રોજ સવારે એક ગ્લાસ હુંફાળું પાણી પીવાથી તમે વિચાર્યા પણ ન હોય એવા ફાયદા થશે!

રોજ સવારે એક ગ્લાસ હુંફાળું પાણી પીવાથી તમે વિચાર્યા પણ ન હોય એવા ફાયદા થશે!

12/04/2020 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

રોજ સવારે એક ગ્લાસ હુંફાળું પાણી પીવાથી તમે વિચાર્યા પણ ન હોય એવા ફાયદા થશે!

મેટા : હુંફાળું પાણી પીવાના અનેક ફાયદા છે. પાચન, વેઈટલોસથી માંડીને સ્ત્રીઓને પીરિયડ્સમાં પણ રાહત રહે છે.

શિયાળો સ્વાસ્થ્યવર્ધક ઋતુ ગણાય છે. જો કે આપણે સ્વાસ્થ્ય સુધારવાને બહાને એટલી બધી આઈટેમ્સ પેટમાં પધરાવીએ છીએ, જેને પાચન આપણા આંતરડા માટે ગજાબહારની વાત હોય છે. પરિણામે મોંઘા ભાવના અડદિયા, સાલમપાક વગેરે ધારી અસર ઉપજાવી શકતા નથી. મૂળ કારણ  છે કે આ બધો ભારે ખોરાક ગ્રહણ કર્યા બાદ આપણે પૂરતો શારીરિક શ્રમ કરતા જ નથી! આથી આ બધો પૌષ્ટિક ખોરાક નકામો જાય છે. જો ખોરાક દ્વારા શરીરને ફાયદો પહોંચાડવો હોય, તો સૌથી પહેલા એ ખોરાકનું યોગ્ય પાચન થશે કે કેમ, એની ચિંતા કરવી જોઈએ.

ખેર, આજે અહીં જે ‘પૌષ્ટિક પીણા’ની વાત કરવાની છે એના પાચન માટે ઝાઝી ચિંતા નથી કરવી પડતી. કેમકે એને પચાવવાની જરૂર જ નથી! વળી એ લગભગ મફત કહી શકાય એટલા સસ્તા દામે ઉપલબ્ધ છે. અને દરેક ઘરમાં એ હાથવગું તો છે જ.

જી હા, આપણું એ ‘પૌષ્ટિક પીણું’ એટલે એક ગ્લાસ હુંફાળું પાણી (Hot water)! એને પચાવવા તમારે મહેનત નથી કરવી પડવાની. ઉલટાનું એ બીજા ખોરાકનું ઝડપી પાચન કરવામાં નિમિત્ત બનશે. અને માત્ર પાચન જ નહિ, એ સિવાય પણ એના નિયમિત સેવનથી બીજા મોટા ફાયદા થાય છે. ચાલો જાણીએ.


દિવસની શરૂઆત એક ગ્લાસ હુંફાળું પાણી પી ને કરો.

દિવસની શરૂઆત એક ગ્લાસ હુંફાળું પાણી પી ને કરો.

આપણને બધાને સવારે ઉઠીને પાણી પીવાની તરસ લાગે જ છે. સવારે ઉઠીને દરેક વ્યક્તિએ એક ગ્લાસ પાણી પીવું જોઈએ, એવું ડોક્ટર્સ કહે છે. પણ ખાસ કરીને શિયાળામાં જો તમે સવારે ઉઠીને એક ગ્લાસ હુંફાળું પાણી પીઓ (drinking hot water in winter) તો ક્યા કહેને! એનાથી તમારા આંતરડા તરત સજાગ થઇ ઉઠે છે. (bowel movements) પરિણામે ચયાપચયની પ્રક્રિયા ઝડપી બને છે. સાથે જ કબજીયાત અને મળ નિષ્કાસન સંબંધિત અને પેટને લગતી બીજી અનેક સમસ્યાઓ પણ દૂર થાય છે.


લોહીનું પરિભ્રમણ ઝડપી બને છે

લોહીનું પરિભ્રમણ ઝડપી બને છે

ગરમ પાણી પીવાથી રક્તવાહિનીઓ પણ સચેત થાય છે અને લોહીનું પરિભ્રમણ ઝડપી બને છે. શિયાળામાં આમેય રક્તવાહિનીઓના સંકોચનને કારણે લોહીનું પરિભ્રમણ ધીમું પડી જતું હોય છે. જેને પરિણામે સુસ્તી અને આળસ અનુભવાતો હોય છે. એવામાં હુંફાળું પાણી શરીરને જરૂરી ગરમી આપે છે અને રક્તવાહિનીઓને નોર્મલ કન્ડિશનમાં લાવે છે. આથી શરીરમાં જાણે નવી તાજગીનો સંચાર થાય છે.


શારીરિક પીડાઓમાં ફાયદેમંદ

શારીરિક પીડાઓમાં ફાયદેમંદ

માંસપેશીઓ જકડાઈ જવાની સમસ્યામાં રાહત આપે છે. હુંફાળું પાણી શરીરની માંસપેશીઓને ગરમી આપીને શાંત કરે છે. સ્ત્રીઓને પીરિયડ્સ સમયની કેટલીક તકલીફોમાં પણ હુંફાળું પાણી પીવાથી રાહત થાય છે.


વજન ઘટાડવામાં પણ ઉપયોગી

વજન ઘટાડવામાં પણ ઉપયોગી

માનવામાં નહિ આવે પણ હુંફાળું પાણી પીવાથી વજન ઘટાડવાના તમારા પ્રયત્નોમાં લાભ થાય છે. ચયાપચયની પ્રક્રિયા ઝડપી થતી હોવાને કારણે વજન ઉતારવા માંગતા લોકોએ રોજ સવારે એક ગ્લાસ હુંફાળું પાણી ચૂક્યા વિના પીવું જોઈએ.


ચામડી ચમકદાર બને છે

ચામડી ચમકદાર બને છે

જી હા, હુંફાળા પાણીનું નિયમિત સેવન તામારી સ્કીનને એક ચાર્મિંગ ગ્લો આપવામાં મદદરૂપ થઇ શકે છે. સહન કરી શકાય એટલા ગરમ પાણીની વરાળ લેવાથી પણ ચામડીના છિદ્રો ખૂલી જાય છે અને એમની યોદ્ય સફાઈ થઇ જાય છે.

(ખાસ નોંધ : અહીં અપાતી માહિતીનો હેતુ માત્ર ‘સામાન્ય સમજણ’ આપવાનો હોય છે. માટે માત્ર અહીં અપાયેલી માહિતીને કોઈ પણ બાબત અમલમાં મૂકતા પહેલા ડોક્ટરનો સંપર્ક કરવો આવશ્યક છે. કોઈ પણ પ્રકારના ઉપચાર કે ખાદ્ય અથવા પેય પદાર્થોનું કે દવાનું સેવન કરતાં પહેલા જે-તે ક્ષેત્રના નિષ્ણાંત ડોક્ટરની સલાહ અચૂક લેવી, અને કોઈ પણ સમસ્યા માટે નિષ્ણાંત ડોક્ટરની સલાહ મુજબ જ વર્તવું.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top