવું જોઈએ.


શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે લોકો ઘણું ખાવાનું શરૂ કરી દે છે. ઠંડીના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. જેના કારણે શરીરમાં કેલરીની માત્રા વધવા લાગે છે અને ક્યારેક વજન વધવાની સમસ્યા પણ થાય છે. ઠંડા હવામાનમાં ઉચ્ચ કેલરીવાળા ખોરાકને બદલે તમારી દિનચર્યામાં ઉચ્ચ ફાઇબર યુક્ત ખોરાકનો સમાવેશ કરવાનો પ્રયાસ કરો.

(નોંધ : લેખમાં દર્શાવેલ પદ્ધતિઓને માત્ર સૂચન તરીકે લેવી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top