તમે ક્યારેય 'સોનાનું વાડાપાંઉ' ખાધું છે? એક રેસ્ટોરન્ટે બનાવેલા ગોલ્ડન વડાપાંઉએ ચર્ચા જગાવી

તમે ક્યારેય 'સોનાનું વાડાપાંઉ' ખાધું છે? એક રેસ્ટોરન્ટે બનાવેલા ગોલ્ડન વડાપાંઉએ ચર્ચા જગાવી

09/03/2021 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

તમે ક્યારેય 'સોનાનું વાડાપાંઉ' ખાધું છે? એક રેસ્ટોરન્ટે બનાવેલા ગોલ્ડન વડાપાંઉએ ચર્ચા જગાવી

વડાપાંઉ એક એવી વાનગી છે. જેનું નામ સાંભળીને ભલભલાને મોઢામાં પાણી આવી જાય. આપણી આર્થિક રાજધાની ગણાતું મુંબઈ શહેર તો વડાપાંઉ માટે પ્રખ્યાત છે. જો કે હાલમાં મુંબઈ નહિ પણ દુબઈથી વડાપાંઉ અંગેના 'હેપનિંગ' ન્યુઝ આવી રહ્યા છે! આમ તો વડાપાંઉમાં ઘણી બધી વેરાયટી જોવા મળે છે, જેવી કે... ચીઝ વડાપાંઉ, મયોનીઝ વડાપાંઉ, સેઝવાન વડાપાંઉ, ગ્રીલ વડાપાંઉ વગેરે. પણ દુબઈના કારીગરોએ એવા વડાપાંઉ બનાવ્યા છે, જેમના વિષે તમે અગાઉ ક્યારેય નહિ સાંભળ્યું હોય!


દુબઈના 'ગોલ્ડન વડાપાંઉ'એ ચર્ચા જગાવી છે

દુબઈના 'ગોલ્ડન વડાપાંઉ'એ ચર્ચા જગાવી છે

નામ પરથી જ જણાઈ આવે છે કે આ વડાપાંઉને સોના સાથે કોઈક સંબંધ છે. દુબઈમાં આવેલી 'O’Pao' રેસ્ટોરન્ટ ભારતીય ખાણું પીરસવા માટે પ્રખ્યાત છે. આ રેસ્ટોરન્ટે હાલમાં સોનાના વરખમાં વીંટાળ્યું હોય એવું વડું બનાવવાની રેસીપી વિકસાવી છે, જે ગોલ્ડન વડાપાંઉ તરીકે ખ્યાતિ પામી છે.

પહેલી સપ્ટેમ્બરે રેસ્ટોરન્ટે પોતાના ઇન્સ્તાગ્રામ પેજ પર આ અંગેનો વિડીયો શેર કર્યો હતો. આ વિડીયો જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ ગયો હતો. વધુને વધુ લોકો ખાસ પ્રકારે બનાવાયેલા 'ગોલ્ડન વડાપાંઉ' વિષે જાણવા માટે ઉત્સુકતા દાખવી રહ્યા છે. રેસ્ટોરન્ટે આ વિડીયોમાં ગોલ્ડન વડાપાંઉ કઈ રીતે બને છે, એ પણ દર્શાવ્યું છે.

વિડીયોમાં બતાવાયેલી રેસીપી મુજબ ટ્રફલ બટર અને ચીઝ વડે વડા ભરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલા વડાને ચણાના લોટના સાદા મિશ્રણને બદલે સોનેરી રંગ ધરાવતા મિશ્રણમાં ડીપ આવે છે, અને ત્યાર બાદ ફ્રાય કરી લેવામાં આવે છે. આ રીતે બનાવાયેલા વડા પર સોનેરી મિશ્રણ વર્ખની જેમ ચોંટી જાય છે. જેને કારને આખું વડું સોનેરી દેખાય છે. જોનારને એમ જ લાગે કે જાણે તમે સોનાનું વડું પાંઉ સાથે ખાઈ રહ્યા છો!

 

વડાપાંઉની કિંમત પણ છે ખરા સોના જેવી જ!

આમ તો વડાપાંઉ ગરીબના ગજવાને ય પરવડે એવી કિંમતના હોય છે. પરંતુ ગોલ્ડન વડા પાંઉની કિંમત પણ જાણે સોના જેવી જ છે. O’Pao રેસ્ટોરન્ટે એક વડાપાંઉની કિંમત રાખી છે પુરા ૨૨ દિરહામ! (આશરે બે હાજર રૂપિયા!)

વળી રેસ્ટોરન્ટવાળાએ શરત રાખી છે કે આ વડાપાંઉ હોટેલની અંદર બેસીને જ ખાવાનું રહેશે. એને પાર્સલ તરીકે ડિલીવર કરાતું નથી. વડાપાંઉને પીરસવાની રીત પણ કંઈક અલગ પ્રકારની છે. ખાદ્યપદાર્થોના ટેસ્ટ જેટલી જ મહત્વની બાબત સર્વ કરવા અંગેની છે. કેમકે વસ્તુનાં દેખાવ ઉપરથી જ તેને ખાવાની ઈચ્છા થતી હોય છે. ગોલ્ડન વડાપાંઉ લાકડાની ડિશમાં પીરસેલું જોવા મળે છે. વડાપાંઉને આકર્ષક બનાવવા માટે તેમાં નાઇટ્રોજનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. વડાપાંવની સાથે સાથે બટાકાની ચિપ્સ અને ઠંડા પીણા પણ આપવામાં આવે છે.

O’Pao નામની આ હોટેલ વિવિધ જાતના મોટા પાંઉ બનાવી રહી છે. આ હોટેલ દુબઈમાં લોકોને ભારતીય સ્વાદનો ચસ્કો કરાવે છે. જેથી દુબઈમાં વસ્તા ભારતીય પણ પોતાનાં દેશના સ્વાદની મજા માણી શકે. દુબઈમાં હાલમાં તૈયાર થયેલ 'ગોલ્ડ વડાપાંવની' માફક અગાઉ પણ કેટલાક ખાદ્યપદાર્થો બનાવવામાં આવ્યા છે. જેમકે, બર્ગર, આઈસ્ક્રીમ, ફ્રેન્ચ ટોસ્ટ, અને બિરયાની વગેરેમાં ગોલ્ડનો ઉપયોગ કરાયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top