સુરતીઓ સાવધાન! જો લાયસન્સ રદ થયું હોય તો આ ભૂલ કરશો નહિ, નહિતર હંમેશ માટે લાઈસન્સ ગુમાવશો!

સુરતીઓ સાવધાન! જો લાયસન્સ રદ થયું હોય તો આ ભૂલ કરશો નહિ, નહિતર હંમેશ માટે લાઈસન્સ ગુમાવશો!

05/18/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતીઓ સાવધાન! જો લાયસન્સ રદ થયું હોય તો આ ભૂલ કરશો નહિ, નહિતર હંમેશ માટે લાઈસન્સ ગુમાવશો!

સુરત : શહેરમાં થતા માર્ગ અકસ્માતો અનેક પરિવારના દીપકને કસમયે ઓલવી નાખવામાં કારણભૂત બનતા હોય છે. મોટા ભાગના અકસ્માતો પાછળ બેજવાબદારીપૂર્વકનું ડ્રાઈવિંગ કારણભૂત હોય છે. આથી સુરતના પોલીસ કમિશ્નર અજય તોમરે બેફામ ડ્રાઈવિંગ કરનારા સામે અગાઉ પણ લાલ આંખ કરી હતી, અને તેમનું લાઈસન્સ સસ્પેન્ડ કરવાના હુકમો અપાયા હતા. જો કે કેટલાક વાહનચાલકો લાઈસન્સ સસ્પેન્શન પાછું ખેંચાય એ પહેલા જ રોડ ઉપર વાહન ચલાવવાની ભૂલ કરતા હોય છે. પરંતુ હવે આવી ભૂલ કરવાનું ભારે પડી જશે.


જો લાઈસન્સ સસ્પેન્ડ થયું હોય, છતાં વાહન ચલાવતા પકડાશો તો...

જો લાઈસન્સ સસ્પેન્ડ થયું હોય, છતાં વાહન ચલાવતા પકડાશો તો...

સુરત શહેરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તેવા હેતુ સાથે સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરના અધ્યક્ષસ્થાને કમિશનર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. બેઠકમાં એપ્રિલ મહિના દરમિયાન ૯૭ તથા છેલ્લા ચાર મહિના દરમિયાન ૧૯૭ જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વાહન ચાલકો સામે વિવિધ રીતે નિયમભંગ બદલ વાહનચાલકોનું પ્રથમ ત્રણ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે. કમિશનરે સસ્પેન્ડ કરવામાં આવેલા વાહનચાલકો વાહન ચલાવતા પકડાય તો તેઓનું લાયસન્સ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.


અકસ્માતો રોકવા માટે ઘડાશે એક્શન પ્લાન

અકસ્માતો રોકવા માટે ઘડાશે એક્શન પ્લાન

બેઠકમાં પોલીસ કમિશનરશ્રીએ આગામી વર્ષમાં ફેટલ અકસ્માતોનું પ્રમાણ ઘટે તેમજ મૃત્યુ દરમાં ઘટાડો થાય તેવા હેતુ સાથે સ્ટ્રેટેજીક એકશન પ્લાન ઘડવા જણાવ્યું હતું. હાઈવે પર કોલસાની ટ્રકો પર તાડપત્રી ન હોય તેવા ટ્રકચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. બેઠકમાં ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન પોલીસ, મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ ચલાવીને ૯૭૬ જેટલા ઢોરોને પકડીને રૂા.૨૩ લાખ દંડની વસુલાત કરવામાં આવી હોવાની વિગતો આર.ટી.ઓના અધિકારીએ આપી હતી.

બેઠકમાં જાગૃત નાગરિક દ્વારા મોટા વરાછા કબ્રસ્તાન સર્કલ પર આવેલ આરસીસી રસ્તાની નજીકમાં સ્કુલ આવેલી હોય, જેથી ભારે વાહનોના કારણે વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ ન બને તેવી રજૂઆત સંદર્ભે સર્કલ પાસે બમ્પ મૂકવામાં આવ્યા હોવાનું મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ સુદામા ચોક, ફાયર સ્ટેશન તરફ વરણી કોમ્પલેક્ષવાળા ડિવાઈડર રસ્તો અને મહાદેવ ચોકથી કાશી વિશ્વનાથ મંદિર તફર જતા રસ્તાનો અંદરના રોડ પર અકસ્માત થવાની સંભાવના વ્યકત કરી હોય ત્યાં બમ્પ મુકવામાં આવ્યા હોવાનું વિગતો અધિકારીએ આપી હતી.

બેઠકમાં જોઈન્ટ પોલીસ કમિશનરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, હાઈવે તથા આર.ટી.ઓ., માહિતી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top